________________
સર્વસંગ્રહગ્રંથ
૩૮૧
ભગવાનનું ચતુર્મુખી સાદુ છતાં ત્રણ માળનું વિશાળ મંદિર ઓસવાલ સંધવી મંડલિક અને તેના કુટુંબીઓએ સંવત ૧૫૧૫ ની આસપાસના સમયમાં બંધાવ્યું છે. આ મિંદરનુ શિખર બીજા મંદિરોથી ઊંચું છે. ઊંચી જગ્યા પર હોવાથી ત્રીજે માળે ચઢી આબુનાં પ્રાકૃતિક દશ્યો જોયાને આનંદ અનુપમ છે. દંત કથા એવી પણ છે કે આ મંદિરનું સલાટોએ પોતાની સ્મૃતિમાં સર્જન
(૫) શ્રી મહાવીર સ્વામી જીન પ્રાસાદ – વિમલ વસહીં પ્રાસાદમાં પેસતાં ડાબા હાથે નાનકડું શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે.
(૨૦) અચલગઢ-: પહાડ ઉપર દેલવાડાથી મોટરના પાકા રસ્તે લગભગ ૫ માઈલ દૂર ઊંચી ટેકરી ઉપર વસેલું અચલગઢ નામનું પ્રાચીન ગામ છે. ટેકરી ઉપર મેવાડના રાણા કુંભાએ સંવત ૧૫૯ માં અચલગઢ નામે કિલે બંધાવેલો છે. અત્યારે એ ખંડિત છે. જૈન ધર્મશાળા અને ૪ મંદિર છે. (૧) શ્રી આદીશ્વર ભગવાનનું ચૌમુખજીનું (૨) શ્રી આદીશ્વર ભગવાનનું (૧) શ્રી કુંથુનાથ ભગવાનનું (૪) શ્રી શાંતિનાથ ભગવાનનું (તળેટીમાં).
મહારાજા કુમારપાળે માળી ચૌમુખી મંદિર બંધાવ્યું છે. જેમાં મનુષ્ય કદની નાની મોટી ૧૨ સિદ્ધ-પ્રતિમાઓ તથા ૨ કાઉસગ્નજી પ્રતિમાઓ મળી કુલ ૧૪ પ્રતિમાઓ છે. આ સુવર્ણમય પ્રતિમાનું વજન ૧૪૪૪ ૧ણું મનાય છે. ઉપરથી પહાડને ચઢવાને માગ દૂર દૂર સુધી તે નરી આંખે જોવાલાયક દર્શનીય છે. ભતૃહરીની ગુફા, શ્રાવણ-ભાદર તળાવ, અચલેશ્વર મહાદેવમાં સુવર્ણમય નદી અને તળાવ-કિનારે બે પથ્થરના પાડા જોવા લાયક છે. ઉત્તરમાં આ પર્વતનું ઉચ્ચતમ શિખર ગુરુશિખર છે. જ્યાંથી સૂર્ય અને ચંદ્રદર્શન પૂર્ણિમાના દિને દશનીય છે.
(૨૧) જીરાવલા -આબુ રોડ રેલવે સ્ટેશનથી પશ્ચિમે મોટર રસ્ત લગભગ ૩૫ કિ.મી. દૂર ચારે બાજુ અરવલ્લીની પહાડીએથી ઘેરાયેલું જીરાવલી નામનું ગામ આવેલું છે. અતિ પ્રાચીન તીર્થભૂમિમાં પહાડની ઓથમાં પણ જરા ઊંચા ભાગ પર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને વિશાળ શિખરબંધી મંદિર દેવ વિમાન જેવું શોભી રહ્યું છે. ત્યાં જીરાવલા પાર્શ્વનાથની ચમત્કારિક મૂતિ અધિષ્ઠાયક દેવની પ્રેરણાથી દેરીમાં ડાબા વિભાગમાં સ્થાપન કરેલી છે. ધર્મશાળા તથા ભોજનશાળા છે.
(૨૨) સાર:-મારવાડમાં જોધપુરના દક્ષિણ ભાગમાં આ પ્રાચીન તીર્થ સાચોર રાણીવાડા રેલવે સ્ટેશનથી ૪૮ કિ. મી. છે. અહીંયા પાંચ મંદિર તથા ધર્મશાળા છે. પિત સ્વામી ભગવાનની ભવ્ય અને મનોહર શ્રી મહાવીર સ્વામી ભગવાનની અતિ પ્રાચીન મૃતિ ઘણી ચમત્કારી છે. જગચિંતામણું ચૈત્યવંદનમાં જય ઉવીર સત્ય ઉરે મંડન! એવા શબ્દોથી આ તીર્થને ભાવપૂર્વક
વંદન કરીએ છીએ.
(૨૩) વરમાણ:-મારવાડમાં સરેહી સ્ટેટમાં આવેલું આ ગામ જીરાવલા તીર્થથી દક્ષિણ પશ્વિમ દિશામાં ૬ કિ. મી. અને અબુરેડ સ્ટેશનથી ૪૫ કિ. મી. છે. એનું પ્રાચીન નામ બ્રહ્મણપુર હતું. આ ગામના નામ ઉપરથી જેને બ્રાહ્મણ ગચ્છ ખ્યાતિ પામ્યા હતા. અહીંયા કારણદાર શિલ્પકળાના અદ્દભુત નમુનારૂપ મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઊંચી બાંધણીનું શિખરબંધી મંદિર ગામના એક ખૂણે ટેકરી ઉપર આવેલું છે. મૂળનાયકની બદામી રંગની મુતિ સંપ્રતિ રાજાના વખતની ભરાવેલી છે. અહીં જૈન ધર્મશાળા છે.
(૨૪) ફાલના - અમદાવાદથી દિલ્હી મીટરગેજ લાઈન ઉપર અમદાવાદથી. ૨૮૫ કિ. મી. અને આબુથી. ૧૦૦ કિ. મી. છે. સ્ટેશનની સામે ધર્મશાળા છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
(૨૫) દેસુરી –મારવાડમાં આવેલા ધાણેરાવથી લગભગ ૫ કિ. મી. દૂર આ તીર્થ છે. અહીંયા ચાર પ્રાચીન જીન મંદિર તેમજ ધર્મશાળા છે.
(૨૬) સાદડી -મારવાડમાં ફાલનાથી ૮ કિ. મી. છે. કુલ છ દહેરાસર અને ધર્મશાળા છે.
(૨૭) નાગેશ્વર (ઉહેલ) -વડોદરા રતલામ બ્રોડગેજ રેલ્વે લાઈન ઉપર રતલામથી ૮૧ કિલો મીટર ચમહલા રેલ્વે સ્ટેશનથી મોટર રસ્તે ૧૪ કિલો મીટર નાગેશ્વર તીર્થ છે. વિજયગઢ આલેટ સ્ટેશન પછીના પહેલા રેલવે સ્ટેશન થુરિયાથી ફક્ત ૩ કિલો મીટર નાગેશ્વર તીર્થ છે. ચમહલા સ્ટેશનથી બસ સર્વિસ મળે છે. ૧૪ ફૂટ ઊભી ૭ ફણાવાળી લીલા વર્ણની ૧૧૦૦ વર્ષની પ્રાચીન ચમત્કારિક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂતિ મંદિરમાં બિરાજમાન છે. ધર્મશાળા તેમજ ભોજનશાળાની વ્યવસ્થા છે.
(૨૮) શ્રી રાતા મહાવીર :-મારવાડમાં એરણપુર રોડ રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં ૮ માઈલ અને વીજાપુરથી ૨ માઈલ હથુંડી નામનું ગામ આવેલું છે. જયાંથી એક માઈલ દૂર પહાડની મોટી મોટી બે ટેકરીઓ વચ્ચે આવેલી એક નાની ટેકરી ઉપર મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર છે. મહાવીર પ્રભુની કા ફીટ ઊંચી સિંદુર જેવા રાતા વર્ણની મૂર્તિ હોવાથી રાતા મહાવીર તરીકે લોકો ઓળખે છે. દશમા સૈકાથી પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધિ છે. ધર્મશાળા છે.
(૨૯) મુંડસ્થલ : આબુરોડ સ્ટેશન નજીક આવેલા ખરેડી ગામથી પશ્ચિમે ૬ કિલે મીટર આ તીર્થ છે. વીરપ્રભુ છા અવસ્થામાં વિહાર કરતાં આબુ પહાડની નીચે પધાર્યા ત્યારે તેમની સ્મૃતિ રૂપે એ જ વર્ષમાં અહીં શ્રી કેશીએ મંદિર બનાવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org