________________
સર્વસંગ્રહગ્રંથ
૩પ૭
નામના રાજાએ પોતાના નામ ઉપરથી આ ગામ વસાવ્યું હોવાથી તેનું ખરું નામ તો “સલખણુપુર' છે. કવિ શ્રી ગુણ વિજયજીએ સં. ૧૯૮૭માં રચેલા “કચર વ્યવહારી રાસ’માં એ સંબંધે આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
ગાઉ પનર પાટણથી દૂરિ, સલખણુપુર નઉં સબલ પડૂર, નૃપ લખમણિ નિવઆવ્યું જેહ, સેહઈ નગર સલક ગુણગેહ. તે પુરમાં વ્યવહારી ઘણું, ઘરમાં માલતણી નહીં મણા, દાન દઈ દેવપૂજા, સાતે ખેત્ર સદા ઉધરઈ.”
અહીં ચૌદમાં સકાથી લઈને સળમાં સત્તરમાં સૈકા સુધી શ્રાવકની વસ્તી સારી હતી અને તેઓ મોટે ભાગે સંપન્ન હતાં, એમ એ આ વર્ણનથી અને બીજો અવાંતર પ્રમાણેથી જણાય છે.
ચૌદમા સિકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા ' માં ઘણો ઉલ્લેખ હોવાથી આ નગરમાં પાર્શ્વનાથ અને શાંતિનાથનાં બે દેવળ હતાં, એમ સ્પષ્ટ થાય છે. (“જૈન સત્યપ્રકાશ” વર્ષ : ૧૭, અંક: ૧)
માંડવગઢના મંત્રી પેથડકુમારે ચૌદમા સૈકામાં જુદા જુદા ગામ-નગરમાં મળીને ૮૪ જિનમંદિર બંધાવ્યાં, તેમાં સલખણપુરમાં પણ એક બંધાવ્યું હતું. એમ શ્રી મુનિસુંદરસૂરિરચિત
ગુર્નાવલી થી જણાવે છે. એ મંદિર ઉપર્યુક્ત બે મંદિરો પૈકીનું હશે કે ભિન્ન એ જાણી શકાતું નથી.
' ૧૮૪૯માં જુના ખંડેરને ખોદીને ઇંટે કાઢતાં તેમાંથી ભોયરૂં નીકળી આવ્યું. આ ભોંયરામાં ૧૫૦-૨૦૦ જેટલી જૈનપ્રતિમાઓ, કાઉસગિયા, કેટલાયે પરિક, દીવીઓ, બંગલુછણાં,
ઓરસિયા, સુખડ અને મંદિરનું શિખર વગેરે પુષ્કળ વસ્તુઓ મળી આવી હતી, એમાંના લગભગ ૨૦૦-૩૦૦ નંગ કદમગિરિ લઈ જવામાં આવ્યાં અને બીજી કેટલીક વસ્તુઓ બહારગામ આપી દેવામાં આવી, આ હકીક્ત અહીંના પ્રાચીન મંદિરોને પુરાવો આપે છે.
નવા મંદિરનો પાયો નાંખવામાં આવ્યું અને પ્રતિમા સ્થાપના કરવા યોગ્ય દેરાસરને થોડો ભાગ સં. ૧૮૭૬માં તૈયાર થયા. સં. ૧૯૦૫માં જેઠ વદી ૮ ને દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આજે અહીં ત્રણ શિખરવાળું ભોંયરાબંધી વિશાળ મંદિર ઊભું છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. મૂળ ગભારો, ભયરૂં, અને ભમતીના ૨૫ ગોખલાઓમાં મૂર્તિઓ બિરાજમાન છે. એ પ્રાચીન સૂતિઓ પરના લેખો તપાસવામાં આવે તો અહીંનાં પ્રાચીન મંદિરે અને તે સમયે શ્રાવકોની વસ્તી અને સ્થિતિનું અનુમાન કરવું સહેલ બને.
આજે અહીં શ્રાવકોનાં ૪૦ ઘરની વસ્તી છે અને ૨ ઉપાશ્રય છે. (સંગ્રાહક : મનુભાઇ ડી. ઝવેરી,)
ટીંટોઈ અમદાવાદથી ઈડર થઈને પગરસ્તે કેસરીયાજી જતાં ટીટેઈ ગામ આવે છે. એ. વી. રેલ્વે લાઈનમાં મેડાસાથી પણ ટીટેઈ જવાય છે. ટીટોઈમાં સુંદર દેરાસર છે. મૂળ નાયક શ્રી મૂહરી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન તથા પ્રભાવશાળી પ્રતિમાજી છે. આ પ્રતિમા મહિમાવંત છે. “જગચિંતામણું નાં ચિત્યવંદન સૂત્રમાં મૂહરીપાસ દુકદ્દરીયા મંડણ પદથી ભગવાનશ્રી ગૌતમ સ્વામીજીએ
\
ઉti
"
Prit
છે. કારણ
.'
(નો
ITIALLY
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org