________________
સર્વસંગ્રહગ્રંથ
૩૨૧
બારમા સૈકાથી પ્રાચીન હોય એમ જૈન ગ્રંથે પરથી પ્રતીતિ થાય છે. આ ગામમાં કવિ સાધારણ અપર નામ શ્રી સિદ્ધસેનસૂરિજીએ સં. ૧૧૨૩માં વિલાસ થઈ કહા નામના પ્રાકૃતમાં ગ્રંથ રચ્યો હતો. તે પછી લગભગ ૧૧૪૫ના અરસામાં શ્રી પ્રથવીસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજી આ ગામમાં વિદ્યમાન હતા, ત્યારે તેમણે સાહિણી નામની શ્રાવકના સ્વપ્નનું ફળ કહ્યું હતું. એ ફળ અનુસાર ચંગદેવને જન્મ વિ. સં. ૧૧૪૫ના કાર્તિક-૧૫ના દિવસે થયો હતો. એ જ બાળક શ્રી દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ નામે ખ્યાત
જિનાલયની અંદર મુખ્ય જિનમંદિરમાં મૂ. ના. ભગવંત શ્રી સંભવનાથજી અને સામે આવેલા નૂતન જિનમંદિરમાં મૂના ભગવંત શ્રી શાંતિનાથજી છે. અન્ય વિશાળ જિનબિંબ પરિવાર છે.
જિનાલયની બાજુએ અને સામે બે વિશાળ ઉપાશ્રય છે, જેને પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના નિવાસ, દૈનિક, ધાર્મિક અનુષ્ઠાનાદિ તથા ધર્મક્રિયાઓ કરવા તેમજ વ્યાખ્યાન માટે વપરાશ થાય છે.
જૈનની વસતિમાં વિસા ઓસવાળ, વીસા શ્રીમાળી, પટણી, સ્થાનકવાસી, દશાશ્રીમાળી વગેરે શ્રદ્ધાળુ સુખી લોકો છે.
જિનાલયના સંચાલન તેમજ સાધર્મિક ભક્તિ અને સાધુસાધ્વી વૈયાવચ્ચની વ્યવસ્થા માટે સ્થાવર મિલકતોનું નિર્માણ દીર્ધદષ્ટિપૂર્વક સ્વ. વકીલ શ્રી સુંદરજી ડાયાભાઈ, વગેરેએ કરેલ છે. જિનાલયની આસપાસ અને બજારમાં ટ્રસ્ટની માલિકીની સાધારણ દ્રવ્યખાતામાંથી સંપાદિત કરેલ મિલકત આવેલી છે. તેમાંથી સાધારણ દ્રવ્ય અને દેવદ્રવ્ય ઉપાર્જિત થાય છે. તે દ્રવ્ય જે તે ખાતામાં જ ચુસ્ત રીતે વપરાય છે. તેથી આજે સંચાલનમાં ખાધ નથી.
અહીંથી વીસેક મુમુક્ષુ આત્માઓ પ્રવજ્યા અંગીકાર કરી મેક્ષમાર્ગે વિહરી રહ્યા છે તે શ્રી સંધ માટે ગૌરવપ્રદ છે.
(સંકલન : રસિકભાઈ એ. શાહ)
ધોળકા આજે ધોળકાના નામે ઓળખાતા ગામનું પ્રાચીન નામ ધવલકપુર હતું. બારમા સકા લગભગમાં એ વસ્યું હોય એવો અવતર પ્રમાણેથી સિદ્ધ થાય છે. લોકવાયકા એવી છે કે મહાભારતનું વિરાટનગર એ જ આજનું ધોળકા. એના પુરાવારૂપે પાંડવોના કેટલાક સ્થળ પણ લોકોએ શોધી કાઢયા છે. પરંતુ એને ઇતિહાસનો કશે સંચાર મળ્યા નથી.
બારમા સૈકાથી લઈને ચૌદમા–પંદરમા સૈકા સુધીમાં આ નગરમાં બનેલી એતિહાસિક ઘટનાઓથી અહીં જૈનેની ભારે જાહેરજલાલી હતી એમ જણાઈ આવે છે. શ્રી અભયદેવસૂરિ જેમણે નવ અંગે પર વિ. રે. ૧૧૨૦ થી ૧૧૨૯માં ટીકાઓ રચી હતી તેઓ ધોળકામાં પધાર્યા હતા. આ હકીકતથી જણાય છે કે અહીં શ્રાવકોની વસતિ સારા પ્રમાણમાં હોવી જોઈએ. તેમ જ જૈન મંદિરે પણ હેવા જોઈએ. આ નગરમાં આવેલા શ્રી ધર્મદેવ, આ બાળકના પ્રતાપી લક્ષણે જોઈને તેને સં. ૧૧૪૧માં દીક્ષા આપી હતી.
પણ
ધંધુકા ધંધુકા કેટલું પ્રાચીન હશે એ જાણી શકાયું નથી. પરંતુ
જૈન મંદિરોની રચના પદ્ધતિમાં શિપ, સુશોભનોએ
પરમ પ્રતિષ્ઠા ઊભી કરી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
ducation Intomational
www.jainelibrary.org
For Private & Personal Use Only