Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રત્યે પરમ વિનય વર્તે છે. તે મન, વચન, કાયા સર્વ દ્વારા તેમનો વિનય કરે છે. સદ્ગુરુ પ્રતિ મનમાં બહુમાન જાગૃત થવું તે સગુરુનો માનસિક વિનય છે. શબ્દો દ્વારા બહુમાન પ્રગટ કરવું, તેઓ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલવું નહીં, પૂછવું હોય તો વિનમ્રતાથી પૂછવું વગેરે વાચિક વિનય છે. સદ્ગુરુને વંદન કરવાં, આગમન સમયે ઊભા થવું, ઉચ્ચાસન આપવું, તેમની પાછળ ચાલવું, પાદપ્રક્ષાલન કરી તેને મસ્તકે ધરવું વગેરે કાયિક વિનય છે. શિષ્યને સદ્ગુરુ પ્રત્યે અત્યંત મહિમા વર્તે છે. તેને સદ્ગુરુમાં પ્રભુતુલ્ય ભાવ આવે છે અને આ પરમ દૈન્યપણું સૂચવે છે. આ વિષે શ્રીમદ્ એક પત્રમાં લખે છે –
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ “પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.”
જીવને જ્યાં સુધી સદ્ગુરુ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ નથી આવતી ત્યાં સુધી અત્યંત ભક્તિ પ્રગટતી નથી. પરમેશ્વરબુદ્ધિ આવ્યા વિના, સદ્ગુરુના યોગથી આત્માને જે લાભ થવો જોઈએ તે થતો નથી. પરમેશ્વરબુદ્ધિ નથી આવતી ત્યાં સુધી જીવમાં યથાર્થ લઘુતા પણ નથી આવતી. એ બન્ને સાથે જ હોય છે. સદ્ગુરુ પ્રત્યે પરમ માહાભ્ય આવે તો જીવને પરમ લઘુત્વ આવ્યા વિના રહે નહીં. જો તેનામાં પરમ વિનયની ઓછપ હોય તો તેણે વિનયમાં વૃદ્ધિ કરી તે ઓછપને ટાળવી જોઈએ. તેણે પરમ વિનયમાં વર્તવું જોઈએ. જે પરમ વિનયાન્વિતપણે સદ્ગુરુને આધીન વર્તે છે તે અવશ્ય શાશ્વત મોક્ષમાર્ગને આરાધે છે અને તેના જીવનમાં સહજાન્મસ્વરૂપ પ્રગટ થતાં તે કૃતકૃત્ય થઈ જાય છે.
જેને પરમ દૈન્યત્વ ગુણ પ્રગટે છે તેને માત્ર શ્રેષ્ઠજનો પ્રત્યે આદર નથી હોતો, પરંતુ સર્વ જીવો પ્રત્યે આદર હોય છે. પરમ દૈન્યત્વ ગુણ પ્રગટતાં તે સર્વને આદર આપે છે. સર્વ જીવ પ્રત્યે, અસ્તિત્વમાત્ર પ્રત્યે તેને આદર હોય છે. જ્યારે પરમ દૈન્યત્વ પ્રગટે છે ત્યારે સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે. સદ્ગુરુ પ્રત્યે પરમ વિનય પ્રગટવાના ફળરૂપે જીવનો બીજા સાથેનો વ્યવહાર પણ અત્યંત મધુર થઈ જાય છે. સર્વને વિષે તે પોતાનું દાસત્વ માને છે.
આમ, સદ્ગુરુ પ્રત્યે વિનય જાગવાથી એ લાભ થાય છે કે સર્વ જીવ પ્રત્યે પોતાનું દાસત્વ મનાય એવી વિનમ્રતા પણ સાથોસાથ ઉત્પન્ન થાય છે. સદ્ગુરુની ઓળખાણ થતાં પોતાના સ્વરૂપની ઓળખાણ થાય છે, કર્મકૃત વ્યક્તિત્વનું અભિમાન ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૮૯ (પત્રાંક-૨૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org