Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૯
ભવ્યત્વપણું કંઈ નષ્ટ થતું નથી. તેમનું ભવ્યત્વપણું સદા યથાવત્ રહે છે.
કનકપાષાણમાં કનક અને પાષાણના વિયોગની યોગ્યતા હોવા છતાં, એટલે કે કનકને કનકપાષાણથી જુદું પાડી શકાતું હોવા છતાં બધા જ કનકપાષાણથી કનક જુદું પડતું નથી, પણ વિયોગ થઈ શકે એવી સામગ્રી જેને મળે છે તે જ કનકપાષાણમાંથી કનક જુદું પડે છે. વળી, તે સામગ્રી અન્ય પ્રકારના પાષાણને મળે તો તેમાંથી કનક પ્રાપ્ત થતું નથી, માત્ર કનકપાષાણમાંથી જ પ્રાપ્ત થાય છે; એટલે કે કનકપાષાણની જ તે વિશેષ યોગ્યતા છે, સર્વ પ્રકારના પાષાણની નહીં. તે જ પ્રકારે ભલે બધા ભવ્યો મોક્ષે ન જાય છતાં જે પણ જીવ મોક્ષે જાય છે તે ભવ્ય જ હોય છે, તેથી મોક્ષે જવાની યોગ્યતા ભવ્યમાં જ મનાય છે અને કોઈ પણ અભવ્ય મોક્ષે જતો નથી, તેથી અભવ્યમાં મોક્ષે જવાની યોગ્યતાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.
૬૩
સુવર્ણ, મણિ, પાષાણ, ચંદનકાષ્ઠ એ બધાંમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે, પરંતુ જો કોઈ શિલ્પી એને ઘડે નહીં તો એમાંથી પ્રતિમા બનતી નથી. જો શિલ્પીનો સહયોગ મળે તો તેમાંથી પ્રતિમા ઘડાય છે. વળી, સુવર્ણ આદિમાં પ્રતિમા થવાની યોગ્યતા હોવા છતાં તે બધાંમાંથી પ્રતિમા બનશે જ એવું પણ નથી. એટલે ઉક્ત દ્રવ્યોમાંથી પ્રતિમાનું નિર્માણ ન થયું હોય કે ન થવાનું હોય તોપણ તે પ્રતિમા માટે અયોગ્ય છે એમ કહી શકાય નહીં. વળી, જો શિલ્પીને મૂર્તિનું નિર્માણ કરવું હોય તો તે એમાંની જ કોઈ વસ્તુમાંથી મૂર્તિ બનાવી શકે છે, અન્યમાંથી નહીં. સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે રહેલા પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે, પછી ભલે તેમાંથી કદી પ્રતિમા ન બને, પણ તેથી કંઈ તેની તે યોગ્યતાનો નાશ ન થઈ જાય. તે જ પ્રકારે જે ભવ્યો કદી મોક્ષે જવાના નથી તેમને અભવ્ય ન જ કહી શકાય. સારાંશ એ છે કે એવો નિયમ બનાવી શકાય કે જે દ્રવ્યો પ્રતિમાયોગ્ય છે તેની જ પ્રતિમા બને છે, અન્યની નહીં અને જે જીવો ભવ્ય છે તેઓ જ મોક્ષે જાય છે, અન્ય નહીં; પરંતુ એવો નિયમ ન બનાવી શકાય કે જે દ્રવ્યો પ્રતિમાયોગ્ય છે તેની પ્રતિમા બને જ છે અને જે જીવો ભવ્ય છે તેઓ મોક્ષે જાય જ છે.
આમ, જેટલા ભવ્યો છે તેટલા મોક્ષે જશે જ એવો નિયમ સાચો ઠરતો નથી, પરંતુ જેટલા મોક્ષે જશે તેટલા તો ચોક્કસ ભવ્યો જ હશે એ નિયમ સાચો ઠરે છે. ભવ્ય મોક્ષે જાય પણ ખરા અને ન પણ જાય, પણ એક વાત સાચી છે કે જે જે મોક્ષે ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ‘ધવલા', પુસ્તક ૪, ખંડ ૧, ભાગ ૫, સૂત્ર ૩૧૦,
પૃ.૪૭૮
'ण च सत्तिमंताणं सव्वेसि पि वत्तीए होदव्वमिदि णियमो अस्थि सव्वस्स वि हेमपासाणस्स हेमपज्जाएण परिणमणष्पसंगा । ण च एवं,
ગળુવહંા।’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org