Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૫
૭૪૩ શ્રીગુરુએ મારાં નિધાન મને બતાવ્યાં છે.” શિષ્યને પોતાની શક્તિમાં વિશ્વાસ બેઠો, પોતામાં શ્રદ્ધા થઈ અને સ્વરૂપની પ્રાપ્તિ થઈ.
પોતાને આત્માનો અનુભવ કરાવનાર શ્રીગુરુને શિષ્ય પરમ ઉલ્લસિત ભાવે હર્ષોગારપૂર્વક કહે છે કે હે પ્રભુ! આપે જ મને આત્મા આપ્યો છે. આપ સિવાય મને કોણ કહેનાર હતું કે તું અંતરમાં જા. આપે જ મને આત્મામાં જવા પ્રેરણા કરી. આપે તો આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ માટે મારી પસંદગીનો અવકાશ જ રહેવા ન દીધો! અંતરમાં સ્વભાવનો એવો મહિમા ઘૂંટાવ્યો, રુચિનું પોષણ અને સ્વરૂપનું ઘોલન એવું પ્રબળ કરાવ્યું કે આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો! સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ આપે અત્યંત સુગમ કરી દીધો અને તેથી જ આપના પ્રસાદથી હું નિજસ્વરૂપને પામ્યો છું.'
શ્રીગુરુની અપરંપાર કૃપાના સામર્થ્યથી જ શિષ્યને આત્મપ્રભુનો ભેટો થયો શ્રીગુરુએ અધ્યાત્મની બંસરી વગાડી, અંધકારમાં ડૂબી રહેલા સને પ્રકાશમાં લાવી, પ્રાણવંતો બનાવ્યો. શ્રીગુરુના પરમ પ્રતાપે શિષ્ય જડમાંથી ચૈતન્યવંત બન્યો. શ્રી કાનજીસ્વામી કહે છે -
નમોથ્થરં સ્તુતિમાં આવે છે કે હે પ્રભુ! આપ “જીવદયાણ' છો. આપે જ મને જીવ આપ્યો, એમ પોતાના ગુણનો આરોપ કરીને, સદ્ગુરુને અનંત ઉપકારના કરવાવાળા કહે છે..... અનંત કાળમાં આત્મપણાનું ભાન ન હતું તે આપે જ યથાતથ્ય બતાવ્યું, હું જડ જ હતો તે જડતા પલટાવીને આપે જ મને જીવત્વ - આત્મા” આપ્યો. હું મને ભૂલીને પુણ્ય-પાપ-રાગાદિમાં મારાપણાની કલ્પના કરીને પરવસ્તુમાં ચેતનધર્મ માનતો હતો, તે ભૂલ ટાળીને આત્માને એવો જાયો કે હું તો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છું, સ્વાધીન છું, એમ સમ્યજ્ઞાન થયું, તે આપની કરુણાના પ્રતાપે છે.
હું” આત્મા બન્યો માટે આપ જ “જીવદયાણં' છો.”
શ્રીગુરુએ આત્મભાન કરાવ્યું - આત્મા આપ્યો. તેનો પ્રત્યુપકાર વાળવા માટે આપી શકાય એવો કોઈ પદાર્થ વિશ્વમાં છે જ નહીં, તેથી શ્રીગુરુને શું આપવું એની શિષ્ય વિચારણા કરે છે અને એ વિચારણાના અંતે, બધું શોધતાં જડી આવે છે કે જેમણે આત્મા આપ્યો તેમની જ આજ્ઞાએ ત્રણે યોગના એકત્વથી વર્તવું એ જ એક ઉચિત ઉપાય છે. મન-વચન-કાયાની એકતાથી શ્રીગુરુની આજ્ઞાભક્તિમાં અખંડપણે રહી, તેમની જ ઇચ્છાને સર્વ પ્રકારે અનુસરી, રત્નત્રયની આરાધનામાં અનુરક્ત રહેવું એમ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org