Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
७४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નક્કી કરી શિષ્ય કહે છે કે “વતું ચરણાધીન'.
શિષ્ય આત્મા આપનાર શ્રીગુરુ પ્રત્યે વિનયથી અર્જાઈ જાય છે. તે પરમ ઉપકારી શ્રીગુરુના ચરણોમાં પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દે છે. શ્રીગુરુના ચરણમાં સર્વ સમર્પણ કરીને શિષ્ય ભાવના ભાવે છે કે “હે પ્રભુ! હું આપના ચરણે પ્રણત છું. આ ધરતી ઉપર બધું જ નશ્વર છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે, નિર્માલ્ય છે. જીવન, સ્વજન, ધન - સંસારનું સર્વ અસાર છે, અશરણરૂપ છે. આપની કૃપાદૃષ્ટિ જ સારરૂપ છે. આપનું શરણ મારું સૌભાગ્ય છે. પારાની જેમ સરી જતું, સરકી જતું, વેરાઈ જતું, વીખરાઈ જતું મારું મન આપના બોધ વડે સ્થિર થયું છે. આપની ઇચ્છા જ મારા માટે સર્વસ્વ છે. હે નાથ! મારી બધી ઇચ્છાઓ અને યોજનાઓ છોડી દઈ મારા જીવન માટે આપની જે ઇચ્છા હોય તે હું સ્વીકારું છું. હું મારી જાતને અપું છું. મારું જીવન, મારું બધું જ આપને સમર્પ છું. મને આપની સાથેની સર્વકાલીન અભેદતા આપો. મારું પોતાનું અસ્તિત્વ જ ન રહો. આપને રાજી કરવામાં, આપની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં મારો પ્રત્યેક સમય વીતે એવા આશીર્વાદ આપો.'
આમ, “શું પ્રભુચરણ કને ધરું?' એવી મૂંઝવણના ઉકેલરૂપે સુશિષ્ય “વતું ચરણાધીન’નો નિશ્ચય કરે છે, અર્થાત્ શ્રીગુરુના શરણે આજ્ઞાંકિતપણે વર્તવાની પ્રતિજ્ઞા કરે છે. જો કે સદ્ગુરુને શિષ્યના બદલાની કિંચિત્માત્ર ઇચ્છા હોતી નથી. સદ્ગુરુ તો પરમ નિષ્કામ હોય છે. માત્ર નિષ્કારણ કરુણાથી જ તેઓ ઉપદેશના આપનાર છે. આ તો શિષ્ય શ્રીગુરુનું ઋણ ચૂકવવાનો પોતાનો ધર્મ બજાવે છે.
જેમનો આત્માર્થબોધક દિવ્ય ઉપદેશ મુખકમલમાંથી નીકળતાં જ સુપાત્ર જીવને હૃદય સોંસરવો ઊતરીને તેને આત્મદર્શન પમાડે છે, શાશ્વત-અતીન્દ્રિય આનંદરસનો ભોક્તા બનાવે છે; એવા ઉપકારી પરમકૃપાળુ શ્રીગુરુ તો નિઃસ્પૃહ અને નિષ્કામ છે. શ્રીગુરુ તો નિષ્કારણ કરુણાના અખૂટ ભંડાર છે અને નાત-જાત, સંપ્રદાય, દેશ, વેશ, ઉંમર, લિંગ કે એવા કોઈ પણ લૌકિક પ્રકારને લક્ષમાં રાખ્યા વગર કેવળ શિષ્યના કલ્યાણ માટે તેમની અમૃતવાણીરૂપ ગંગા તેમના અલૌકિક દિવ્ય હિમગિરિરૂપ વ્યક્તિત્વમાંથી સહજપણે પ્રવહે છે. તેમના નિષ્કારણ ગુણાતિશયને વંદન કરતાં શ્રીમદ્ લખે છે –
“જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org