________________
૩૯૧
પ્રગટ થાય તે અધિગમજ સમ્યગ્દર્શન કહેવાય છે. તેમાં આત્મજ્ઞાની ગુર્વાદિના ઉપદેશનું પ્રત્યક્ષ નિમિત્ત હોય છે.
ગાથા-૧૦૬
જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે. જ્યારે તે ભ્રમણા ટળે છે ત્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરે, આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળી પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે તો તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળીને ઉત્પન્ન થયેલા સમ્યગ્દર્શનને અધિગમજ સમ્યગ્દર્શન કહે છે. કોઈ વાર એવું બને કે જે ભવમાં સદ્ગુરુનો યોગ થયો હોય તે ભવમાં તેને સમ્યગ્દર્શન પ્રગટતું નથી, પરંતુ પછીના કોઈ ભવમાં, સદ્ગુરુનો યોગ થયા વિના, પૂર્વના સંસ્કારના બળથી સમ્યગ્દર્શન પ્રગટે છે. આ રીતે ઉત્પન્ન થયેલ સમ્યગ્દર્શનને નિસર્ગજ સમ્યગ્દર્શન કહે છે.
આમ, નિસર્ગજ સમ્યગ્દર્શન કર્મના ઉપશમાદિના નિમિત્ત દ્વારા પૂર્વસંસ્કારના બળે ઉત્પન્ન થાય છે, જ્યારે અધિગમજ સમ્યગ્દર્શન તત્ત્વનિર્ણયની નક્કર ભૂમિકાની અપેક્ષા રાખે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શિષ્ય સમ્યગ્દર્શન અર્થે શ્રીગુરુના અવલંબને છ પદનો નિર્ણય કરવા ઇચ્છે છે. આત્માનાં છ પદ વિષે તે મૂંઝાયેલો છે. આવી પરિસ્થિતિમાં તે શ્રીગુરુ પાસેથી છ પદનું સમાધાન મેળવે છે. તત્ત્વનિર્ણય અર્થે તે છ પદની વિચારણા કરે છે. છ પદની વિચારણાનું માહાત્મ્ય તથા તેનાં ફળનો નિર્દેશ કરતાં શ્રીમદ્ લખે છે
—
“આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.’૧
Jain Education International
આત્માર્થી જીવને તેની સુપાત્રતાના કારણે પરિભ્રમણની ચિંતના જાગે છે કે અનંત કાળના પરિભ્રમણમાં પોતે ચોર્યાસી લાખ યોનિઓમાં નિરંતર જન્મ-મરણ કર્યાં છે. આ ક્લેશમય સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં તેણે અનંત દુઃખ ભોગવ્યાં છે. તેથી અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી અભિલાષા તેને હવે જાગે છે. ‘જ્યાં અનેક પ્રકારના અકથ્ય દુઃખના પ્રસંગો ઉત્પન્ન થાય છે, તે ક્ષણભંગુર અને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૨-૪૫૩ (પત્રાંક-૫૭૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org