________________
૩૬૨.
જૈનરત્નચિંતામણિ
મહારાજના સદુપદેશથી થતાં તે સમયે બહારગામથી લાવીને પધરાવેલ પ્રતિમાજીઓથી યુકત ચૌદ દેરીઓની પ્રાણપ્રતિષ્ઠા, ધ્વજારોપણુદિ સંવત ૨૦૧૧ ના ફાગણ સુદ ૩ના મંગલદિને મહત્સવ સહિત થયેલ. પાલ” નામના ગામથી પ્રભુ પ્રતિમાઓ અમે પધરાવતાં બીજી ચાર દેવકુલીકાની પ્રતિષ્ઠા સંવત ૨૦૧૮માં પૂ. પરમ તપસ્વી પં. પ્ર શ્રી રામવિજય ગણિવરની (હાલ પૂ. આ. શ્રી રાજતિલક સૂરિજી) નિશ્રામાં થયેલ.
ખેડબ્રહ્માની નજીકમાં આવેલ “ કલોલ” નામના ગામની ભૂમિમાંથી નીકળેલી છવ્વીસ પ્રભુ પ્રતિમાઓને સંવત ૨૦૨૪ના અષાઢ સુદિ ૧ ના શુભ દિને ધામધૂમ સહિત વડાલીમાં લાવવામાં આવી. તેમાંથી કુલ ૧૫ જિનમૂર્તિએ આ મુખ્ય મંદિરમાં પધરાવાથી ૨૪ તીર્થપતિની સંખ્યા મુજબ કુલ ૨૪ દેરીઓ થઈ. સંવત ૨૦૨૮ અને ૨૦૩૧માં પૂ.આ. વિજય : કાર સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ. આમ ૨૪ દેરીઓથી યુક્ત આ મંદિર ઘણું જ પ્રાચીન છે. મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુની મૃતિ અત્યંત આનંદજનક અને આકર્ષક છે. પ્રવેશદ્વારમાં પેસતાં જ પ્રભુપ્રતિમાના પ્રભાવશાળી દર્શનથી મનને સંતાપ શાંત થાય છે. શાંતિનાથ ભગવાનની જમણી બાજુમાં ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામી તથા ડાબી બાજુમાં આદિપુરૂષ શ્રી આદિનાથ પ્રભુ બિરાજમાન છે, તથા ત્રણ ધાતુની પ્રતિમાઓ છે.
ડુંગરીન પત્થરમાંથી નિર્મિત આ બનાવ જિનાલય મંદિરમાં શિલ્પની ઉત્તમોત્તમ કૃતિઓ મુક્ત અને શિલ્પાંકિત થઈ છે. મુખ્ય મંદિર અને બનાવ જિનાલય વચ્ચે પ્રદક્ષિણ દઈએ તે વિવિધ લાક્ષણિક મુદ્રાઓથી અંકિત નર્તકીઓની શિલ્પાકૃતિઓ આંખમાં સમાઈ ગયા વિના નથી રહેતી. લગભગ બારમી સદી પૂર્વેનું આ મંદિર શિલ્પ અને સ્થાપત્ય કળાને એક નમૂના જેવું છે. અમીઝરણાં, નાગદેવનાં દર્શન, નાટારંભ અને દેવતાઈ સંગીતનું શ્રણ ઈત્યાદિ અનેક ચમકારો અનુભવનારા વૃધે આજે મેજુદ છે. આ મંદિરની બહાર ક્ષેત્રપાલની મૂતિ છે, જે ચમત્કારિક છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમામાંથી અસીમ પ્રમાણમાં અમી ઝર્યા કરતા હોવાના કારણે એની અમીઝરા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધિ થઈ હતી. પછી કઈ આશાતન થવાથી અમી ઝરવું બંધ થયું. આ મંદિરને જિર્ણોદ્ધાર સંવત ૨૦૧૦માં થયો હતો. ત્રણ પ્રતિમાઓ સાણંદ ગામથી લાવવામાં આવેલ. તેની પ્રતિષ્ઠા પૂ. પંન્યાસપ્રર્વર શ્રી પ્રવિણ વિજય ગણિવરની નિશ્રામાં થઈ હતી. તથા કલેલ ગામની નવ જિન મતિઓની પ્રતિષ્ઠા સંવત ૨૦૨૦ માં થયેલ, અત્યારે આ જિનગૃહમાં ૧૧ દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કાર્ય ચાલુ છે. શ્રી રીખવદેવ ભગવાનનું જૈન શ્વેતાંબર જિનાલય
વિ. સંવત ૧૯૩૨માં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા ધામધૂમથી કરવામાં આવેલી. આ દહેરાસર બજારમાં આવેલું છે. કુલ ૧૬ પ્રતિમાજીઓથી પ્રતિષ્ઠિત આ મંદિરમાં પદ્માવતીજી આદિ દેવીઓની મૂતિઓ, તીર્થોના પટે, શિલ્પયુક્ત બારસાખ આદિની સુંદર રચના છે.
શ્રી શાંતિનાથ ભગવાનનું નૂતન
જૈન શ્વેતામ્બર જીનાલય સ્વદ્રવ્યથી નિમિતે શ્રી શાંતીનાથ પ્રભુના આ જિનાલયની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૫ના વૈશાખ સુદ છે થઈ હતી. આ નૂતન જિનાલયના પ્રતિષ્ઠાદિ વિધિને પ્રસંગ શાસન સિરતાજ પરમ શાસન પ્રભાવક તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજની પટધર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી અનંદધન વિજય મહારાજની નિશ્રામાં ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. શ્રી વડાલી નગરે નૂતન શાંતિનાથજી જૈન દહેરાસર
આ દહેરાસરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા માટે નૂતન પ્રતિમાઓ જોઈએ તે માટે મુંબઈ મધ્યે આચાર્યદેવ ચંદ્રોદય સૂરીજી મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે ચોપાટી મથે મૂળનાયક શ્રી શાંતિનાથજી
૨૪ દેરીઓમાં કુલ ૫૯ પાષાણુની પ્રતિમાઓ અને પાંચ ધાતુની પ્રતિમા છે. તેમાં બે કાઉસગ્ગીયા પ્રભુજી છે. અને એક પ્રતિમા ચરમ તીર્થરાજના આદિ ગણધર શ્રી ગૌતમ સ્વામીની છે. વિશેષમાં ચેકીમાં સંવત ૧૯૯૨ આલેખેલ શ્રી શત્રુંજય આદિ તીર્થોના ચાર સુંદર પટ છે. જે મંદિરની પ્રાચીનતાને જણાવવામાં સહાયક છે. ત્યારબાદ પ્રવેશદ્વારમાં જતાં શરૂઆતના ભાગમાં જ જમણી બાજુએ શાસન સેવિકા શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી પદ્માવતીદેવી તથા શ્રી સરસ્વતી દેવીની પ્રતિમા છે. અને ડાબી બાજુએ સમકિતી દેવશ્રી માણિભદ્ર વીરની પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરનું દૃશ્ય દૂરથી મનહર તથા દેવવિમાન સમાન છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર દહેરાસર
શિલ્પ, સ્થાપત્ય અને કલાની દૃષ્ટિએ અનેખું કહી શકાય એવું આ દહેરાસર વડાલીના મય બજારમાં વિશાલ જગ્યા પર પ્રતિષ્ઠિત છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારમાં જ પૂરા કદમાં હાથીની રચના છે. પ્રવેશદ્વારના બારસાખ ઉપરનું પાષાણ-શિલ્પ આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વેનું હોય તેમ જણાય છે. અનુપમ પાષાણશિલ્પ કૃતિઓથી અલંકૃત કરેલા ૧૪ સ્તંભ પર રચાયેલ રંગમંડપ અને એની મધ્યમાં આવેલો ઘુંમટ દેલવાડાના નકશી કામની યાદ અપાવે એવો છે.
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org