Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૫૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યારે ભક્તનું આત્મવીર્ય સ્કુરાયમાન થઈ સત્પરુષને પ્રેમ કરવા પ્રત્યે વળે છે ત્યારે તેને સત્ય જ્ઞાનનો લાભ થાય છે. તે જ પ્રમાણે ભક્તનું આત્મવીર્ય જ્યારે સપુરુષમાં શ્રદ્ધા કરવા તરફ કાર્યશીલ થાય છે ત્યારે તેને સત્ય દર્શનનો લાભ થાય છે. એ જ રીતે ભક્તનું આત્મવીર્ય જ્યારે પુરુષના પવિત્ર ચરણોમાં પોતાનું માનેલું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થાય છે ત્યારે તેને સત્ય ચારિત્રનો લાભ થાય છે. આમ, વીર્ય જ્યારે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની એકતા અને પૂર્ણતા માટે કાર્યાન્વિત થાય છે ત્યારે મોક્ષમાર્ગની આરાધના થાય છે અને ત્રણેની પૂર્ણતા થતાં મોક્ષ થાય છે. આ ઉપરથી ભક્તિ મોક્ષનો હેતુ છે એ કથન સ્પષ્ટ થાય છે.'
આમ, ભક્તિ તે મોક્ષસાધનાનું એક અનિવાર્ય અને અનુપમ અંગ છે. સદ્ગુરુનું સ્મરણ, ચિતવન, ધ્યાન જીવના માનાદિ ભયંકર દોષ હરી લે છે, વિષયોથી વિરક્તિ આપે છે, ચિત્તની નિર્મળતા નિપજાવે છે, વિકલ્પોનો કોલાહલ મટાડી સ્થિરતા તથા શાંતિ બક્ષે છે. સદ્ગુરુની ભક્તિથી શિષ્યને પાત્રતાની વૃદ્ધિથી માંડીને કલ્યાણપરંપરાની પ્રાપ્તિ થાય છે. ઇહલોક તેમજ પરલોકમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. સદ્દગુરુની ભક્તિ કરવાથી શિષ્યને નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રગટે છે, તેથી સદ્ગુરુની ભક્તિના પરમ અવલંબનપૂર્વક આત્મપુરુષાર્થ જાગૃત રાખવા માટે શાસ્ત્રોમાં અનેક સ્થળે ભલામણ કરવામાં આવી છે. સદ્દગુરુના પ્રબળ નિમિત્તના અવલંબન વિના સીધેસીધું સ્વરૂપશ્રેણીએ ચઢવું અત્યંત દુષ્કર છે. જેમને આત્મસ્વરૂપ પ્રગટ્યું છે એવા સદ્ગુરુના અવલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. સગુરુ પ્રત્યેની પારમાર્થિક ભક્તિના પરમોત્કૃષ્ટ ફળનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે –
જે સત્પરુષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!”
અહીં શ્રીમદે ભક્તિમાર્ગના અતિ મહાન સિદ્ધાંતનું, પરમ રહસ્યનું વિલક્ષણ શૈલીથી ઉદ્દઘાટન કર્યું છે. જ્ઞાની પુરુષો દ્વારા સદ્ગુરુની ભક્તિનું નિરૂપણ કરવા પાછળનો હેતુ માત્ર એટલો જ હોય છે કે તે દ્વારા શિષ્યનું કલ્યાણ થાય. સદ્દગુરુની ભક્તિથી શિષ્યનું કલ્યાણ થતું હોવાથી પુરુષોએ સદ્ગુરુની ભક્તિ કરવાનું ઠેકાણે ૧- ઉપર્યુક્ત વિચારણા શ્રી ભોગીલાલ ગિ. શેઠરચિત નિર્વાણમાર્ગનું રહસ્ય', પૃ.૩૬-૩૮ના આધારે કરવામાં આવી છે. ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org