Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૬
૭૬૩ ઓગળી જાય છે અને પ્રાણીમાત્રમાં પોતાના જેવો જ આત્મા દેખાવાથી સૌની સેવાનો ભાવ ઊપજે છે. આ પરિણામ વિચાર કે તર્કથી સમજી શકાય એવાં નથી, વેદનથી જ સમજી શકાય છે. સદ્ગુરુની વિશેષ નિકટ રહેવા મળે, સેવામાં રહેવા મળે, પણ જો સૌનું દાસત્વ સ્વીકારવા જેટલાં કોમળ પરિણામ ન થાય તો તે દર્શાવે છે કે સદગુરુની સાચી ઓળખાણ થઈ નથી, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટી નથી, તેમના પ્રત્યે પરમ વિનય જાગ્યો નથી, કેમ કે જો યથાર્થ ઓળખાણ થઈ હોય તો તેનું ઉપરોક્ત ફળ અવશ્ય દેખાવું જોઈએ.
શિષ્યને શ્રીગુરુમાં પરમેશ્વરબુદ્ધિ વર્તે છે અને તે પરમ દીનભાવે સદ્ગુરુના ચરણોમાં પોતાનું ગણાતું સર્વ સમર્પણ કરે છે. સમર્પણ કરતાં જ બધું પલટાઈ જાય છે અને તેના જીવનમાં ક્રાંતિ ઘટિત થાય છે. પોતાનાં ગણાતાં દેહાદિ સર્વ શ્રીગુરુને આધીન પ્રવર્તાવવાનો તે નિશ્ચય કરે છે. સુશિષ્ય ભાવના કરે છે કે – હે પરમકૃપાળુ સદ્ગુરુદેવ!
આપની અનુપમ ભક્તિના પ્રતાપે મારામાં શાંતિ, સંયમ, ધૈર્ય, સમતા અને દઢતાના ઉમદા ગુણો પ્રગટી રહ્યા છે; જેના સુંદર ફળરૂપે નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતાના નૂતન વિશ્વમાં હું ડગ માંડી શક્યો છું. હે નાથ! આપની ભક્તિનું ફળ આવડું મોટું છે તેની યથાર્થ પ્રતીતિ આ દાસના અંતરમાં નિશ્ચયે પ્રકાશિત થઈ છે. હવે એક ક્ષણ પણ મારે અટકવું નથી. આપની કૃપાથી અદ્ભુત પુરુષાર્થ ફોરવી, સમસ્ત પરભાવોથી રહિત થવું છે. મારે સમયે સમયે આપ પ્રભુનો સાથ પામવો છે અને આપના પવિત્ર ચરણથી ચિર અભેદતા સાધવી છે. તે અર્થે મારી વૃત્તિ અને પ્રવૃત્તિનો દોર હું આપના સમર્થ હાથમાં સોંપું છું. મારું સઘળું પ્રવર્તન મારી અલ્પ અને મંદ મતિ વડે નહીં પણ આપની મહાપ્રજ્ઞા દ્વારા સંચાલિત થાઓ. સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેનું જ જ્ઞાન સમ્યકૂપરિણામી થાય છે - આ વાત સદૈવ મારા લક્ષમાં રહો.
હે પ્રભુ! હવે તો એવા ભાવ રહે છે કે ગમે તે સંજોગોમાં પણ આ વિષમ સંસારયાત્રાનું શીઘ્રતાથી સમાપન કરવું છે. તે માટે હે કરુણાસાગર ભગવંત! આપના પાવનકારી ચરણકમળમાં હું અને મારું' કહેવાતું-ગણાતું સર્વસ્વ આપને અર્પણ કરી, આપનું અનન્ય શરણ અંતરના નિર્મળ ભાવથી સ્વીકારું છું. મન, વચન, કાયાથી હું આપનું દાસત્વ સ્વીકારું છું. કૃત, કારિત, અનુમોદનથી સર્વ પ્રકારે સર્વ કાળ આપની આજ્ઞાભક્તિમાં જ મારે રહેવું છે. મારું અલાયદું અસ્તિત્વ ઓગાળી મારે આપના સર્વ દાસના દાસનો પણ દાસ થઈ જીવન સાર્થક કરવું છે. આપનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમના અભૂતપૂર્વ આશ્રયત્રયથી સંસારપરિભ્રમણના મૂળ કારણરૂપ રાગ-દ્વેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org