________________
જૈન દષ્ટિએ ધ્યાન-વિચાર
તત્ત્વદર્શન કત્યારે ?
સર્વજ્ઞ – ભગવાન-કથિત શાસ્ત્રોના અદ્ભુત તત્ત્વા અને રહસ્ય પામવામાં માત્ર બુદ્ધિનુ પ્રાબલ્ય જ કારગત નીવડતું નથી.
બુદ્ધિની પટુતા સાથે સ્વ-બુદ્ધિના એકાંતના અનાગ્રહ (નમ્રતા ) અને પૂજ્ય – પુરુષોની આપ્તતાના સ્વીકાર કરવા જરૂરી છે.
એ વિના માત્ર સ્વ-મતિને પ્રાધાન્ય આપનારને તત્ત્વની સાચી સમજ પ્રાપ્ત થઈ શકતી નથી.
શાસ્ત્રોમાં અદ્ભુત રહસ્યા જાણવા-સમજવા અને અનુભવવાનુ` સામર્થ્ય તેને જ પ્રાપ્ત થાય છે, જે શાસ્ત્રો અને શાસ્ત્રકારો પ્રતિ અનન્ય આદરભાવ, કૃતજ્ઞતાભાવ અને પૂજ્યભાવ ધાસ્સુ કરે છે. પેાતાની બુદ્ધિને જ નહીં, પણ શાસ્ત્રોની પુક્તિ અને યુક્તિને જે આગળ કરે છે, શાસ્રયુક્તિ અનુસારે પાતાની બુદ્ધિને દોરે છે, તે જ વ્યક્તિ તત્ત્વને પ્રાપ્ત કરી શકે છે.
આ અંગે શ્રી જ્ઞાનસારમાં કહ્યું પણ છે કે “ શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ પરમાત્મા જ આગળ કરાય છે. અને તેમને આગળ કરવાથી સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.”
આત્માના વિકાસ કે આધ્યાત્મિક જીવનની ઉન્નતિ સાધવાના સરલ અને સાચા ઉપાય એ છે કે સર્વજ્ઞકથિત તત્ત્વાને હાર્દિક આદરભાવ અને શ્રદ્ધાપૂર્વક જાણવા, સમજવા અને આચરણમાં મૂકવા.
કઠિનમાં કઠિન ગ્રન્થાનાં ગૂઢ રહસ્યા પણ તેના પ્રતિ સાચી જિજ્ઞાસા અને અનન્ય આદરભાવ પ્રગટાવવાથી જાણી શકાય છે, અથવા તેવા પ્રકારના જ્ઞાની – ગુરુદેવના શુભ સમાગમ પ્રાપ્ત થાય છે.
શુભ-ધ્યાનની અનિવાર્ય તાઃ
ધ્યાન આત્માની જ એક વિશિષ્ટ શક્તિ છે, આત્માના સ્થિર–નિશ્ચલ-અધ્યવસાય-પરિણામને ધ્યાન કહેવામાં આવે છે. અને તે શુભ અને અશુભ એમ બે પ્રકારનું હોય છે.
દુઃખમય સ ́સારના પરિભ્રમણમાં કે આનંદમય શુદ્ધ આત્મસ્વરૂપના પ્રગટીકરણમાં જીવનું અશુભ કે શુભ ધ્યાન
Jain Education International
શ્રી પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણ સૂરિજી મહારાજ
જ અગત્યનો ભાગ ભજવે છે.
અશુભ—ધ્યાનથી સંસારવર્ધક કર્માનું સર્જન થાય છે, અને શુભ ધ્યાનથી પૂસ'ચિત પાપકર્મોના ક્ષય (નિર્જરા ) થવાથી આત્માની શુદ્ધિ થાય છે.
રાગ – દ્વેષ અને માહાદિની પ્રબળતાને લઈ ને ધ્યાન અશુભ બને છે. અને મૈત્રી, પ્રમેા, કરુણા અને માધ્યસ્થ્ય આદિ સદ્ગુણેાને લઈ ને ધ્યાન શુભ બને છે.
જીવ અનાદિ કાળથી અશુભ ધ્યાન કરતા આવ્યા છે, માટે જ એનું સંસાર – પરિભ્રમણ ચાલુ રહ્યું છે. આ પરિભ્રમણના દુઃખથી છૂટકારો મેળવવા હાય તા જીવે પેાતાના ધ્યાનને શુભ બનાવવા પુરુષા કરવા જરૂરી છે.
અશુભ ધ્યાનની જેટલી તાકાત પાપ કર્મોને સર્જન કરવાની છે, તેનાથી કેટલીયે ગણી અધિક તાકાત શુભ ધ્યાનની જન્મ જન્માંતરના સચિત સર્વ પાપાને સમૂળ ખતમ કરી દેવાની છે.
नासिकाग्रे
For Private & Personal Use Only
अनाहत ध्यानमा
(
(માઁ
www.jainelibrary.org