Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૭
૭૭૫ તેમાં સ્વ-૫૨ વિષે દસ બોલ લખ્યા છે, જેમાં પ્રથમ બોલમાં સ્વ અને પરને ભિન્ન ભિન્ન જુઓ એમ જણાવ્યું છે અને પછી તે બન્નેને ભિન્ન ભિન્ન જાણીને શું કરવું તે માટે બીજા નવ બોલ લખ્યા છે. જુઓ – ‘સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો). પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.”
અહીં શ્રીમદ્ જણાવે છે કે તે જીવો! તીવ્ર જિજ્ઞાસા વડે સ્વદ્રવ્યને જાણીને ત્વરાથી તેના રક્ષક થાઓ, તેના વ્યાપક થાઓ, તેના ધારક થાઓ, તેમાં રમણતા કરો, તેના ગ્રાહક બનો. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો. પરદ્રવ્ય આશ્રિત જેટલા ભાવો છે તે ભાવો આત્મામાં ધારણ કરવા જેવા નથી, તેની ધારકતા ત્વરાથી છોડવા જેવી છે, તેની રમણતા તથા ગ્રાહકતા છોડી તેનાથી વિરક્ત થાઓ.
જો જીવ પોતાને ભૂલીને, પોતાના સિવાય કોઈ પણ બીજા પદાર્થના આશ્રયે સુખ પ્રાપ્ત થશે એમ માને તો ત્યાં મિથ્યાત્વનું સેવન થાય છે અને તેથી તે દુ:ખી થાય છે. મારું સુખ મારા આત્મામાં છે, કોઈ પણ સંયોગને આધીન મારું સુખ નથી, મારું જ્ઞાન જ સ્વયમેવ સુખ-શાંતિરૂપ છે' એમ જેને પોતાના જ્ઞાનસ્વભાવની ઓળખાણ થઈ નથી તેવો અજ્ઞાની જીવ “મારું સુખ પરવસ્તુના આધારે છે અને પરસંયોગો અનુકૂળ હોય તો જ મારું સુખ ટકી શકે' એમ માને છે. તેનું મન હંમેશાં એમ ઇચ્છતું હોય છે કે પરપદાર્થો ભેગા કરીને હું સુખ માણું.' તેની તૃષ્ણાનો કોઈ અંત નથી હોતો. પરદ્રવ્યોના સંગ્રહમાં તેને પોતાની અધિકતા ભાસે છે. પરમાંથી સુખ લેવાનો અભિપ્રાય વર્તતો હોવાથી તે નિતનવીન વિકલ્પો કર્યા જ કરે છે. તે સુખ મેળવવા માટે વલખાં મારે છે. તે સદાય સંયોગોમાંથી સુખ ઇચ્છે છે. સ્વાધીન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૩ (આંક-૫, બોધવચન ૧૦૮-૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org