________________
૩૨૨
જેનરત્નચિંતામણ
થયા; જેમણે અનેક વિષયના ગ્રંથ લખી ભારતીય સંસ્કૃત – પ્રાકૃત સાહિત્યમાં વિશિષ્ટ ફાળે આપી નામના મેળવી છે. શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સમયે ચંડી માટેનું ચૈત્ય વિદ્યમાન હતું. એ પ્રાચીન મંદિરમાં કોઈ ચેવાન આજે વિદ્યમાન નથી. આજે અહીં જેનોના અધર વિદ્યમાન છે. બે ઉપાશ્રય છે અને એક ઉપાશ્રયમાં અલગ ઓરડામાં ઘર-દેરાસર છે. તેમાં આદિશ્વરની મૃતિ છે. શ્રી હેમચંદ્રાચાર્યની આરસની મૂર્તિ પણ છે.
સાવરકુંડલા નાવલી નદીના કિનારે વસેલ સૌરાષ્ટ્રના આ શહેરમાં પ્રવેશતા જ જાણે ઐતિહાસિક નગરમાં આવ્યા હોય તેમ લાગે છે. શહેરની મધ્યમાં શ્રી ધર્મનાથ સ્વામીનું ભવ્ય ગગનચુંબી જિનમંદિર નગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. અહીં આપણુ . મૂ. જેના ૩૫૦ ઘરની વસતિ છે. શહેરની છેવાડે આવેલ શ્રી જૈન વિદ્યાથી ગૃહમાં શ્રી શાંતિનાથ ભગવાનનું નાનકડું છતાં નયનરમ્ય જિનાલય દર્શનીય છે. ઈતિહાસ પ્રસિદ્ધ જોગીદાસ ખુમાણનું આ ગામ આજે પણ એ જ ખુમારીથી ઊભેલું જણાય છે. આઝાદી પછીના છેલ્લા બે દાયકામાં આ શહેરને ઝડપી વિકાસ થયો છે. વિકસતા જતા ધંધા અને ઉદ્યોગોથી આ શહેરની રોનક બદલાઈ રહી છે. વિહારને માર્ગ હાઈ સાધુ-સાધ્વીજી મહારાજને સા રે લાભ મળે છે.
બોટાદ અમદાવાદ-ભાવનગર રેલવે માર્ગ પર આવેલું આ શહેર જૈનેની કેન્દ્ર વસતિ ધરાવે છે. અહીં ગામની મધ્યમાં યુગાદિ જિનેશ્વર શ્રી ઋષભદેવ સ્વામીનું ભવ્ય જિનાલય શોભી રહ્યું છે. પરાની સોસાયટીમાં શ્રી મહાવીર સ્વામીનું રમણીય જિનાલય દશનીય છે. સ્વ. આ. શ્રી વિજય લાવણ્યસૂરિજી મહારાજ તથા સ્વ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ. આ નગરના રને હતા. ગુજરાતના કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકરને જમ પણ આ ભૂમિમાં થયો હતો. સ્વચ્છ રાજમાર્ગો અને રસ્તા પરના ઊંચા મકાને શહેરની ભવ્યતાને ખ્યાલ આપે છે. તાલુકાનું મથક છે. ટ્રેન તથા બસ માગે રાજ્યના મોટા ભાગના શહેરો સાથે જોડાયેલું છે. વેપાર-ધંધા સારા છે. વિહારને માગ હે ઈ પૂ. સાધુ-સાધ્વીજી મ. ને લાભ અહીં મળતો રહે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની વ્યવસ્થા છે.
પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં પ્રવેશતા જ ભાવિકો આલોદ અનુભવે છે. આ જિનાલય અતિ પ્રાચીન જણાય છે. સં. ૧૧૭૪ના મળી આવેલા એક શિલાલેખ પરથી આ શહેર કેટલું પ્રાચીન છે તનું સંશોધન કરવા જેવું છે. બીજા બે જિનાલયો શ્રી શાંતિનાથસ્વામીનું તથા શ્રી આદિશ્વર ભગવાનનું માંડવી વિસ્તારમાં આવેલ છે. ધોળી પળના નાકે આવેલ શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર પણ દર્શનીય છે. દસમા સૈકામાં થઈ ગયેલા વિનયપ્રભ ઉપાધ્યાય રચિત “તીર્થયાત્રા સ્તવન” માં “નયરિ વઢવાણિ રિસહસ તિર્થંકરા ના ઉલેખથી આ શહેરની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. ગામ બહાર ભોગાવા નદીના કિનારે એક દેરી છે. જેમાં ભગવાન મહાવીરને ઉપદ્રવ કરનાર શૂલપાણિ યક્ષની સ્થાપના કરેલી છે.
ઈતિહાસ પ્રસિદ્ધ રા'ખેંગારની પત્ની રાણકદેવી અહીં સતી થઈ હતી તે જગ્યા પર એક મંદિર બાંધવામાં આવ્યું છે. પૂર્વે અહીં થયેલ મરકીના ઉપદ્રવ વખતે પોતાની જાતની પરવા કર્યા વિના મહારેગમાંથી લોકોને ઉગારનાર શહીદ શ્રી મેતીભાઈ દરજીનું સ્મરણ આ શહેરમાં પ્રવેશતા જ થઈ આવે છે. પ્રાચીન કાળના નમૂનારૂપ માધાવાવ અને રાજાને મહેલ જોવાલાયક છે.
અહીં જેનેની લગભગ ૩,૦૦૦ની વસતિ છે. અહીંથી પાંચ કિ. મી. ના અંતરે આવેલ સુરેન્દ્રનગર શહેરમાં શ્રી વાસુપૂજ્ય
સ્વામીનું ભવ્ય દેરાસર દર્શનીય છે. આ ઉપરાંત જોરાવરનગર, રતનપરના નૂતન જિન મંદિરે દર્શનીય છે. નજીકના શિયાણી ગામમાં સંપ્રતિ મહારાજના સમયનું ઐતિહાસિક પ્રાચીન જિનમંદિર દર્શનીય છે.
રાજકોટ સૌરાષ્ટ્રનું અગ્રગણ્ય શહેર છે. શહેરનું ભાતીગળ જીવન અને માર્ગ પરના બહુમાળી મકાને ચિત્તને આકર્ષે છે. અહીં માંડવી ચેકમાં દેરાશેરીમાં આવેલ શ્રી સુપાર્શ્વનાથસ્વામીનું ભવ્ય જિનાલય જતા આનંદવિભોર બની જવાય છે. દેરાસરજીના પ્રાંગણમાં જ ધર્મશાળા, પૌષધશાળા, આયંબિલશાળા ઇત્યાદિના મકાને છે. સદર બજારમાં આવેલ સુંદર શિખરબંધી ગોડી, પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર અને જ્યુબીલી બાગ પાસે શેઠ છોટુભાઈ પટ્ટણીનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘર દેરાસર દર્શનીય છે. આ ઉપરાંત અન્ય નવ જેટલા દેરાસરે દર્શનીય છે. આઝાદી પછી આ શહેરને ઘણે વિકાસ થયો છે. ઉદ્યોગોથી ધમધમતું આ શહેર જિલ્લાનું મથક છે. રેલવે, બસ અને હવાઈ માર્ગે દેશના ઘણા ભાગે સાથે જોડાયેલું છે.
વઢવાણ ઝાલાવાડ વિસ્તારના કેન્દ્ર સમું આ શહેર પ્રાચીન સમયમાં વર્ધમાનપુર' તરીકે ઓળખાતું. અહીં ચાર ભવ્ય દેરાસરે દશનીય છે. ઉપાશ્રયે, પાઠશાળા, જ્ઞાનભંડારે અને ધર્મશાળાના પણ વિશાળ મકાન છે. લાખુમાળમાં આવેલ શ્રી શામળા
જામનગર પુરાતત્ત્વની દૃષ્ટિએ જામનગરને ઇતિહાસ બહુ પુરાણે નથી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org