Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૨૬
ગાથા ૧૨૫માં સુશિષ્ય શ્રીગુરુચરણે સર્વોત્કૃષ્ટ વસ્તુ ધરવાનો ભાવ કર્યો. (રાગ જો કે વિચાર કરતાં તેને જણાયું કે આત્મા જ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને એ તો શ્રીગુરુએ જ આપ્યો હોવાથી એ પાછો આપવામાં કોઈ વિશેષતા નથી, તેથી તેણે શ્રીગુરુચરણાધીન વર્તવાની સમ્યક્ ભાવના કરી.
વિનયવંત શિષ્ય શ્રીગુરુના ચરણમાં પોતાનું સર્વસ્વ ધરી, તેમની આધીનતા સ્વીકારવાની ભાવના સેવી હતી. પ્રસ્તુત ગાથામાં પ્રભુને આધીન વર્તવાની ભાવનાને દઢ કરતાં શિષ્ય કહે છે –
“આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; | ગાથા
દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.' (૧૯૨૬). 7 આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને
સદ્ગુરુ પ્રભુને આધીન વર્તા, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. (૧૨૬)
- શ્રીગુરુના ઉપદેશથી આત્માનું અપૂર્વ ભાન આવ્યું, અર્થાત્ પોતાના શુદ્ધ ભાવાર્થ
આ સ્વરૂપનું ભાન થયું તે શ્રીગુરુનો તેના પ્રત્યેનો અમાપ ઉપકાર છે. જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અનંત દુઃખ પામ્યો હતો, તે પદ સમજાતાં સંસારસમુદ્રનો કિનારો સમીપ થયો; અને તે શ્રીગુરુની અનંત કૃપાનું જ ફળ છે. શ્રીગુરુના ઉપકારોનું વદન થતાં સમર્પણભાવથી પ્રેરાઈને શિષ્ય કહે છે કે “આજથી આ દેહાદિ જે કંઈ મારું ગણાય છે તે આપના ચરણમાં અર્પણ કરું છું, અર્થાત્ મન-વચન-કાયાના યોગ અને જગતમાં જે કંઈ પરિગ્રહાદિ મારું ગણાય છે તે સર્વ આપની આજ્ઞા મુજબ વર્તો. હું તો આપ પ્રભુનો દીન દાસ છું. આ દેહાદિ હવે આપની આજ્ઞા આરાધવા બંધાયેલાં છે, અર્થાત્ આપની આજ્ઞા અનુસાર ભાવ કરીશ, વચન ઉચ્ચારીશ અને કાયા પ્રવર્તાવીશ. મારું પ્રવર્તન પૂર્ણપણે આપને આધીન હો. આપની આજ્ઞા એકનિષ્ઠાએ ઉપાસવાની આ જીવની પૂર્ણ તૈયારી છે. આ દીન પાસે આનાથી વિશેષ આપને ચરણે ૧- શ્રીમના અનુયાયીઓ જ્યારે આ ગાથા પ્રણિપાત સ્તુતિ તથા દેવવંદનમાં બોલે છે ત્યારે તેઓ ‘તેહ પ્રભુનો દીન"ના બદલે શ્રીમદુને ઉદ્દેશીને “આપ પ્રભુનો દીન' એમ ઉચ્ચારણ કરે છે. (જુઓ : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત 'નિત્યક્રમ', આઠમી આવૃત્તિ, પૃ. ૩૭ તથા ૬૪ - પ્રણિપાત સ્તુતિ અને સંધ્યાકાળનું દેવવંદન.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org