Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એટલો પરિશ્રમ પણ સુશિષ્ય તેમને નથી આપતો. એ તો સામે ચઢીને પોતા માટેની શ્રીગુરુની ઇચ્છા શોધે છે અને તેને આજ્ઞારૂપ સમજીને તેનું આરાધન શરૂ કરે છે. તે શ્રીગુરુની ઇચ્છા જાણી શીઘ્રમેવ તેને અનુરૂપ વર્તવાનો પુરુષાર્થ કરે છે. જેમને પોતાને પરમાંથી કંઈ જ લેવું નથી એવા શ્રીગુરુની ઇચ્છા તો શિષ્ય સ્વરૂપમાં ઠરે એ માટેની જ હોય.
દેહ ત્યાગવાનો પ્રસંગ આવે તો પણ શ્રીગુરુની આજ્ઞાને ગૌણ ન કરવી એવી ખુમારીપૂર્વક શિષ્ય શ્રીગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પૂર્ણ સમર્પણભાવ હોય તો જ જીવ આજ્ઞાનું એકનિષ્ઠાએ આરાધન કરી શકે છે. સમર્પણ એટલે પોતાની ઇચ્છાનો ત્યાગ કરી, સદ્ગુરુની ઇચ્છાને સ્વીકારવી. સમર્પણમાં પોતાની ઇચ્છા પૂર્ણ કરાવવાના ભાવને કોઈ સ્થાન નથી. સદ્ગુરુ પોતાની ઇચ્છા અનુસાર વર્તે તેવા ભાવને સમર્પણમાં કદાપિ સ્થાન મળતું નથી. સમર્પણમાં કોઈ હઠાગ્રહને અવકાશ નથી. સમર્પણ એ તો સદ્ગુરુની મરજીનો આનંદથી કરેલો સ્વીકાર છે, જેમાં સંઘર્ષનો કોઈ પ્રશ્ન જ નથી. સમર્પણનો અર્થ છે ‘આપની ઇચ્છાનુસાર જ થાઓ.' “જેવી આપની મરજી.' “મારે જે જોઈએ છે તે કેવી રીતે પામવું એમ નહીં, પણ આપ જે ઇચ્છો છો તેનો સ્વીકાર કઈ રીતે કરવો; આપની મરજી મને અનુકૂળ થાઓ એમ નહીં, પણ મારું મન અને મારાં વલણ આપની મરજી અનુસાર બદલું' એ સમર્પણનું સાચું સ્વરૂપ છે. પોતાની પકડ છોડી સગુરુ જે કરે તે કરવા દેવાની પૂર્ણ તૈયારી તે જ સાચું સમર્પણ છે.
જીવે સર્વાર્પણપણે સદ્ગુરુની ઉપાસના કરવી જોઈએ. તેણે સદ્ગુરુની આજ્ઞાનું પૂર્ણતઃ પાલન કરવું જોઈએ. કેવળ સગુરુની ચરણચંપી કરવાથી કે પ્રશંસા કરવાથી પ્રયોજન સિદ્ધ થતું નથી. સદ્દગુરુની આજ્ઞાનું પાલન એ જ સદ્ગુરુની સાચી ઉપાસના છે, જેના પ્રતાપે શિષ્ય સરળતાથી તથા શીઘ્રતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. સદ્ગુરુની આજ્ઞાનુસાર જીવન જિવાય તો જ તે જીવન સાર્થક છે. આયુષ્ય અલ્પ છે, બુદ્ધિ મંદ છે, કષાયોની તીવ્રતા છે, વિષયોમાં લુબ્ધતા છે, માટે સદ્ગુરુની આજ્ઞાને માથે ચઢાવી વીતરાગી અભ્યાસમાં પ્રવૃત્ત થવું. અનાદિ કાળથી આત્મા મોહનિદ્રાને આધીન છે, તેને સદ્ગુરુની આજ્ઞાથી જગાડવો, કલ્યાણમાર્ગે પ્રેરવો.
સદ્ગુરુની આજ્ઞાને અંગીકાર કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. આત્મકલ્યાણ માટે સદગુરુ-આજ્ઞા એ મોટામાં મોટું સાધન છે. સદ્દગુરુની આજ્ઞાના અવિચળ આરાધન વિના સંસાર છૂટતો નથી. સદ્ગુરુની આજ્ઞામાં હંમેશાં પ્રવૃત્ત રહેવાનો બોધ જ્ઞાનીઓ નિરંતર આપે છે. ગચ્છાદિના મતમતાંતર, સંપ્રદાયના હઠાગ્રહ, શાસ્ત્રીય અભિનિવેશ આદિ કારણે જીવનું વિચારબળ કુંઠિત થઈ જાય છે; તેથી મતા હાદિનો ત્યાગ કરી, સત્યની જિજ્ઞાસા રાખી, સદ્ગુરુની આજ્ઞામાં પ્રવૃત્ત રહેવા યોગ્ય છે. આજ્ઞાપાલનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org