Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અંધકારમાંથી સુશિષ્યનું અલૌકિક પ્રકાશમય ચૈતન્યલોકમાં પદાર્પણ થયું, તેમની કૃપાથી ઝળહળતો સમકિતસૂરજ ઊગ્યો અને સ્વાધીન, અખંડ, સુખમય નિજ સહજાત્મસ્વરૂપની તેને પ્રતીતિ થઈ. શ્રીગુરુએ યથાર્થ માર્ગદર્શનથી, બોધથી, પ્રેરણાથી પવિત્ર પરમાર્થમાર્ગમાં પ્રવેશ કરાવી; અપૂર્વ આત્મિક ગુણો પ્રગટાવવાનું સામર્થ્ય આપી તેને સહજાનંદનો સ્વામી બનાવ્યો. ખરેખર અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ સર્વોત્કૃષ્ટ સમ્યત્વના દાતા એવા શ્રીગુરુનો ઉપકાર અસીમ અને અપરંપાર છે.
- આ લોક ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુળ છે. ઝાંઝવાના પાણી વડે તૃષા [વશપાય છિપાવવા ઇચ્છે એવો દીન છે. અજ્ઞાનના કારણે સ્વરૂપનું વિસ્મરણ થઈ વિશેષાર્થ જવાથી ભયંકર દુ:ખદાયક પરિભ્રમણ જગતના જીવોને પ્રાપ્ત થયું છે. તે સમયે સમયે સંયોગજન્ય ખેદ, વરાદિ રોગ, મરણાદિ ભય, વિયોગાદિ દુઃખ અનુભવે છે. કેવળ અશાતામય એવા આ સંસારમાં સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય હોવાથી દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે, છતાં પણ તેઓ દુઃખથી છૂટી સુખ પામી શકતા નથી. પ્રાણીમાત્રને દુઃખ અણગમતું હોવા છતાં તથા તે ટાળવા અર્થે સર્વ કોઈ પ્રયત્ન કરતા હોવા છતાં તે દુઃખ મટતું નથી. અશરણતાવાળા આ જગતને એક
ગર જ શરણરૂપ છે. સદગરની વાણી વિના કોઈ એ તાપ અને તષા છેદી શકે નહીં એમ સર્વ બુધજનનો નિર્ધાર છે.
આત્મવિકાસ માટે સદ્ગુરુનો સમાગમ ખૂબ આવશ્યક છે. દુનિયાની ચાલ તો ઊંધી છે. સદ્દગુરુના સમાગમ દ્વારા સાચી દિશા પકડાય છે. જીવ સદ્ગુરુના સાનિધ્યમાં આવે ત્યારે તેનું હૃદય પાવન થાય છે, મન સ્થિર થાય છે, ધર્મ સાચો છે અને દુન્યવી લાભ ખરેખર લાભ નથી એની આપોઆપ ખાતરી થાય છે. ગુરુના સંગથી આજ સુધી અપરિચિત રહેલી નિજાત્માની ઐશ્વર્યતા અને વિરાટતાનો પરિચય થાય છે. સદ્દગુરુની આત્માનંદી મુદ્રા, સમતામય દષ્ટિ અને વીતરાગતાસભર ચર્યા નિહાળતાં પોતાના આત્માના અપરંપાર ગુણોનું લક્ષ થાય છે, જ્ઞાયકતાનું ભાન જાગૃત થાય છે. સદ્ગુરુના સંગમાં તેમની નિરાલંબદશાના અવલોકનથી દ્રવ્યસ્વતંત્રતા ઉપર ભરોસો બેસે છે. સ્વરૂપસ્થ સદ્ગુરુના દર્શન માત્રથી કર્તુત્વભાવ છોડી દ્રષ્ટાસ્વભાવમાં ઠરવાની પ્રેરણા મળે છે, ઉત્સાહ સાંપડે છે, ઉપાય જડે છે. માટે જે જીવે આત્માનું કલ્યાણ કરવું હોય તેણે દુર્લભ એવો સદ્દગુરુનો સત્સંગ સેવવો જોઈએ, કેમ કે તે જ આત્મહિતનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે.
આત્માને વિભાવથી મુક્ત કરવાને અર્થે અને સ્વભાવથી યુક્ત રહેવાને અર્થે જો કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો તે આત્મારામ એવા સગુરુનો નિષ્કામ બુદ્ધિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org