________________
સવસંગ્રહગ્રંથ
૩૬૩
તથા આદિશ્વર ભગવાન તેમજ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય પ્રતિમાજીની અંજન શલાકા પણ થઈ તે સમયે દરેક પ્રતિમાઓમાંથી અમીઝરણા થયાં હતાં. આવી ધાર્મિક ક્રિયાઓ સહીત પ્રત્યેક વિધિઓ યોગ્ય સમયે અને શુભ મુહૂર્ત મુનીશ્રી આનંદધન વિજયજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી તેમજ તેમની શુભ નિશ્રામાં દરેકે દરેક વિધિઓ યોજી હતી અને વૈશાખ- સુદ ૬ તા. ૨-૫-૭૯ ના રોજ પ્રભુજી મુળનાયક શ્રી શાંતિનાથજી તેમજ અન્ય પાંચ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા શેઠ શ્રી પોપટલાલ કોદરલાલ તથા તેમના કુટુંબીજનેએ ઘણી જ ધામધુમપૂર્વક પ્રતિષ્ઠિત કરી તેમજ ભગવાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી બહુદ અહંત મહાપુજન ભણાવેલું તેમજ તેમની ધાર્મિક ભાવનાઓ ઘણી જ ઉચ્ચ હેવાથી તે પછી બે વર્ષ બાદ શ્રી પદ્માવતી માતાજીની પ્રતિષ્ઠા કરી છે.
કરનારની સંખ્યા નહિવત થઈ. શાસન દેવની કૃપાથી આ જીલ્લા ને આદિવાસી વિસ્તાર વિજયનગર મહાલના અભાપુર ગામે ધણું જ પ્રાચીન, રમણીય અને ભવ્ય એવા ૫૧ ઈંચ ઊંચા આદીશ્વર ભગવાન અને બીજા તેનાથી સહેજ નાના એવા કુલ પાંચ પ્રતિમાજી જે અત્યંત પ્રાચીન છે. તેની ભાળ મળતાં લાવવામાં આવ્યા અને ઉપાધ્યાય ભગવંત શ્રી સ્વયંપ્રભુ વિજયજી નિશ્રામાં પ્રતિષ્ઠા કરી. શ્રી મહાવીર સ્વામીજીને પ્રાસાદે બિરાજમાન કરતાં ચંદ્ર જેમ દિવસે તે દિવસે સોળે કળાએ ખીલે છે તે રીતે આ ગામની અને જેની દિન-પ્રતિદિન ચઢતી થઈ અને આજે જેનોની વસ્તીમાં લગભગ ૪૦૦ ધર જૈનેના થયા છે. અને જૈન કોમ ઉન્નતિના શિખરે છે. અસલ ગામમાં ફકત બે જીનાલય હતા તેના બદલે મહેતખુરાના કાચના જીનાલય સાથે આજે પાંચ જીનાલયો છે.
આદેશ્વર ભગવાનની પ્રાચીન પ્રતિમાજી જે જીનાલયમાં બિરાજમાન કર્યા તે શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જીનાલય પ્રાચીન અને દર્શનીય છે અને તેમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૫ ઈંચ ઊંચી અલૌકિક, ભવ્ય રમણીય, એવી
ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા ગામમાં બે જૈન દહેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન તથા મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. મૂળનાયક પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર ભગવાનની મૂર્તિ સફેદ આશરે સાડા ત્રણ ફુટ ઊંચાઈ ધરાવતી ભવ્ય મૂર્તિ છે. આ મૂર્તિ ચોથા આરાની બહુ જ પ્રાચીન છે. તેમજ મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ ગૌવર્ણ આશરે સાડા ત્રણ ફુટની ઊંચાઈ ધરાવતી તેજસ્વી અને ભવ્ય છે. જે ચોથા આરાની પ્રાચીન છે. શ્રી સંપતિરાજા વખતની છે. શ્રી મહાવીર સ્વામીના દહેરાસરમાં ઓરડીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ફેણવાળી બાર ઈચની મૂર્તિ પ્રાચીન અને કાળી છે. આ મૂર્તિની અંગરચના થાય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. હિંમતનગર શહેર સ્થિત ચંદ્રપ્રભુજી
મંદિરના જિનબિંબ ગુજરાત રાજયમાં અરવલ્લીના ડુંગરોની હારમાળા તથા જંગલોથી શોભતા એવા સાબરકાંઠા જીલાનું આજે હિંમતનગર નામે ઓળખાતા ગામનું પ્રાચીન નામ અહમદનગર અપભ્રંશ અમરનગર હતું. આ ગામ પંદરમાં સકામાં વસ્યું હોય તેવા અવાંતર પ્રમાણેથી સિદ્ધ થાય છે. આ ગામ વસ્યાની એક યુકિત જબ સસ્સા પે કુત્તા આયા તબ બાદશાહને શહર બસાયા ” એટલે સસલું કુતરાને સામું થઈ ગયેલું આવી શૌર્યવાળી ભૂમિ જોઈ અહમદશાહ બાદશાહે આ શહેર વસાવેલું તેવી લોકવાયકા છે. ભૂતકાળમાં આ ગામમાં જૈનોની મોટી વસ્તી હતી પરંતુ અગમ્ય કારણોવશાત દિવસે દિવસે વસ્તી ઓછી થઈ અને ગામમાં જેના ઘરની સંખ્યા ફક્ત ૧૦ ઘર ઉપર આવી ગઈ. શ્રી મહાવીર સ્વામી ભગવાનને પ્રાચીન જીનાલયમાં સેવાપુજ
HTT
CT ) ]
છે;
-
શિલ્પ સ્થાપત્યમાં થંભે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org