Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 792
________________ ગાથા-૧૨૬ ૭પ૯ કંઈક ધરવાના વિકલ્પો થાય છે, પરંતુ સાથે સાથે તેને એ પણ ભાન હોય છે કે પ્રત્યુપકારની મારી કોઈ લાયકાત જ નથી. તેને સ્પષ્ટપણે ભાસે છે કે શ્રીગુરુએ જે આપ્યું છે એનો અનંતમો ભાગ પણ બદલામાં પોતે આપી શકે એમ નથી. નિષ્કારણ કરુણાના સાગર એવા નિઃસ્પૃહી શ્રીગુરુને આ દેહ, ધન, વૈભવની શી મહત્તા છે? આમ, પોતાની પાસે આપવા જેવું કંઈ ન હોવાથી તે નિરંતર શ્રીગુરુની ચરણસેવા ઇચ્છે છે. તે પોતાને આત્મજ્ઞાન પમાડનાર શ્રીગુરુના ચરણને આધીન વર્તવાનો નિર્ણય કરે છે. અત્યંત અહોભાવથી, પરિપક્વ પ્રેમ-શ્રદ્ધા-અર્પણતાના નિષ્કર્ષરૂપે તે નિશ્ચય કરે છે કે “આ દેહાદિ સર્વ આજથી આપને આધીન પ્રવર્તે.' શિષ્ય સંકલ્પ કરે છે કે “આજથી હું શ્રીગુરુને આધીન પ્રવર્તીશ.” “આજથી શબ્દ શિષ્યનો અદમ્ય ઉત્સાહ દર્શાવે છે. શિષ્ય જાણે છે કે હવે મને એક દિવસ પણ ગુમાવવો પરવડે તેમ નથી. અત્યાર સુધી મેં ઘણો કાળ વ્યર્થ ગુમાવ્યો, પણ આજથી હું શ્રીગુરુને સમર્પિત રહી મારો પ્રત્યેક દિવસ સાર્થક કરીશ. હવે હું શ્રીગુરુના આશ્રયના બળ વડે પ્રત્યેક દિવસે આગળ ને આગળ વધીશ.' શિષ્ય નવા ઉત્સાહ અને શ્રદ્ધાથી આગળ વધવાનો ભાવ કરે છે. શિષ્ય આજથી નવું જીવન શરૂ કરવાનો દઢ નિર્ણય કરે છે. તેના આ સંકલ્પથી તેની પ્રગતિ અવશ્ય થશે. તેને સિદ્ધિ અવશ્ય મળશે. આજથી પ્રયત્ન શરૂ કરતાં તે એક દિવસ જરૂર પૂર્ણતાને પામશે. શ્રીગુરુનો અસીમ ઉપકાર વેદાતો હોવાથી શિષ્ય શરીર અને અન્ય તમામ વસ્તુઓ જે વ્યવહારથી પોતાની માલિકીની ગણાય છે તે શ્રીગુરુને સમર્પિત કરે છે. તે તન, મન, ધનાદિ બધું શ્રીગુરુને અર્પિત કરી દે છે. તે શ્રીગુરુને પોતાનું ગણાતું સર્વ પરમ પ્રેમભાવથી અર્પણ કરે છે. તે પોતાની ગણાતી વસ્તુઓ ઉપરનો મમત્વભાવ, માલિકીભાવ છોડી દે છે અને તે વસ્તુઓ શ્રીગુરુની છે એવી રીતે તેની સાથે વ્યવહાર કરે છે. તે વસ્તુઓ પ્રત્યે તે ટ્રસ્ટીપણાનો ભાવ રાખી તેનો ઉપયોગ કરે છે. શિષ્ય તે વસ્તુઓનો ટ્રસ્ટી રહી તેનો શ્રીગુરુની આજ્ઞા પ્રમાણે ઉપયોગ કરે છે. શિષ્યને શ્રીગુરુ ઉપર એવો પ્રેમ જાગે છે કે તે પોતાનું સમસ્ત માલિકીપણું તેમને આપી દે છે અને સ્વેચ્છાએ સમર્પિત થઈ જાય છે. “આ જગતમાં અદ્ભુત ગુણોના નિધિ અને સર્વથા સેવવા યોગ્ય આ મારા શ્રીગુરુ જ છે' એવો તેને નિશ્ચય રહે છે અને તે નિશ્ચયને અનુસરવાનો તે સર્વ શક્તિથી પુરુષાર્થ કરે છે. શ્રીગુરુને આધીન વર્તવાના દૃઢ નિશ્ચયપૂર્વક તે શ્રીગુરુની નિશ્રામાં તેમની આજ્ઞાના આરાધનમાં લાગી જાય છે. તે અંતરતમમાં સદ્દગુરુના ઉપકારના સ્મરણને સદૈવ જીવંત રાખી, સતત શ્રીગુરુની આજ્ઞા પ્રતિ ઝૂકેલો રહે છે. શ્રીગુરુની ઇચ્છા તે જ તેમની આજ્ઞા છે. શ્રીગુરુએ આશા વ્યક્ત કરવી પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818