Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 803
________________ ૭૭૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન શ્રીગુરુએ સુશિષ્યને આત્માનું હોવાપણું, ત્રિકાળી ટકવાપણું, કર્તાપણું, ભોક્તાપણું, મોક્ષનું હોવાપણું અને મોક્ષનો ઉપાય એવાં છ પદો યુક્તિયુક્ત દલીલોથી સમજાવ્યાં. વળી, સ્યાદ્વાદસિદ્ધાંતને લક્ષમાં રાખી નિશ્ચય અને વ્યવહાર એમ બન્ને પડખાંથી તત્ત્વને સમજાવી, તેના સર્વ સંશયોનું સચોટ સમાધાન આપી, અવિરુદ્ધ નિશ્ચય કરાવ્યો. આ છ પદ સમ્યગ્દર્શનને રહેવાનાં ઠેકાણાં છે એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, કારણ કે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ સમ્યકપણે પ્રતીત થવું એ સમ્યગ્દર્શન છે અને આ છ પદના નિશ્ચયથી આત્માનું સમ્યક્ સ્વરૂપ સમજાય છે. આ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો હોવાથી શ્રીગુરુએ આ પપદની દેશનામાં આત્માને પરથી ભિન્ન સિદ્ધ કરી, આત્માને પ્રસિદ્ધ કરવાનું પ્રોત્સાહન આપ્યું છે. શ્રીગુરુએ પસ્થાનક સમજાવી દેહાદિથી, અર્થાત્ દેહ, કર્મ અને રાગથી ભિન્ન એવા ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્માની ઓળખાણ કરાવી છે. મ્યાનથી ભિન્ન તલવારની જેમ દેહથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે એમ બતાવ્યું છે. જેમ મ્યાનમાં રહેલી તલવાર મ્યાનથી ભિન્ન છે, તેમ આ દેહદેવળમાં બિરાજમાન આત્મા દેહથી ભિન્ન છે. બહારથી જોતાં માત્ર મ્યાન દેખાય છે, પણ માનથી તલવાર જુદી છે; તેમ અબુધ જીવોને માત્ર દેહ જ દૃષ્ટિમાં આવે છે. આત્મા નહીં, પણ આત્મા દેહથી સર્વથા ભિન્ન જ છે. આત્મા અને શરીર આ બન્ને પદાર્થ સર્વથા ભિન્ન હોવા છતાં પણ એક જ ક્ષેત્રમાં સાથે વસેલાં છે. એકસાથે રહેલાં બે તત્ત્વ સંયોજન(compound)રૂપે પણ હોઈ શકે અને મિશ્રણmixture)રૂપે પણ સાથે હોઈ શકે. આત્મા અને દેહ જો સંયોજનરૂપે હોય તો કોઈ ત્રીજો નવો જ પદાર્થ ઉત્પન્ન થઈ જાય અને તેના ગુણધર્મો પણ સાવ જુદા જ હોય. જો આત્મા અને અનાત્મા (દેહ) પોતાના ગુણધર્મો ખોઈ બેસે તો તો કોઈ આત્મા પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જ ન શકે અને ક્યારે પણ મુક્ત ન થઈ શકે. પરંતુ એવું નથી. જેમ તેલ અને પાણીને ગમે તેટલાં ભેગાં કરવામાં આવે તોપણ તે એકાકાર થતાં નથી, તેમ આત્મા અને પુદ્ગલ એકાકાર થતાં નથી. આત્મા અને પુદ્ગલ ગમે તેટલાં સાથે રહે તોપણ કોઈ દિવસ તે સંયોજનરૂપ થતાં નથી, એટલે કે એકાકાર થઈ જતાં નથી, હંમેશાં મિશ્રણરૂપે જ રહે છે. આત્મા અને દેહ મિશ્રણરૂપે રહેલા છે, પોતપોતાના ગુણધર્મ જાળવીને એક જ ક્ષેત્રમાં સાથે રહેલા છે અને તેથી તે છૂટા પાડી શકાય છે. જેમ સોનામાં તાંબુ, પિત્તળ, રૂપું આદિ ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય તો પણ તે ભિન્ન ભિન્ન ઘટકોના ભિન્ન ભિન્ન ગુણધર્મોને જાણનાર માણસ તેને છૂટાં પાડી શકે છે, તેવી જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818