________________
સર્વ સંગ્રહગ્રંથ
૩૯૭
સ્ટેશનથી કાલાબાગ ગામ એક માઈલ દૂર છે. મૂળનાયક શ્રી. અજીતનાથ ભગવાનનું દેરાસર હતું.
બનું
કાલાબાગથી ૮૬ માઈલ દૂર નાની ગાડીથી બનું જવાય છે. સરહદના પ્રદેશમાં પેશાવરથી બીજા નંબરનું શહેર છે. બનું રેલ્વે સ્ટેશનથી ૧ માઈલ દૂર નયા બજારમાં “ભાવકેડ” મહોલ્લામાં ધુમ્મટબંધી સુંદર મંદિર છે.
મુલતાન મુલતાન સીટી સ્ટેશનથી ૧ માઈલ દૂર મુલતાન શહેર આવેલ છે. અહીંયા ચુડીસરાય બજારમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ દેરાસરમાં શત્રુંજય તથા ગિરનારને
પુના પુના શહેરમાં સાચા સ્ટ્રીટમાં ત્રણ માળનું ભવ્ય ઘુમટબંધી મંદિર છે. મૂળનાયક શ્રી વાસુપૂજય ભગવાન વિરાજમાન છે. આ પ્રાચીન મૂતિ ખંભાતથી લાવવામાં આવેલ છે. નીચેના માળમાં વ્યાખાન હોલ, બીજુ સેલાપુર બજારમાં ઘરદેરાસર બીજે માળે છે. વાનવડી બજારમાં આવેલું શ્રી આદીશ્વર ભગવાનનું ઘુમટબંધી મંદિર છે. પુના કેમ્પમાં કોરેગાંવ રોડ ઉપર ઘર દેરાસર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બીજે માળે છે. સંવત ૧૯૯૯માં શેઠ શ્રી કિકાભાઈ પ્રેમચંદે આ મંદિર બંધાવ્યું છે. મૂળનાયક ઉપર સંવત ૧૫૬૬ ને લેખ છે. પુના શહેરમાં વૈતાલપેઠમાં શ્રી ગેડી- પાર્શ્વનાથ ભગવાનનું સૌથી મોટું પ્રાચીન અને ઘુમટબંધી મંદિર છે. બહારથી જોતાં તેની કલ્પના આવી શકે તેમ નથી. પહેલે માળે શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ફણયુક્ત છે. આ સિવાય ભોંયરામાં ધાતુ પાષાણની પ્રતિમાઓ ઘણી જ છે. આ સિવાય આઠ ગભારા છે. શુકરવાર પેઠમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય મંદિર છે. બે માળનું શિખરબંધી મંદિર છે, જેને ઓશવાળાનું મંદિર કહે છે મૂળનાયક શ્રી આદીનાથ ભગવાનને કાનન કુંડલ તથા મુકુટ નિલમ મણીના બનાવેલા છે. આમાં સુંદર કામ કરેલું છે. બીજે માળે શ્રી પાર્શ્વનાથ ભગવાન વિરાજમાન છે. શુકરવાર પેઠમાં આવેલું શ્રી આદિશ્વર ભગવાનનું મંદિર બે માળનું છે. તે પિરવાડોએ બંધાવેલ હોવાથી પોરવાડનું મંદિર કહેવાય છે.
મીડ પર આવેલ મોતી મેનકાનમાં ઘર દેરાસર પાર્શ્વનાથ ભગવાનનું છે. શુકરવાર પૅઠમાં પાર્વતી ટેકરી પાસે દાદાવાડી આવેલી છે. અહીં કારતકી અને ચૈત્રી પૂર્ણિમાએ મેળો ભરાય છે. પુનામાં જૈનોની પહ૦૦ જેટલી વસતી છે. દક્ષિણમાં જેની વસ્તીવાળું મુખ્ય શહેર છે. કુલ ૮ મંદિર, ૧૦ જૈન ધર્મશાળાઓ
તથા આંબેલ ખાતું તથા ભેજનશાળા વિગેરે છે.
કોલ્હાપુર પુનાથી હરીહર સુધી જતી રેલ્વે લાઈનમાં મીરજ જંકશન છે. ત્યાંથી નાની રેલવે લાઈનમાં કોલ્હાપુર સ્ટેશન છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર કેહપુર શહેર આવેલું છે.
અહીં પ્રાચીન કાળથી જેનોની વસતી હતી. તેમના સંસ્કાર વિશે “બોમ્બે ગેઝેટીયર માં ઉલ્લેખ કરે છે કે અહીંના ખેડૂત નોંધપાત્ર છે. તે મોટેભાગે જૈન છે. તેઓ શાંતિપ્રિય અને ઉદ્યમી છે. વળી શહેરમાં બે મઠો આવેલા છે. તેની આસપાસ ઘણી જૈન મૂર્તિઓ મળી આવે છે. અહીં અંબે માતાનું પ્રસિધ્ધ મંદિર અસલ જૈન શાસનદેવી પદ્માવતીનું હતું. તેમાંથી મળી આવતા બારમા સૈકાના શિલાલેખો એની સાબિતી આપે છે.
અહીં તાંબર મૂર્તિપૂજક જૈનેમાં ૧૧૫ ઘરોમાં ૬૦૦ માણસોની વસતી છે. ૧ ઉપાશ્રય, ૧ લાઈબ્રેરી અને ૬ જૈન મંદિરો વિદ્યમાન છે.
(૧) લક્ષ્મીપુરીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીનું એક નુતન શિખરબંધી મંદિર ભવ્ય અને વિશાળ છે. મૂળનાયકની પલાંઠી નીચે સં. ૧૯૯૭ની સાલને લેખ છે. આમાં ૧ ચાંદીની મૂર્તિ છે.
(૨) લક્ષમીપુરીમાં શેઠ મેધાજી માસીંગને ત્યાં મૂળનાયક શ્રી મુનિ સુવ્રતસ્વામીનું નાજુક ઘર દેરાસર છે. દેરાસરમાં એક મણ ચાંદીની મૂર્તિ છે. સં. ૧૯૯૫માં શેઠ બાબુભાઈ માસીંગે બંધાવવાની શરૂઆત કરી હતી.
(૩) લક્ષ્મીપુરીમાં શેઠ જીતરાજજી હિંદુમલજીને ત્યાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું નવીન ઢબનું સુંદર ઘર દેરાસર છે. તેમાં ફક્ત ચાંદીની મૂર્તિ બિરાજમાન છે. સં. ૧૯૯૭માં શેઠ ઇતરાજજી હિંદુમલ રાઠોડે આ મંદિર બંધાવવાની શરૂઆત કરી હતી.
(૪) વિસન રોડ પર શેઠ તિલકચંદ લાલાજીને ત્યાં બીજે માળે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર છે. આમાં ફક્ત ધાતુની ૧ પ્રતિમા છે. સં. ૧૯૯૫માં શેઠ તિલોકચંદજીએ આ મંદિર બંધાવવાની શરૂઆત કરી હતી.
(૫) ગુજરી બજારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું એક ઘર દેરાસર છે. આમાં ૧૨ ધાતુમૂર્તિઓ છે.
(૬) શરાફ બજારમાં મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનનું એક ઘર દેરાસર છે. આમાં ફક્ત ૨ ધાતુની મૂતિઓ બિરાજમાન છે. સં. ૧૯૮૩માં શેઠ ચેલાજી વનાજીએ આ ઘર દેરાસર બંધાવેલું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org