________________
૩૪૨
જૈનરત્નચિંતામણિ
શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૬૫ સે.મી.ની શ્યામવણી પદ્માસનસ્થ પ્રતિમા ભાવિકોના દિલને ડોલાવે છે. મંદિરની આસપાસ ચારે તરફ ધર્મશાળા બનાવી કમ્પાઉન્ડ વાળી લીધું છે. મંદિરની વિશાળતા અને ભવ્યતા જોતા આ તીર્થમાં આવનાર દાર્શનિકે આનંદ પામે છે. ધર્મશાળા તથા જમવા માટે ભોજનશાળાની સુવિધા છે.
પર પણ જૈન મંદિરના અવશેષે દેખાય છે. જેમાં શ્રી અજિતનાથ ભગવાનની ૧૦૬ સે.મી.ની વેતવણી પ્રતિમા કાત્સર્ગ મુદ્રામાં છે. કહેવાય છે કે આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ આ સ્થળે ધ્યાન ધરતા હતા.
મહ ડી
ગુજરાતના પીલવાઈ રેડથી પાંચ કિલોમીટરના અંતરે અને વિજાપુરથી અગ્નિખૂણે આશરે ૧૦ કિ. મી.ના અંતરે આ પ્રાચીન તીર્થ આવેલું છે.
આ તીર્થનું પ્રાચીન નામ “મધુમતી' હતું એમ કહેવાય છે. બે હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન આ તીર્થનું સંસ્કૃત નામ
ખડાતયન’ હતું. આ ખડાયતન નગરમાંથી જ ખડાયત બ્રાહ્મણે અને ખડાયતા વણિકની ઉત્પતિ થયેલી છે. આ તીર્થની પ્રાચીનતાની સાબિતી આપતા ખંડિયેરે, વાધાઓની વચ્ચે દેખાતા મકાનના પાયા અને ઠેઠ ઉંચાણ પર દેખાતી કિલ્લેબંધી વગેરે આજે પણ નજરે ચડે છે. અહીંથી કેટલીક પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે તે ઈ.સ.ના પહેલા સુકાની હોવાનું મનાય છે. અહીંયા સંખ્યાબંધ જૈન મંદિરે અને શ્રાવકોના ઘર વસેલા
આ તીર્થનું ઘુમટબંધી નૂતન મંદિર વિ. સં. ૧૯૭૪માં બંધાયેલ છે. મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામીની ૫૩ સે. મી. ની પ્રતિમાને આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. સાહેબના વરદ હસ્તે પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
બાવન વીરમાં ત્રીસમાં વીર અને ચોથા ગુણસ્થાનવાળા દેવ તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની વિ. સં. ૧૯૮૦માં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજે અહીં સ્થાપના કરાવી છે. અહીંયા હંમેશા હજારોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભક્તિથી આવીને પોતાની મને કામના પૂર્ણ કરે છે. અહીં આ તીર્થમાં ઘંટાકર્ણ મહાવીરના ધણું ચમત્કારો પ્રસિધ્ધ છે.
આ મુખ્ય મંદિરની પાસે ૨૪ દેવકુલિકાઓ, ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય મંદિર તથા આચાર્ય બુધિસાગરસૂરિજી ગુરમંદિર પણ દર્શનીય છે.
આ તીર્થથી દોઢ કિલોમીટર દૂર સાબરમતી નદીને કિનારે ટેકરી પર કોટયાર્કના મંદિરમાં અનેક કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષો દષ્ટિગોચર થાય છે. તેમાં પંચધાતુની બનાવેલી જટાયુક્ત રેડિયમ નેત્રવાળી કલાત્મક શ્રી શાંતિનાથ પ્રભુની ૧૩૦ સે. મી.ની પ્રતિમા ખૂબ જ તેજોમય અને મનોરમ્ય છે. જેને કેસરીયાજી ભગવાન પણ કહે છે. આ મંદિરની પાસે એક બીજી ટેકરી
પાટણ જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિજી મહારાજના સદુપદેશથી ગુર્જ. રેશ્વર વનરાજ ચાવડાએ વિ.સં. ૮૦૨ના વૈશાખ સુદ ૩ને સેમવારના આ શહેર વસાવ્યું છે. અણહીલપુર તરીકે વિખ્યાત બનેલું આ શહેર એક વખતના ગુજરાતની રાજધાનીના શહેર તરીકે પ્રસિદ્ધ હતું. | ગુજરાતને આ મહારાજ્યની સ્થાપનામાં અને તેને ઉત્તરોત્તર વિકાસ કરવામાં રાજવીઓની સાથે જૈનાચાર્યો, મંત્રીઓ અને શ્રેષ્ઠિઓને ફાળો મહત્વનો છે. વનરાજ ચાવડાથી લઈ સોલંકી અને તે પછી વાઘેલા સારંગદેવ સુધી (રૂ. ૮૦૨ થી સં. ૧૩૫૩) ના કાળમાં રાજકારભારીનું મંડળ ખાસ કરીને જૈનધમી હોઈ રાજવીઓ પણ જૈન ધર્મની અસર તળે આવ્યા હતા. જૈનાચાર્યો
અહિંસા, વ્યસનત્યાગ અને મંદિર નિર્માણ દ્વારા પ્રજા જીવનના સંસ્કાર ઘડી રહ્યા હતા અને વિદ્યામાન્ય કૃતિઓથી જૈન ભંડારને સમૃધ્ધ બનાવી રહ્યા હતા. સમયે સમયે રાજવીઓ પિતાની વિદ્વતાથી પ્રતિબોધ કરી તેઓ ધારી અસર નિપજાવતા હતા.
જૈનગ્રંથની પ્રશસ્તિઓની અનેક ધમાં પાટણ વિષે નોંધાયું છે કે જૈનાચાર્યોથી પ્રતિબોધ પામી વનરાજ, મૂળરાજ, સિધરાજ અને કુમારપાળ જેવા સંસ્કારીપ્રિય નૃપતિઓએ પાટણમાં વનરાજ વિહાર, મુળરાજ વસહિકા, રામવિહાર, ત્રિભુવન વિહાર જેવા વિશાળ અને ભવ્ય ચિત્ય બંધાવ્યા હતા. આ સિવાય પણ આ નગરમાં સેંકડો મંદિર બન્યા હતા.
ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહ અને પરમાહત કુમારપાળ મહારાજાના સમયમાં પાટણમાં સુવર્ણયુગ પ્રર્વતતે હતા. કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિજી, શ્રીમલયગિરિ, શ્રી યશચંદ્ર, શ્રી સોમપ્રભાચાર્ય, પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ વગેરે વિદ્વાનેથી પાટણ વિદ્યાનું કેન્દ્ર બની ગયું હતું. મહામંત્રી વિમલના પગલે પગલે મંત્રીશ્વર મુંજાલ, ઉદયન, શાંતુ મહેતા, આંબડ, વાહડ વગેરે જેન મંત્રીઓએ ગુજરાતને ગૌરવશ્વજ આગળ વધાર્યો હતે. કાળક્રમે વિ.સં. ૧૩૫૩થી વિ.સં. ૧૩૫૬ના સમય દરમિયાન અલાઉદ્દીનના સેનાપતિના હાથે આ નગરને નાશ શરૂ થશે. અનેક મંદિરે નષ્ટ થયા. જાહેરજલાલી ભર્યા નગરનું પતન થયું. પં. કલ્યાણવિજયજી દ્વારા કરાયેલા સંશોધન મુજબ વિ.સં. 1 ૩૭૦ની આસપાસ ફરી નવું પાટણ વસ્યું અને અહીં અનેક મંદિરોના નિર્માણ થયા. આજે અહીં ૫૫ મહેલામાં ૮૪ મોટા મંદિર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org