________________
ગાથા-૧૨૭
૭૭૧ આત્મા-અનાત્માના ગુણધર્મો જે જાણે છે તે તેને છૂટા પાડી શકે છે.
આત્મા-અનાત્મા સંયોગ સંબંધે ભેગા થાય છે, પણ એકાકાર થતા નથી, કારણ કે બને સંકોત્કીર્ણ સ્વભાવવાળા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એ તેના ટંકોત્કીર્ણ સ્વભાવના કારણે છે. ટંકોત્કીર્ણ સ્વભાવ હોવાથી બન્ને પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે છે. બન્નેના ગુણધર્મો ક્યારે પણ બદલાતા નથી. પુદ્ગલ સાથે દીર્ઘ કાળ રહેવા છતાં શુદ્ધ ચેતન ટંકોત્કીર્ણ સ્વભાવના કારણે ક્યારે પણ પુદ્ગલ સાથે તન્મયાકાર થતું નથી, એકત્વભાવને પામતું નથી, સર્વથા જુદું જ રહે છે. અજ્ઞાની જીવને ભાંતિના કારણે તે તન્મયાકાર ભાસે છે.
જેમને આત્મા-અનાત્માની ભિન્નતાનો યથાર્થ બોધ થયો છે, તેઓ શરીર સાથે પોતાને જોડતા નથી. ‘શરીર સાથે મારો કિંચિત્માત્ર પણ સંબંધ નથી. શરીરની અંદર રહીને પણ શરીરથી જુદો એવો હું સ્વપરપ્રકાશક, પરમજ્યોતિ સ્વરૂપ, ચિદાનંદઘન પદાર્થ છું' એવો તેમનો સ્વ અંગેનો દઢ નિર્ધાર હોય છે. જેને આ ભિન્નતાનો બોધ નથી, તે આત્મા-અનાત્મામાં ભેળસેળ કરી નાખે છે. શરીરના સ્તર ઉપર જીવનારને એ વાતનો અહેસાસ પણ નથી હોતો કે શરીરથી ભિન્ન એવું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે. આ શરીરની અંદર, છતાં શરીરથી જુદું એવું એક તત્ત્વ પણ ત્યાં વસેલું છે, જે પ્રત્યે તે સભાન હોતો નથી.
અજ્ઞાની જીવને શરીર સાથે એવો તાદાભ્ય સંબંધ હોય છે કે તેને એમ લાગે છે કે ‘શરીર એ જ હું છું.' તે શરીરને પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી શરીર થાકી જાય તો પોતે થાકી ગયો એમ માને છે; શરીરને ભૂખ લાગે તો પોતાને ભૂખ લાગી એમ માને છે. જે પીડા શરીર ઉપર આવે છે તે પોતાને આવે છે એમ માને છે. આમ, શરીરનાં બધાં દુઃખ તેનાં દુઃખ બની જાય છે. શરીરનો જન્મ, શરીરનું ઘડપણ, શરીરનું મૃત્યુ બધું તેનું બની જાય છે. અજ્ઞાની હંમેશાં બહારથી બધું જોવાને ટેવાયેલો છે, તેથી તે શરીરને જ ઓળખે છે, શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. એના જેવી અન્ય કોઈ ભાંતિ નથી.
વસ્તુ પોતાની ન હોય, પરંતુ તેનો માત્ર ક્ષણિક સંયોગ થયો હોય, તોપણ એટલામાત્રથી તેના ઉપર માલિકીભાવ કરવો એ તો મહા અનીતિ છે. શરીર તો પુદ્ગલ દ્રવ્ય છે, તેને જીવ “મારું' કઈ રીતે કહી શકે? જીવ શરીરમાં માલિકીભાવ સેવે એ તો મહા અનાચાર છે. જીવ જો શરીર પ્રત્યેનો માલિકીભાવ પોષતો હોય તો જ્ઞાનીની દૃષ્ટિએ તે ભયંકર અનીતિ આચરી રહ્યો છે.
જીવ જે વસ્તુ ઉપર પોતાનું માલિકીપણું માને છે, તે વસ્તુ તેને આવરણરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org