Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 813
________________ ૭૮૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તેમનું પૂજન કરીશ. જ્યારે આત્માના અસંખ્ય પ્રદેશે કેવળજ્ઞાનના દીવડા પ્રગટાવી પ્રભુની આરતી ઉતારીશ, આત્માના પ્રદેશ પ્રદેશ અનંત અવ્યાબાધ સુખસિંધુ ઉછળાવી પ્રભુનો અભિષેક કરીશ, આત્માના સર્વ પ્રદેશોને સર્વથા મુક્ત કરીને એ મુક્તિફળથી પ્રભુનું પૂજન કરીશ. ત્યારે જ તેમનું યથાર્થ પૂજન થશે. કૃપાસિંધુ પ્રભુના આશીર્વાદથી આવું દિવ્ય પૂજન કરવાનું સામર્થ્ય જરૂર પ્રાપ્ત થશે.” શિષ્ય અત્યંત અહોભાવથી શ્રીગુરુને પ્રાર્થે છે – હે પરમકૃપાળુ સદ્ગુરુદેવ! આપ મળતાં મારા સર્વ સંશયો ટળી ગયા છે. હવે મને મારા અસ્તિત્વપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. હું જ્ઞાયકમાત્ર છું એવા મારા ચૈતન્યપણામાં કોઈ કાળે પણ સંશયને અવકાશ નથી. મારા નિત્યપણાનો - ત્રિકાળ હોવાપણાનો ક્યારે પણ સંશય નહીં થાય. કર્તુત્વ-ભોક્નત્વના કારણે વર્તમાનમાં બંધદશા છે એ વાતમાં સંશય નથી; અને આ બંધદશા નિઃસંશય, શીઘ્રમેવ ટળવાની છે એ વાતમાં પણ કિંચિત્માત્ર સંશય નથી. પૂર્ણ સુખધામ એવું મોક્ષપદ છે એમાં લેશ પણ સંશય નથી. હે કરુણાના અખૂટ ભંડાર! એ મોક્ષપદનો સરળ અને સર્વોત્તમ ઉપાય બતાવી આપે મને નિઃશંકતા આપી છે, નિર્ભય બનાવી નિઃસંગતાના પંથે ચડાવ્યો છે તે આપનો અનંત ઉપકાર છે. હે પ્રભુ! બાર અંગ અને ચૌદ પૂર્વના સારરૂપ આપની અમૃતમય વાણીની અનુપમ ધારાથી મને આત્મસ્વરૂપ યથાતથ્ય સમજાયું છે. એના યથાર્થ આશ્રયથી મને અવ્યાબાધ નિજસ્વરૂપનો અત્યંત આલાદક અનુભવ થયો છે. અનાદિ કાળથી અજ્ઞાનના કારણે હું દેહને જ મારું સ્વરૂપ માનતો હતો. કોઈ મ્યાનમાંથી તલવાર જુદી કાઢીને બતાવે તેમ આપે દેહાદિથી આત્માને સ્પષ્ટ જુદો - બે ફાડ ભિન્ન કરી બતાવ્યો છે. આપે મને બતાવ્યું કે જે સર્વ અવસ્થામાં પ્રગટ ચૈતન્યમય જ રહે છે, જે અજન્મ-અજર-અમર છે અને જે સમસ્ત પરદ્રવ્ય અને પરભાવથી અત્યંત ભિન્ન અને સર્વોપરી છે તે હું છું. અહો! આપનો અમાપ ઉપકાર! હે નાથ! હું આપનો સદેવ ઋણી રહીશ. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ષસ્થાનક સમજાવીને, ઊંડી છાપી છાપ; ભૂંસે ભૂંસાયે નહીં, જેથી નાવે પાપ. સર્વ પદાર્થોથી મને, ભિન્ન બતાવ્યો આપ; જડથી ચેતન હું જુદો, કંચૂકીથી જેમ સાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818