________________
ગાથા-૧૨૩
૭૧૫
શ્રીમદ્ લખે છે –
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે." અપૂર્વ આત્મજાગૃતિ વડે જેઓ કાયાની માયા અર્થાત્ દેહાધ્યાસ ટાળી દે છે, તે મહાપુરુષો દેહાત્મબુદ્ધિ દૂર થવાથી આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સમાય છે. બાહ્ય ભાવોથી તેમની વૃત્તિ વિરામ પામી, અંતર્મુખ થઈ, પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં લીન થતાં તેઓ સમાધિસ્થ થાય છે. દેહાત્મબુદ્ધિરૂપ દર્શનમોહ કે જે મુખ્ય અત્યંતર પરિગ્રહની ગ્રંથિ - ગાંઠ છે, તેને છેદીને તે જ્ઞાની પુરુષ અન્ય બાહ્ય અને અંતરંગ સર્વ પરિગ્રહરૂપ ગ્રંથિને છેદવા સમર્થ બને છે. દર્શનમોહ અને ચારિત્રમોહરૂપ વિકટ ગ્રંથિનો છેદ કરીને તે મહાપુરુષ વીતરાગસર્વજ્ઞપદે વિરાજિત થાય છે. નિર્ગથ મહાત્માઓ મોહગ્રંથિને છેદવાનો જે ઉપાય - જે માર્ગ દર્શાવે છે, તે જ સંસારના અંતનો, અર્થાત્ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.
- આવો નિર્ચથનો માર્ગ પૂર્ણ રીતે સંક્ષેપમાં શ્રીગુરુએ સમજાવ્યો છે એમ સુશિષ્ય દ્વારા આ ગાથાની બીજી પંક્તિમાં જાહેર થાય છે. જન્મોજન્મના પરિભ્રમણ દરમ્યાન સુશિષ્યને પૂર્વે ક્યારે પણ નિર્ગથમાર્ગનું ભાન થયું ન હતું. શ્રીગુરુ દ્વારા તેને નિર્મથના માર્ગની સમજણ મળી અને અંતર્મુખ થવાની પ્રેરણા મળી. અનાદિ કાળથી તેનો જ્ઞાનોપયોગ જે પરસન્ન થતો હતો, તેની દિશા બદલાઈ સ્વસમ્મુખ થયો. પરને જાણવાવાળો ઉપયોગ સ્વસમ્મુખ થતાં તેણે સ્વને જાણ્યો. તેને સ્વાનુભવ થયો અને તેનું અનાદિનું અજ્ઞાન દૂર થયું. આવા કલ્યાણકારી નિર્ગથમાર્ગ વિષે શ્રીમદ્ કહે છે –
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.”
| સર્વોત્તમ શ્રેય કરનારો નિર્મથનો માર્ગ શ્રીગુરુએ શિષ્યને સંક્ષેપમાં સમજાવ્યો છે. જેમ છાશમાંથી નવનીત જુદું કરવામાં આવે છે, તેમ નિર્ગથમાર્ગનો સાર કાઢી સંક્ષેપમાં સમજાવ્યો છે. સંક્ષેપમાં એટલે અપૂર્ણ નહીં પણ ટૂંકામાં છતાં સંપૂર્ણપણે. જેમ કોઈ પુરુષની છબી (portrait) તે પુરુષપ્રમાણ (life size), અર્થાત્ પુરુષના કદ જેટલી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨) ૨- એજન, પૃ.૧૮૧ (પત્રાંક-પ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org