________________
સર્વસંગ્રહગ્રંથ
૪૨૭
જૈનદર્શનમાં કર્મબંધ અંગે સવિસ્તૃત જણાવ્યું છે. દરેક પળે નવા કર્મ આવે, ફળ મળી રહે નાશ પામે, ફરી નવા કર્મ બંધાય. આ કારણે ભવની અનાદિ સાંકળ ચાલ્યા જ
કર
ન
જ
- ભારતના અન્ય દર્શનની જેમ જૈન દર્શનનો હેતુ અને ઉદેશ એ જ રહેલા છે કે જન્મમરણની ઘટમાળમાંથી જીવને મુક્ત કરો. આ સંસારના દુઃખોમાંથી મુક્ત કરીને નિર્વાણના માગે લઈ જવો. પરંતુ આ પ્રકારની સાધના દરેક જીવ સાધી શકતા નથી. અમુક જીવે તો સ્વભાવથી જ અભવ્ય છે. એ કયારેય પણ મુક્ત થશે નહિ. એ જીને હમેશાં જન્મમરણની ઘટમાળમાં રઝડવાનું છે.
પરંતુ જે જી વિશેષ સંજોગોને બળે મુકત થવા ઉત્પન્ન થયા છે તે શુભકર્મોના બળે પોતાના આત્માને પરિપૂર્ણ કરીને આત્મપ્રદેશમાં વળગેલી કામણવર્ગ ને સર્વથા નષ્ટ કરી આત્માના અનંત ગુણોને મેળવશે.
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું કહેવું છે કે જેઓ કર્મવાદી છે તેમને સંસાર એક પુદગલપરાવર્ત કરતાં વધારે હોય છે. અને જેઓ પુરુષાર્થવાદી છે તેમનો સંસાર એક પગલપરાવર્ત કરતાં પણ ઓછો હોય છે.
પુરુષાર્થ વિના સિદ્ધિ નથી. અનંતાનુબંધી કષાયોને તેડાય ત્યારે તે મિથ્યાત્વ જાય છે અને સમ્યકત્વ પમાય છે.
જૈનદર્શનમાં નવા કર્મો ન બાંધવા, બાંધેલા કમ તેડવાં તેમ જ ઉદયમાં આવેલા કર્મોને નિષ્ફળ કરવાના પુરુષાર્થ વિના મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ નથી.
જૈનદર્શનમાં કર્મવાદનું મહત્ત્વ સવિશેષ છે. જે કર્મના તાણાવાણમાંથી મુક્ત બનીએ તો જ મુક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગના પ્રવાસી બની શકીએ. નહિતર જીવ જન્મમરણની ઘટમાળમાં કર્મ પ્રમાણે ભમ્યા જ કરશે.
DIET
Life
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org