Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 790
________________ ગાથા-૧૨૬ ૭૫૭ ઠેકાણે સૂચવ્યું છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે સદ્ગુરુને એવી ઇચ્છા નથી હોતી કે જીવ તેમની ભક્તિ કરે, પરંતુ આત્મકલ્યાણ કરવા ઇચ્છનાર જીવે તેમની ભક્તિ અવશ્ય કરવી ઘટે છે. શ્રીમદ્ લખે છે – જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ પુરુષોએ કહ્યું છે.' સદગુરુની ભક્તિ કરવાથી માત્ર શિષ્યને જ લાભ થાય છે, સદ્ગુરુને કોઈ જ પ્રકારનો લાભ થતો નથી. શ્રી ધનંજય કવિ ‘વિષાપહાર સ્તોત્ર'માં કહે છે કે હે પ્રભુ! ઇન્દ્ર આપની સેવા-ભક્તિ કરે છે, પરંતુ આપની સેવા કરીને તે આપના ઉપર કોઈ પણ પ્રકારનો ઉપકાર કરતો નથી. જેમ કોઈ મનુષ્ય સૂર્યની સામે છત્ર રાખે તો છત્ર રાખવાથી તે કાંઈ સૂર્ય ઉપર ઉપકાર કરતો નથી, પરંતુ છત્ર રાખીને તે મનુષ્ય તાપથી બચે છે અને તેને છાયાનું સુખ પ્રાપ્ત થાય છે; તેમ ઇન્દ્ર પ્રસંગે પ્રસંગે આપની સેવામાં હાજર થાય છે, તેમાં તે આપના ઉપર કોઈ ઉપકાર કરતો નથી, પરંતુ આપની સેવા-ભક્તિ કરવાથી ઇન્દ્રને જ લાભ થાય છે. ઇન્દ્રને આપની સેવાથી શુભાસ થાય છે અને તે અશુભ આસવરૂપ આતાપથી બચી જાય છે. આપને પોતાના હૃદયમાં પધરાવવાથી આત્મિક સુખરૂપ શીતળતાનો લાભ થાય છે. આથી ઇન્દ્ર આપની જે ભક્તિજન્ય સેવા કરે છે તેમાં તેનું જ હિત થઈ રહ્યું છે. સદ્ગુરુ પ્રત્યે આત્મકલ્યાણકારી ભક્તિ જાગવાથી જીવને સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે છે. તેમનું બાહ્યાચરણ ગૌણ થઈ જાય છે અને અંદરના અલૌકિક સ્વરૂપ પ્રત્યે વૃત્તિ રહે છે. તેમની શાંતતા, પ્રસન્નતા, નિષ્કારણ કરુણા, નિઃસ્પૃહતા, અસંગતા, વીતરાગતાદિથી યુક્ત અંતરંગ પરિણતિ પ્રત્યે વૃત્તિ રહે છે. સદ્ગુરુનું શુભાશુભ ભાવો તેમજ તે ભાવોનાં ફળ પ્રત્યેનું વલણ, તેમનો તીવ્ર અંતર્મુખી પુરુષાર્થ, દરેક પ્રસંગે અડગ રહેતી તેમની શ્રદ્ધા, દરેક ઉદય વખતે પણ શુદ્ધાત્માની પકડ અને અવિરત જાગૃતિ - આ સર્વ અદ્ભુત ચેષ્ટાઓ પ્રત્યે ભક્તની વૃત્તિ કેન્દ્રિત રહે છે. ભક્તને સદ્ગુરુની દિવ્યતાથી વ્યાપ્ત ચેષ્ટાઓ વારંવાર સ્મરણમાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૬૩ (પત્રાંક-૨૦૦) ૨- જુઓ : શ્રી ધનંજય કવિ, ‘વિષાપહાર સ્તોત્ર', ૧૭ 'प्रभु की सेवा करके सुरपति, बीज स्वसुख के बोता है, हो अगम्य अज्ञेय न इस से, तुम्हें लाभ कछु होता है; जैसे छत्र सूर्य के सम्मुख, करने से दयालु जिनदेव, करनेवाले ही को होता, सुखकर आतापहर स्वयमेव।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818