Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેનું નીચે પ્રમાણે ભાવવાહી વર્ણન કરે છે –
“અબ મેરે સમકિત સાવન આયો, બીતિ કુરીતિ મિથ્યામતિ ગ્રીષમ, પાવસ સહજ સુહાયો. ગુરુ ધુનિ ગરજ સુનત સુખ ઉપજે, મોર સુમન વિહસાયો;
સાધક ભાવ અંકુર ઉઠે બહુ, જિત તિત હરષ સવાયો.” સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં અજ્ઞાનદશારૂપ ગ્રીષ્મ કાળના તીવ્ર આતાપો શમી જાય છે અને આત્મામાં ચૈતન્યરસની ધારા વરસે છે. શ્રીગુરુની ધ્વનિરૂપ મેઘગર્જના સાંભળીને સુખ ઊપજે છે અને ચિત્તરૂપી મયૂર નાચી ઊઠે છે. આત્મભૂમિમાં સાધકભાવરૂપી અંકુરા ઊગે છે અને અસંખ્ય આત્મપ્રદેશે સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે.
શ્રીગુરુની કૃપાથી દેહથી ભિન ચૈતન્યનું અપૂર્વ વેદના થતાં જે શાંતિ અને આનંદનો અનુભવ થયો તે વાણીથી વર્ણવી શકાય એમ નથી. તે તો વિકલ્પથી પાર, વચનથી પાર, સ્વસંવેદનગમ્ય છે. આવી અવર્ણનીય અનુભૂતિ કરાવનાર શ્રીગુરુનો મહિમા પણ અવર્ણનીય છે. વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દ્વારા આત્મા તરફ લઈ જનાર શ્રીગુરુના ઉપકારોનું શું વર્ણન થાય? સુશિષ્ય આત્માની અવર્ણનીય અનુભૂતિથી પરમ તૃપ્તિ અનુભવે છે અને આ દિશામાં કારણભૂત એવા શ્રીગુરુનો અવર્ણનીય અમાપ ઉપકાર વેદે છે.
છ પદના પત્રના ઉપસંહારરૂપે શ્રીગુરુના બોધને અંગીકાર કરવાથી પોતાના જીવનમાં કેવો મહાલાભ થયો છે તેનું સ્મરણ કરતાં શ્રીમદ્ લખે છે –
‘જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!!”
અહીં શ્રીમદે જણાવ્યું છે કે ભરત ક્ષેત્રે આ કળિયુગમાં મનુષ્યદેહ ધારણ કર્યો છે અને તેથી પૂર્ણ પરમાત્મપદની યોગ્યતા આ ભવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોતાં સંભવિત જણાતી નથી, છતાં પણ સદ્ગુરુના અપૂર્વ અલૌકિક ઉપદેશને ગ્રહણ કરવાથી અમારા ૧- કવિ ભૂધરદાસજી, અધ્યાત્મ ભજન ગંગા', પદ ૧, કડી ૨ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫-૩૯૬ (પત્રાંક-૪૯૩, 'છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org