________________
સર્વસંગ્રહગ્રંથ
૩૧૫
૧૧૪ ઉપવાસની ઉગ્રતમ તપશ્ચર્યા દ્વારા જૈન શાસનની જયપતાકા ગગનમાં ફરકાવનાર શ્રાવિકારત્ન જવલબાઈ આ ગામનું ગૌરવ હતા. ત્રણેક વર્ષ પહેલા પૂ. આ. શ્રી વિજયપ્રતાપરિજી મ. સાહેબ પાલિતાણાથી છરી પાલિત સંધ સાથે અત્રે પધારતા, અત્રે કાળધર્મ પામેલ હતા. તેમની અગ્નિસંસ્કારની જગ્યા અહીં વંડીના દેરાસરજીના કમ્પાઉન્ડમાં જ છે. ત્યાં તેમની ચરણ પાદુકાની નાનકડી છતાં નયનરમ્ય દહેરી તૈયાર કરવામાં આવી છે.
બડેજ પાર્શ્વનાથ માંગરોળથી પોરબંદર જતાં વચ્ચે ૪૫ કિ. મી. ના અંતરે બડેજ ગામ આવે છે. સડકથી એક કી. મી. ના અંતરે ગામ છે. બસ જઈ શકે છે. ગામની મધ્યમાં પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન જિનમંદિર છે. મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અતિ તેજસ્વી અને મનને હરનારી જણાય છે. પ્રતિમા સંપ્રતિકાળની મનાય છે. જંગલમાં મંગલ સમું આ જિનચૈત્ય જિર્ણોદ્ધાર માંગી રહ્યું છે. આ દેરાસરનો જિર્ણોદ્ધાર કરાવવાની ખાસ આવશ્યકતા છે. ગામમાં જૈનેની વસતિ નથી. દેરાસરને વહીવટ પોરબંદરને જૈનસંઘ કરે છે. પોરબંદર અને માંગરોળના જૈનસંઘે પ્રતિવર્ષ સમૂહમાં અહીં યાત્રાએ આવે છે. આ પ્રાચીન તીર્થની યાત્રાને લાભ લેવા જેવો છે.
પોરબંદર માંગરોળથી ૭૦ કિ. મી. ના અંતરે આવેલ આ શહેરમાં પહોંચતા હૈયામાં અકથ્ય આનંદને અનુભવ થાય છે. પોરબંદર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. અહીં તેમના જીવન-કવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર છે. આ શહેરમાં ત્રણ સુંદર જિનાલય છે. તેમાં (૧) શ્રી શાંતિનાથ ભગવંતનું (૨) શ્રી વાસુપૂજયસ્વામીનું અને (૩) શ્રી કલ્યાણી પાર્શ્વનાથનું દેરાસર આકર્ષક અને દર્શનીય છે. ઊતરવા માટે પોરબંદર વીસા શ્રીમાળી જૈનવણિક જ્ઞાતિની ધર્મશાળા છે. અહીં ભેજનશાળા પણ શ્રી સંધ ચલાવે છે. અહીંના જોવાલાયક સ્થળોમાં કીતિમંદિર, સુદામા મંદિર, ભારત મંદિર, મ્યુઝિયમ વગેરે છે. પોરબંદર સૌરાષ્ટ્રનું એક સારું એવું બારમાસી બંદર છે. શહેરની વસતિ ૮૦ હજારની આસપાસ છે. તેમાં આપણું દેરાવાસી જેનેના ૩૫૦ ઘર છે. વેરાવળથી પોરબંદર આવતા માગમાં ચરવાડ, શારદાગ્રામ, હોલીડે કેમ્પસ જેવા કુદરતી સૌંદર્યધામની મુલાકાત લેવા જેવી છે.
વંથલી જૂનાગઢથી ૩૨ કિ.મી. ના અંતરે આવેલ આ પુરાણ શહેરની સ્પર્શના કરવા જેવી છે. પ્રાચીનકાળમાં “વામનસ્થલી ' કે “દેવલી” તરીકે ઓળખાતું આ નગર જૈન ધર્મના કેન્દ્ર
તરીકે પ્રભાસપાટણ સાથે સીધી સ્પર્ધા કરતું હતું. અહીંના ધનાઢચ જેનોની યશોગાથા જૈન સાહિત્યના પૃષ્ઠ ઉપર બેંધાયેલી છે. સિદ્ધરાજ જયસિંહના મંત્રી અને સોરઠના દડનાયક સજજન મંત્રીની આ જન્મભૂમિ છે. હાલ વંથલીમાં બે ભવ્ય જિનપ્રસાદ પ્રાચીનતાના પ્રતીકરૂપે શોભી રહ્યા છે. એક શ્રી પદમપ્રભસ્વામીનું અને બીજુ શ્રી શીતલનાથ ભગવંતનું જિનાલય વંથલીના પ્રાચીન ઇતિહાસમાં આપણને ખેંચી જાય છે. અને મૂળ નાયકની પ્રતિમાઓ પૂર્વે અહીં ખોદકામ થતાં જમીનમાંથી મળી આવેલા છે. આ પ્રતિમાઓ સંપ્રતિ મહારાજા કે તેથી પણ અગાઉની હોય તેમ તેમની દિવ્ય તેજોમય આકૃતિ ઉપરથી જણાય છે. દર્શન કરતા કલાક સુધી એ પ્રતિમાજી પાસેથી ખસવાનું મન થતું નથી. દહેરાસરને વહીવટ શ્રી વંથલી જૈન સંધ કરે છે. ઉપાશ્રય, ધર્મ, શાળા તથા પાઠશાળાના સુંદર મકાન છે. યાત્રિકોને અહીં ભાતુ અપાય છે. દેરાસર સુધી કાર જઈ શકે છે. બસને ગામ બહાર ઊભી રાખવી પડે છે. આ પ્રાચીન તીર્થની યાત્રા કરી કૃતાર્થ થવા જેવું છે.
જૂનાગઢ જગમાં તીરથ દ વડા, શત્રુંજય ગિરનાર;
એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમિકુમાર. સોરઠની સહામણી અને શૌયવંતી ધરાના શરછત્રરૂપ શ્રી ગિરનારજી તીર્થની શીતલ છાયામાં આ પ્રાચીન ગામ વસેલું
- - -
.
Inlali
FRE
|||||
IlIIIFrel|
IIIIIIIII) |gbjpull
IિTI/
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org