Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૧
६७७
તેનો કદી અંત આવતો નથી, કેમ કે તે તો આત્માનું સ્વરૂપ જ છે. જેમ આત્માનો અંત નથી, તેમ તેના આશ્રયે પ્રગટેલાં નિર્મળ પરિણામનો પણ અંત નથી.
આમ, વૃત્તિ નિજભાવમાં - આત્મસ્વભાવમાં વહે ત્યારે આત્મા અકર્તા થાય છે. કર્તાપણાને સાપેક્ષ ભોક્તાપણું હોવાથી કર્તાપણું મટતાં ભોક્તાપણું પણ રહેતું નથી. તે વિષે હવે વિચારીએ –
જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જેમ ક્રોધાદિ વિકારના અકર્તાપણારૂપ શક્તિ છે, તેમ તેનામાં હર્ષ-શોકાદિ વિકારના અભોક્તાપણારૂપ શક્તિ પણ છે. સમસ્ત કર્મથી કરવામાં આવેલાં અને આત્માના જ્ઞાતૃત્વમાત્રથી જુદાં એવાં પરિણામોના અનુભવના ઉપરમસ્વરૂપ આ અભોસ્તૃત્વશક્તિ છે. આત્માનો સ્વભાવ વિકારના ભોગવટાથી રહિત છે. હર્ષ-શોક આત્માના જ્ઞાતાભાવથી જુદા છે. આ જ્ઞાતાભાવના લક્ષે પર્યાયમાંથી હર્ષ-શોકનું ભોક્તાપણું ટળી જાય છે અને તે જ અભાતૃત્વશક્તિનું નિર્મળ પરિણમન છે.
શરીર કપાય તો પણ તેનું વેદન આત્માને થતું નથી અને તે તરફના અણગમાનું વેદન કરવાનો પણ આત્માનો સ્વભાવ નથી. જ્ઞાયક સ્વભાવનું વેદન કરવાનો આત્માનો સ્વભાવ છે. પરલક્ષે થતા હર્ષ-શોકના ભાવોને અનુભવવાની યોગ્યતા એકસમયવર્તી પર્યાયમાં છે, પણ આત્માનો ત્રિકાળી સ્વભાવ તો તે અનુભવથી રહિત જ છે. જો ત્રિકાળી સ્વભાવ જ એવો હોય તો વિકારનું વેદન છૂટીને નિર્વિકાર આનંદનું વેદન થઈ શકે નહીં. આત્માનો ત્રિકાળી સ્વભાવ હર્ષ-શોકના ભોગવટા વગરનો, જ્ઞાયક રહેવાનો છે. આ જ્ઞાયકસ્વભાવને મુખ્ય કરીને હર્ષ-શોકાદિ વિકારી ભાવોને કર્મથી કરવામાં આવેલા કહેવાય છે. કર્મ તરફના વલણવાળો જીવ જ હર્ષ-શોકનો ભોક્તા થાય છે, માટે તેને આત્માનું કાર્ય ન કહેતાં કર્મનું કાર્ય કહેવામાં આવે છે.
આત્માથી ભિન્ન એવા શરીર, ધન, સ્ત્રી, અન્ન, વસ્ત્ર વગેરે પરપદાર્થને ભોગવવાનું તો આત્માના સ્વરૂપમાં કદી છે જ નહીં. પરદ્રવ્યનો ભોગવટો કરું છું' એમ અજ્ઞાની માને છે, પણ તે તો માત્ર તેની ભ્રમણા છે. તે કદી પરને ભોગવી શકતો નથી, પણ પર તરફના વલણથી હર્ષ-શોકના ભાવ કરીને, અજ્ઞાનભાવથી માત્ર તે હર્ષાદિ વિકારી ભાવોને ભોગવે છે. તે પરવસ્તુને નથી ભોગવતો, પણ પરમાં સુખ-દુઃખની કલ્પના કરીને માત્ર વિકારી ભાવોને જ ભોગવે છે. જો કે આ હર્ષ-શોકના ભાવો પણ આત્માના જ્ઞાયકભાવથી જુદા છે, તેથી તેને ભોગવવાનો પણ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાયકસ્વભાવમાં એકાગ્ર થઈને પોતાના વીતરાગી આનંદને ભોગવવાનો છે.
આ રીતે આત્માનાં દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં કશે પણ પરદ્રવ્યનો તો ભોગવટો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org