Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૫
७४७
પરમ ઉપશમરૂપ ચરણકમળ સમીપમાં વસીને, તેમની સર્વ આજ્ઞાનું પાલન કરીને ચોક્કસ મુક્તિ પામીશ. સુશિષ્યની આ મનોદશાનું પ્રતિબિંબ નીચેની પ્રાર્થનામાં સ્પષ્ટપણે ઝીલાય છે – “હે પરમકૃપાળુ સદ્દગુરુદેવ!
આપની અનંત કૃપા અને અનંત અનુગ્રહથી આ દાસ આત્માની વાતનું શ્રવણ પણ કરી શક્યો છે. આપની કૃપા વિના મારો સંસારનો રસ ઓછો ન થઈ શકત. હજુ મારા દોષો અપાર છે. આપની દિવ્ય દેશના મળ્યા પછી પણ હું તો હજુ રાગનાં અને કેષનાં કાર્યોમાં તણાઈ જાઉં છું, પણ ત્યારે આપ મને તારવા ત્યાં હાજર રહો છો. આ દાસના જીવનમાં જે કંઈ પણ ઠીક થઈ રહ્યું છે તે બધું માત્ર આપની કૃપાનું - આપના આશીર્વાદનું જ ફળ છે અને જે કંઈ પણ અયોગ્ય છે એ બધું મારા મંદ પુરુષાર્થના કારણે જ થાય છે. અનંત જન્મોનો અંત લાવવા આ જન્મ મળ્યો છે અને આપની વજ જેવી વાણીના પ્રતાપે હવે હું પાછાં પગલાં કરવાનો નથી. આપ મારા માટે અથાક શ્રમ લો છો, પણ એના બદલામાં આપવા માટે મારી પાસે તો કંઈ પણ નથી. જો કે આપ નિ:સ્પૃહી હોવાથી કંઈ લેવા પણ તૈયાર ન થાઓ. છતાં હું આપને વચન આપું છું કે આપની આજ્ઞાભક્તિમાં અખંડપણે રહી, આપની ઇચ્છાને સર્વ પ્રકારે અનુસરી પૂર્ણ પદને પ્રાપ્ત અવશ્ય થઈશ, અવશ્ય થઈશ, અવશ્ય થઈશ.'
ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
શું પ્રભુચરણ કને ધરું, જોયું કરી વિચાર; ક્યાંહિ નજર પહોંચે નહિ, જોતાં આ સંસાર. સાર સાર પણ વસ્તુ જે, આત્માથી સૌ હીન; આત્મા વિના સૌ શૂન્ય છે, શું આપું હું દીન. કાળ અનાદિથી ભૂલ્યો, આત્મા એ હું અજાણ; તે તો પ્રભુએ આપિયો, જે છે સુખની ખાણ. તે નિભપણે કરી, ચિત્ત પ્રસન્ન અદીન; સદાકાળ હું આપનો, વતું ચરણાધીન....૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૯૭-૫OO)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org