________________
સર્વસંગ્રહગ્રંથ
૩૪૮
આ તીર્થમાં રહેવા માટે ધર્મશાળા છે. ભોજનશાળાની વ્યવસ્થા નથી.
વાલમ
અને ઉપરના ભાગમાં ચાર ઘુમટ અને શિખરયુક્ત બનેલું છે. મંદિરમાં સફેદ આરસ બિછાવેલો છે અને મૂળગભારામાં અને બહાર રંગબેરંગી કાચનું કલાત્મક કામ દર્શનીય છે.
આ તીર્થમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સુવિધા છે. યાત્રિકોને ભાતુ આપવાને પણ પ્રબંધ છે. તીર્થ મંદિર સુધી બસ તથા કાર આવી શકે છે. નજીકનું રેલવે સ્ટેશન કોઈ ૧. કિ. મી. દૂર છે. ગામ નાનું છે પરંતુ અહીંના ભવ્ય જિનાલયથી. દીપી ઉઠે છે.
વામજ કલેલથી ૧૬ કિ. મી.ના અને સેરીસા તીર્થથી માત્ર ૬ કિ. મી.ના અંતરે આ તીર્થ આવેલ છે.
અહીં શિખરબંધી જિનાલયમાં મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુની ૧.૦૭ મીટરની વેતવણી પદ્માસનસ્થ પ્રતિમા પ્રભાવશાળી જણાય છે.
આ તીર્થને ઈતિહાસ તપાસતાં જણાય છે કે આ તીર્થ સોળમા સૈકાથી પણ વધુ પુરાણુ હોઈ શકે. સં. ૧૫૬૨માં કવિવર લાવણ્ય સમયે રચેલ “ આલોયણ વિનતિ.” નામની ગુજરાતી કાવ્ય કૃતિમાં નીચે પ્રમાણે શબ્દો છે.
સવંત પનરે બાસઠું અલવેસર રે, આદિસર સાખિતે; વામજમાંહે વીનવ્યો સીમંધર રે,
દેવદર્શન દાખિતો.” આ પંક્તિઓ ઉપરથી જણાય છે કે સોળમા સૈકામાં અહીં શ્રી આદીશ્વર ભ.નું મંદિર હતું અને તેમાં શ્રી સિમધર જિનની મૂર્તિ હતી.
મૂળનાયક પ્રભુની પ્રતિમા સંપ્રતિકાળની જણાય છે, પરંતુ તીર્થની પ્રાચીનતાને અંદાજ કાઢ મુશ્કેલ છે. કહેવાય છે કે એક સમયે આ નગર જૈનોના મોટા તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું.. અહીંથી સેરીસા તીર્થ સુધીનું ભોંયરું હતું. આજે પણ આ તીર્થમાં ઠેર ઠેર અનેક પ્રાચીન ખંડેરોના અવશેષો દષ્ટિગોચર થાય છે તે પરથી તીર્થ ધણું પ્રાચીન હોવાનું માની શકાય છે.
આ પ્રાચીન તીર્થ વીસનગરથી ૧૦ કિ. મી. અને ઉંઝાથી ૧૧ કિ. મી.ના અંતરે આવેલ છે.
અહીં સંપ્રતિ મહારાજાના સમયનું ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય છે. મૂળનાયક પ્રભુની ૯૦ સે. મી.ની શ્યામવર્ણ, પદ્માસનસ્થ, મનોરમ્ય પ્રતિમા દશનીય છે.
આ અવસર્પિણી કાળના ૨૦માં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભ.ના શાસનમાં તેમના નિર્વાણ બાદ ૨૨૨ વર્ષે શ્રી અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજીઓ ભરાવેલ તે પૈકીની એક પ્રતિમા અહીં બિરાજેલ શ્રી નેમિનાથ ભ.ની હોવાનું મનાય છે. પ્રતિમા પર કોઈ લેખ નથી પરંતુ પ્રતિમાની કલાકૃતિ પરથી જ તેની પ્રાચીનતા સિદ્ધ થાય છે. ગામની આજુબાજુ અનેક પ્રાચીન અવશેષો જોવા મળે છે તેથી પણ આ તીર્થ પ્રાચીન હોવાનું માનવાને કારણ મળે છે. પ્રતિવર્ષ વૈશાખ સુદ-૬ ના આ તીર્થની વર્ષગાંઠ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે.
આ તીર્થમાં ધર્મશાળા તથા ઉપાશ્રયની સુવિધા છે. ભેજનશાળામાં યાત્રિકોને એક દિવસ ફી જમાડવામાં આવે છે. યાત્રિકોને ભાતુ આપવાનો પણ પ્રબંધ છે.
ગામના બસ સ્ટેન્ડથી તીર્થ મંદિર સુધી કાર કે ટેક્ષી આવી શકે છે. ગલીઓ સાંકડી હોવાના કારણે બસને ગામ બહાર ઊભી રાખવી પડે છે. આ પ્રાચીન તીર્થની સ્પશન કરવા જેવી છે.
વડનગર મહેસાણું-તારંગા રેલવે લાઈન પર આવેલ વડનગર ગુજરાતનું પ્રાચીન નગર હોવાનું મનાય છે. પુરાણોમાં પણ આનંદપુર, ચમત્કારપુર, મદનપુર વગેરે નામે આ નગરની પ્રાચીનતાને નિર્દેશ કરે છે. જૈન ગ્રંથ મુજબ આ નગરનું પ્રાચીન નામ આનંદપુર કે વૃદ્ધનગર હતું.
જેના કલ્પસૂત્ર નામના પવિત્ર આગમ ગ્રંથની શ્રાવકે સમક્ષ વાચનાને આરંભ આ સ્થળે થયો હતે. એ વાચના કયા આચાયે શરૂ કરેલી એ વિષે કથા ગ્રંથ એકમત નથી, પરંતુ જે રાજય સાથે આ ક૯૫ વાચનાની ઘટના ધરાવે છે એનું પ્રમાણ આ લેક પતિ પાડે છે
વીરા ત્રિનાડકશરદચીકત (૯૯૩)
| ત્વ પૂતે ધ્રુવસેનભૂપત યુમિન મહે સંસદિ ક૯પવાચનામાડ્યાં
તદાનન્દપુર ન કઃ સ્તુતે? ”
વિ. સં. ૧૯૭૯ના માગસર વદિ-પના પાટીદાર મહિલાના એક કણબીના ઘર પાસે ખોદતા શ્રી આદીશ્વર ભ.ની પ્રતિમાજી નીકળી આવ્યા હતા. તેને ગામ બહાર એક ધર્મશાળામાં રાખવામાં આવ્યા હતા. એ પછી નૂતન જિન મંદિર બંધાવીને સં. ૨૦. ૨ના વૈશાખ સુદી ૩ ને શાસન સમ્રાટના સમર્થ આચાર્ય શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org