________________
સ સ ગ્રહગ્ર થ
સપ્તભ’ગી નય
સ્યાદ્વાદ એક જ પદાર્થીમાં વિભિન્ન દૃષ્ટિબિ’દુઆથી વિભિન્ન લક્ષણાનુ` કથન છે. સ્યાદ્વાદ વાસ્તવિકતા અંગેના સશ્લેષક અભિગમ પર ભાર મૂકે છે– વિભિન્ન દૃષ્ટિબિંદુએ એકીસાથે વાસ્તવિકતાના આકલનમાં સહાયભૂત થવા પર તે ભાર મૂકે છે; જ્યારે નયવાદ વાસ્તવિકતા અંગેના વિશ્લેષક અભિગમ પર ભાર મૂકે છે—વિભિન્ન ષ્ટિમંદુએ ગ્રહણ કરી શકાય તે દર્શાવવા પર તે ભાર મૂકે છે. સશ્લેષણ અને વિશ્લેષણ પરસ્પર અસંબંધિત નથી અને તેથી શુદ્ધ રીતે વિશ્લેષક અભિગમમાં સ’શ્લેષણના તત્ત્વા અને વાસ્તવિકતાના સંશ્લેષક મતમાં વિશ્લેષણના તત્ત્વા આપણને જિંગાચર થાય છે. કોઈ પણ એક મત પર આત્યંતિક ભાર દોષ પ્રતિ લઈ જાય છે. એવું નયવાદમાં અભિપ્રેત છે. તે સૂચવે છે કે પ્રત્યેક મંતવ્યને તેનુ મૂલ્ય છે, પ્રત્યેક વાસ્તવિકતા પ્રતિબિંબત કરે છે અને તેથી તે સર્વે સાથે મળીને આપણને વાસ્તવિકતામાં ડોકિયું કરાવે છે. એ જ પ્રમાણે સ્યાદ્વાદમાં વિધાનાના પ્રકારોના સ‘શ્લેષક લક્ષણને એવી સ્પષ્ટ સમજ સાથે બિરદાવવામાં આવે છે કે સ`શ્લિષ્ટ થયેલ વિભિન્ન વિધાનામાંના પ્રત્યેકમાં વારતવિકતા સ્વયં અંગે વ્યક્ત કરતું કંઈક છે.
વાસ્તવિકતા અનંત ગુયુક્ત છે અને તેથી તેને અનંત દૃષ્ટિબિંદુએથી નિહાળી શકાય. આ રીતે આપણી પાસે અનંત નય છે. પરંતુ સામાન્ય રીતે સપ્તભ’ગી નયના સ્વીકાર કરવામાં આવે છે. સપ્ત એટલે સાત અને ભંગ એટલે પ્રકાર. આમ સપ્તભંગી નય સાત વચન પ્રકારના સમૂહ છે. આ સાત વચનપ્રયાગેા જુદી જુદી અપેક્ષાએ સમજવાના છે, એકાંતષ્ટિએ નહીં. કાઈ એક વચનપ્રકારને એકાંતષ્ટિએ સ્વીકારતા સ્વાભાવિક રીતે જ અન્ય વચનપ્રકારા અસત્ય ઠરે છે. સપ્તભંગીના સાત ભંગેા (પ્રકારો—જવાબ આપવાના તરીકાઓ ) કેવળ શાબ્દિક કલ્પના નથી, પરંતુ તે પદાર્થના લક્ષણ પર આધારિત છે. તેથી પ્રત્યેક ભાગનું સ્વરૂપ
પદાર્થના લક્ષણ સાથે સંબધિત છે.
જૈન શાસ્ત્રકારા દ્રવ્ય-પ્રદાર્થ દા. ત. ઘડા) ના પ્રત્યેક ગુણના વિધિ-નિષેધને લગતાં નીચે મુજબના ૭ પ્રકારના શબ્દપ્રયાગ। દર્શાવે છે,
૪. સ્યાત્ ઘડા અવક્તવ્ય છે.
પ. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે. ૬. ચાત્ ઘડે અસ્તિત્વમાન નથી અને અવક્તવ્ય છે. ૭. સ્યાત્ ઘડો અસ્તિત્વમાન છે, અસ્તિત્વમાન નથી અને અવક્તવ્ય છે.
જૈ, હર
Jain Education International
૫૯
ઉપરાક્ત વિધાનામાં ‘સ્યાત્’ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે અને તે સૂચવે છે કે કોઈ પણ એક વિધાન અન્ય સર્વે વિધાનાને બાકાત રાખીને નિરપેક્ષ રીતે સાચુ નથી. પ્રત્યેક નિય સાપેક્ષતાની છાપથી અંકિત છે. પ્રત્યેક વિધાન એક દૃષ્ટિબિંદુથી અર્થાત્ વિશિષ્ટ ઘટની હાજરીના શિંખ દુથી સાચું છે. આમ, આપણા સ નિયા સાપેક્ષ છે–બિનનિરપેક્ષવાદી છે. આમ અહીં નિરપેક્ષવાદના ખ્યાલનું ખંડન છે.
(૧) ‘સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે’ એ વિધાન દેખીતી રીતે દર્શાવે છે કે અમુક દૃષ્ટિએ જુથી ઘડા અસ્તિત્વમાન છે. પદાર્થ સાથે સબંધિત ચાર મુખ્ય ઘટકા- ૧. દ્રવ્ય ૨. ક્ષેત્ર ૩. કાળ અને ૪. ભાવ વિધાનના વિશિષ્ટ દૃષ્ટિબિંદુને નિશ્ચિત કરે છે. આ પ્રત્યેકની સમજૂતી નીચે મુજબ છે.
૧. દ્રવ્ય . ઘડા માટી નામના દ્રવ્યમાંથી અનેલ છે. આ
વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી નિહાળતાં ઘડા અસ્તિત્વમાન છે.
૨. ક્ષેત્રઃ ઘડા જ્યાં સ્થિત છે ને ઘડાનુ` ક્ષેત્ર છે, આ વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી નિહાળતાં, ઘડા અસ્તિત્વમાન છે.
૩. કાળ : જે વમાન સમયમાં ઘડા અસ્તિત્વમાન છે તે ઘડાના અસ્તિત્વના કાળ છે. સમયના વિશિષ્ટ ગાળા દરમ્યાન તેની ઉપસ્થિતિના બિંદુથી નિહાળતાં ઘડા અસ્તિત્વમાન છે. ઘડો તેની ઉત્પત્તિ પૂર્વે નહાતા અને તેના વિનાશ પછી પણ હટો નહી.. આ દૃષ્ટિબદુથી ઘડા અસ્તિત્વમાન કહી શકાય નહી.
(૨) ‘સ્યાત્ ઘડા અસ્તિત્વમાન નથી' એ વિધાનના અર્થ એ છે કે ઘડાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના લક્ષણેાની ગેરહાજરીના દૃષ્ટિબિંદુથી નિહાળતાં, ‘ઘડા અસ્તિત્વમાન નથી. સવિશેષ સ્પષ્ટ કરીએ તેા, પર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઘડા અસ્તિત્વમાન નથી. આ વિધાનના અર્થ માત્ર એટલા જ છે કે, ઘટ છે તે પટ કે અન્ય કેાઈ તરીકે અસ્તિત્વમાન નથી. આ દ્વિતીય વિધાન પ્રથમ વિધાનનું વિરાધી નથી.
૧. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે,
ર. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન નથી.
૩. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે અને અસ્તિત્વમાન નથી. તેના વિશેષ્ટ લક્ષણાને સંબધ છે ત્યાં સુધી તે ઘડાના
અસ્તિત્વના ઇન્કાર કરતું નથી, પરંતુ તેમાં વિધાયક રીતે હાજર ન હેાય તેવા અન્ય લક્ષણેાને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે જ તે તેનું અસ્તિત્વ ઇન્કારે છે. અહી અર્થ એ છે કે જો ઘડા અસ્તિત્વમાન હાય તા તેનું અરિતત્વ ઇન્કારી શકાય નહી. અને જો તે અસ્તિત્વમાન ન હેાય તેા તેનુ અસ્તિત્વ સ્વીકારી શકાય નહીં.
૪. ભાવ ઃ આ ઘડાનું સ્વરૂપ કે આકા ૨ દર્શાવે છે. ઘડાનો સ'કાચાયેલ કાંઠલા જેવા વિશિષ્ટ સ્વરૂપના દૃષ્ટિબિંદુથી નિહાળતાં, ઘડા અસ્તિત્વમાન છે.
સક્ષેપમાં કહીએ તેા પ્રથમ વિધાનના અર્થ એ છે કે
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે ઘડા અસ્તિવમાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org