________________
૭૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શબ્દ જડ છે; માટે એ ઉપકારનું વર્ણન કરવા કોઈ શબ્દ શક્તિમાન નથી.
સદ્ગુરુ નિષ્કારણ કરૂણાશીલતાથી જીવને પરમાત્મભાવ આપે છે. તેની અંદર પરમાત્મા હતો, પણ તે ખોવાયેલો હતો. અનંત કાળથી જીવ પોતાની ગુણસંપત્તિ ખોઈ બેઠો હતો, તેનું તેને ભાન પણ ન હતું. જેમણે પોતાના એ પરમાત્મતત્ત્વનું ભાન કરાવ્યું કે જેથી આત્મા સ્વભાવપરિણામી થયો, તેમના માટે જીવ અત્યંત ભક્તિથી કહે છે કે તેમણે મને પરમાત્મભાવ આપ્યો.' કોઈ પણ જીવને જ્યારે પોતાના સદ્ગુરુ દ્વારા આત્મપ્રાપ્તિ થાય છે ત્યારે તેને એવો અપૂર્વ અહોભાવ ઊછળે છે કે તેમણે જ મને મારો પરમાત્મા આપ્યો.' મેં પુરુષાર્થ વડે પ્રાપ્ત કર્યું એવો ભાવ સત્પાત્ર જીવને કદી પણ નથી આવતો. તેને અંદર-બહાર બધે નમતા અને લઘુતા જ વર્તે છે.
સદ્ગુરુની કરુણાની નિષ્કારણતાની પરાકાષ્ઠા છે કે પોતે શિષ્ય ઉપર મહાન ઉપકાર કરવા છતાં તેમને કદી એવું લાગતું નથી કે “આ મારો શિષ્ય છે. તે મારો આદર-સત્કાર કરે છે, તે મારી ભક્તિ-સ્તુતિ-સેવા કરે છે માટે મારો છે.' પોતે શિષ્ય માટે આટલું વિરાટ કાર્ય કરે છે છતાં તેમના અંતરમાં કદી ‘આ મારો શિષ્ય છે, તેણે મને આધીન થઈને વર્તવું જોઈએ' ઇત્યાદિ કોઈ પણ પ્રકારનો મારાપણાનો ભાવ શિષ્ય માટે હોતો નથી. સદ્દગુરુને “આ શિષ્ય મારો છે' એવો ભાવ સપનામાં પણ ઉદ્ભવતો નથી. “આ મારી પાસે આવે છે માટે મારો છે અને આ મારી પાસે નથી આવતો માટે મારો નથી' એવો પોતાના-પરાયાનો ભાવ તેમને કદાપિ થતો નથી. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પામ્યા હોવાથી તેમને કોઈ પણ વખતે પોતાના-પરાયાનો ભાવ થતો નથી. જે જ્ઞાનજ્યોતિ પોતામાં જ્વલંતપણે અનુભવી છે, તેનું જ દર્શન તેઓ સર્વ જીવમાં કરે છે, તેથી સર્વ જીવ પ્રત્યે એક જ પ્રકારનો ભાવ રહે છે. કોઈ જીવની વિષમ દશા જોઈને તેમને થાય છે કે કર્મને વશ થઈ કર્મ જેમ નાચ કરાવે તેમ તે નાચે છે, પણ તે જીવ તો રૂડો જ છે, તે શુદ્ધસ્વરૂપી જ છે. આમ, સદ્ગુરુ સર્વ જીવમાં શુદ્ધાત્મા જુએ છે. તેથી કોઈ પણ જીવને વિષે તેમને મમત્વભાવ ઊઠતો નથી. શિષ્યમાં મારાપણાનો ભાવ તેમને ક્યારે પણ થતો નથી. આવા સપુરુષને અત્યંત ભક્તિથી ફરી ફરી નમસ્કાર હો!
‘આવા નિષ્કારણ કરુણામૂર્તિ શ્રીગુરુ પ્રત્યે મારે કેવી રીતે વર્તવું?' એનો વિચાર કરતાં શિષ્યને અંતરમાંથી એક જ જવાબ મળે છે કે શ્રીગુરુના ચરણને આધીન વર્તવું, અર્થાત્ શ્રીગુરુની આજ્ઞાએ વર્તવું. શિષ્યનો આત્મા દઢ ભાવે સાક્ષી પૂરે છે કે શ્રીગુરુના ચરણોમાં આજ્ઞાંકિતપણે વર્તવામાં જ પરમ કલ્યાણ છે. તેને દઢ નિશ્ચય વર્તે છે કે શ્રીગુરુના ઉપદેશના બળે હવે ગમે તેવા વિષમ કર્મોદય સામે હિંમતથી ઝઝૂમવું જ છે. શ્રીગુરુની આજ્ઞામાં સ્થિર થતાં જ સર્વ કર્મ નિમ્રભાવી થઈ ચાલ્યાં જશે. શ્રીગુરુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org