________________
૭૭૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સુખસ્વભાવને નહીં જાણતો હોવાથી તે સ્વતંત્ર થઈ શકતો નથી અને તે સંયોગોનો ગુલામ બની જાય છે. પોતાના સુખ માટે પરાશ્રય લેવો તે જ મહાન ગુલામી છે અને તે જ અનંત દુ:ખ છે. આ ગુલામી જીવ અનાદિથી અજ્ઞાનવશ કરતો આવ્યો છે.
અનાદિથી પરાશ્રયની - ગુલામીની ટેવ હોવાથી અજ્ઞાની જીવ સુખની પ્રાપ્તિ માટે પરમાં ફેરફાર કરવારૂપ કર્તુત્વબુદ્ધિ નિરંતર સેવી રહ્યો છે. આ મિથ્યાત્વને ટાળવા માટે, ઊંધી માન્યતાને સવળી કરવા માટે શ્રીગુરુ સમજાવે છે કે “હે જીવ! તારો સ્વભાવ પરિપૂર્ણ છે, તારા જ આશ્રયે તને સુખ થાય છે. કોઈ બીજાનો આશ્રય કરવા જતાં તો દુઃખ અને બંધન જ થાય છે; સુખનો માર્ગ પરને આધીન નથી, પણ સ્વદ્રવ્યને આશ્રિત છે. તું જો તારું હિત કરવા ચાહતો હોય તો સ્વદ્રવ્યને જાણ, કેમ કે તારું હિત સ્વદ્રવ્યના આશ્રયે જ છે; પરદ્રવ્યના આશ્રયે તારું હિત નથી.'
શ્રીગુરુનાં આવાં પુરુષાર્થપ્રેરક વચનોએ સુશિષ્યની સુષુપ્ત ચેતનાને જાગૃત કરી. સુશિષ્ય પોતાના અમર્યાદિત સામર્થ્યવાન આત્માનો આશ્રય કર્યો. તેને સમસ્ત પરથી સ્વાત્માની ભિન્નતાનો અને જ્ઞાનમાં એકત્તાનો નિર્ણય થયો. શ્રીગુરુનાં વીતરાગવચનામૃતના અવલંબને તેને દેહ અને જ્ઞાયક આત્માનું ભેદજ્ઞાન થયું. ચૈતન્યસ્વરૂપમાં ઊંડા ઊતરતાં તેને નિર્વિકલ્પ આત્માનુભવ પ્રગટ્યો, સમ્યકત્વની પ્રભુતા પ્રગટી. તેણે ચૈતન્યસ્વરૂપ આત્માને દેહથી પ્રગટ જુદો અનુભવ્યો. શ્રીગુરુના અનહદ ઉપકારનો જ આ પ્રતાપ છે. શ્રીગુરુએ જ સુશિષ્યને તેના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો, જેના પરિણામે સ્વસ્વરૂપ પ્રગટ થયું. શ્રીમદ્ લખે છે –
“જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.'
શ્રીગુરુના અગણિત ઉપકારોની સ્મૃતિ અને તેમનું અચિંત્ય માહાભ્ય શિષ્યના અંતરમાં સદૈવ જાગૃત રહે છે. શ્રીગુરુના આ અમાપ ઉપકારનું સ્મરણ કરતાં સુશિષ્ય કહે છે કે વીતરાગધ્રુતનાં પરમ રહસ્યને આત્મસાત્ કરી, અન્યને તેનું દાન આપનાર પરમ નિઃસ્પૃહ અને કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. આપનો આવો મહાદુર્લભ યોગ પ્રાપ્ત થવાથી હું ભાગ્યશાળી બન્યો છું. આપનો અપ્રતિમ આધાર મને મળ્યો છે. હે તારણહાર સ્વામી! આપે મારું કાંડું પકડ્યું અને મને આપના પડખામાં રાખ્યો. આપની કરુણાનાં અમીછાંટણાં થયાં. આપના આશીર્વાદ મારા ઉપર વરસ્યા. આપની કૃપાના બળે મારા અભિપ્રાયની તમામ વિપરીતતાઓ વિલીન થઈ. સ્વરૂપજાગૃતિ પ્રેરતો આપનો અલૌકિક બોધ મને સાંપડ્યો અને મને સ્વ-પરની યથાર્થ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૦ (પત્રાંક-૮૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org