________________
સર્વ સંગ્રહગ્રંથ
૩૭૩
તણે તે નવરાત્રીના દિવસોમાં મહાકાલીદેવીના ગરબા ગાવા ગાંડીતુર હોય છે. આમ જૈનેતરે આ દેવીને અત્યંત પૂજનીય ગણે છે એ વાત સર્વ પ્રસિદ્ધ છે.
આ ઉપરાંત અંચલગચ્છાધિષ્ઠાયિકા તરીકે જૈન સંધમાં પણ આ દેવી પ્રસિદ્ધ છે અંચલગચ્છશ શ્રી જયકીર્તિસૂરીશ્વરજીના તપ પ્રભાવથી પ્રસન્ન થઈ ગછની રક્ષા કરવા વચનબદ્ધ થઈ ગછની અધિષ્ઠાયિકા તરીકે પ્રસિદ્ધિ પામી. સૂરીશ્વરે સ્વ. શિષ્ય પૂ. આચાર્યશ્રી જયકેશરસુરિજીને ચાંપાનેરના ચૌહાણ રાજા ગંગરાજના આગ્રહથી સં. ૧૪૮૪માં ચંપકપુર (ચાંપાનેર)માં આચાર્યપદે અલંકૃત કર્યા. ડૉ. ભાંડારકરે શોધેલી અને પ્રકાશિત કરેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં મહત્વ પૂર્ણ ઉલ્લેખ છે કે જયકેશરીરિ ચાંપાનેરના રાજા જયસિંહ પતાઈ રાવલના રાજ માન્ય આચાર્ય હતા.
| વિક્રમની ૧૮મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા કવિ દીપવિજયજીએ “ જીરાવલા પાર્શ્વનાથ સ્તવન’ની ત્રીજી ઢાળમાં પાવાગઢની રખવાલી, અભિનંદન શાસનરક્ષિકા દેવી જગદંબા શ્રી કાલિકાદેવીની મૂર્તિના દર્શન કર્યા જણાય છે. જેથી તેના અંગઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ, શણગાર વગેરેનું વાસ્તવિક સુંદર વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચોથા તીર્થકર અભિનંદન જિનની શાસનદેવી તરીકે ઓળખાવી છે. શ્વેતાંબર જૈનોની માન્યતા પ્રમાણે તેમના જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ છે. દેવીના મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે, હઠ પ્રવાલ જેવા લાલ, આંખે અમૃતકોલા જેવી, અને લલાટમાં તિલક-ટીકે રત્નજડિત જણાવેલ છે. પહેરેલ ચણીયો પીળા અને રાતા વર્ણન તથા ઉપરની ઓઢણીઘાટડી લાલ-ગુલાલ જણાવી છે. હાથમાં રત્ન જડાવ ચૂડી કંકણુ, પગમાં ઝાઝર-નૂપુર અને ડોકમાં નવલખો હાર એ દેવીને શણગાર સૂચવ્યું છે. દેવી પાવાગઢથી ઉતરીને નવરાત્રીના દિવસોમાં શહેર ચાંપાનેરની નારીઓની ટોળીમાં ભળી સાથે ગરબા રમે છે–એવી લોકવાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સંનિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા ધમી જૈન-જનનાં ઈતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા-સંધના વિદને હરવા એ દેવીને પ્રાર્થના કરી છે.
વર્તમાનમાં પાવાગઢમાં કવિરાજ દીપવિજયે વર્ણવેલી કાલિકાદેવીની મૂર્તિ જોવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાનિક સ્થાપના જ જણાય છે.
મહેન્દ્રસિંહસૂરિજી તીર્થમાળામાં શ્રી વીર પ્રભુને આ પ્રમાણે નમસ્કાર કરે છે. પાવયગિરિવરસિહરે દુહદવની થુણેવી.
(૬) મહામંત્રી તેજપાલે ગોધરાના ધંધલને છતી આવી
અહીં ઉત્સવ કર્યો તે પછી પાવાગઢ પર ભગવાન મહાવીર સ્વામીનું સર્વતોભદ્ર નામે જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં આબુ જેવી ઝીણી નકશી પણ કરાવી હતી.
(૭) શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય પણ પાવાગઢમાં હતું. જેની મૂળ પ્રતિમા વડોદરાના દાદા પાર્શ્વનાથના જિનાલયમાં આજે બિરાજમાન છે.
(૮) પાટણના વીસા પિરવાડ શેઠ છાડાનવંશજ સંઘવી ખીમસિંહ અને સંધવી સહસાએ પાવાગઢમાં જિનમંદિર બંધાવી. તેમાં સં. ૧૫ર૭ના પિષ વદિ ૭ ના રોજ મોટા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી.
(૯) ચાંપાનેરના શેઠ જયવંતે સં. ૧૬ ૩૨ વૈશાખ સુદિ ૩ ના પાવાગઢમાં જિનાલય બંધાવી તેને પ્રતિષ્ઠા મહોત્વ કર્યો હતો.
(૧૦) સં. ૧૭૪૬માં પં. શીલવિજયજીએ રચેલી તીર્થમાળામાં ભગવાન નેમિનાથનાં મંદિરને આ પ્રમાણે ઉલેખ કર્યો છે. ચાંપાનેરી નેમિજિકુંદ, મહાકાલીદેવી સુખકંદ.'
અત્રે સ્થળે સ્થળે વિખરેલા પ્રાચીન ખંડેરા પ્રાચીનતાને પ્રમાણિત કરે છે. પ્રખ્યાત ઝવેરીની હવેલીના પ્રાચીન અવશેષો વિદ્યમાન છે કે જે તત્કાલીન ભવન નિર્માણ કલા તથા શિ૫સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વર્તમાનમાં પર્વત પર કઈ તાંબર જૈન મંદિર નથી. પર્વતની તળેટીમાં દિગંબર જિનાલય ધર્મશાલા અને પર્વત પર સાત દિગંબર જિનાલય છે. જેની શિલ્પ સ્થાપત્ય કળાકારીગીરી શ્વેતાંબર જિન પ્રાસાદો જેવી છે.
આ તીર્થ મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરથી ૪૨ કિલોમીટર દૂર ચાંપાનેર ગામની પાસે સમુદ્રની સપાટીથી ૯૪૫ મીટર ઊંચાઈ પર પ્રાચીન જૈન તીર્થ પાવાગઢ (પહાડપર) છે. પર્વત પર જવા માચી સુધી સડક બની છે જેથી ત્યાં સુધી ટેક્ષીઓ જાય છે ત્યાંથી. કિલો મીટર પગે ચાલી ચઢાઈ કરવી પડે છે. વડોદરાથી અત્રે આવવા બસ તથા ટેકસીની સુવિધાઓ મળે છે. પાવાગઢ સ્ટેશન અથવા ચાંપાનેર ગામ પણ કહેવાય છે.
અહીંનું નૈસર્ગિક દૃશ્ય અત્યંત રમણીય તથા નયનાભિરામ છે. પર્વતના શિખર પર દેવી શ્રી મહાકાલીનું છેલ્લા દોઢસો વરસમાં સ્થપાયેલું મંદિર છે. જેને અંચલગચ્છીય જૈને પિતાના ગ૭ની અધિષ્ઠાયિકા સમજી તેના દર્શને આવે છે. જ્યારે અન્ય દશનીઓ મોટી સંખ્યામાં તેના દર્શને આવે છે.
પંજાબદેશદ્વારક, ન્યાયાંનિધિ, પૂજય આચાર્યદેવશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પંજાબ કેસરી, યુગવીર પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org