Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોવાથી જે કંઈ પણ ઉદયમાં આવે છે તેટલું જ તેઓ કરે છે. તેઓ સહજપરિણામી છે, સહજસ્વરૂપી છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે. તેઓ સહજ ભાવે વિચરતા હોવાથી કોઈ પણ ઉદય વખતે તેમનું ચિત્ત અનાસક્ત રહે છે, તેમના અંતરમાં કોઈ પણ ચીજની રેખા નથી દોરાતી. જ્યારે કોઈ ચીજને જોરથી પકડવામાં આવે છે ત્યારે ચિત્ત ઉપર તેની રેખા દોરાય છે, તેમજ કોઈ ચીજને જોરથી છોડવામાં આવે છે તોપણ ચિત્ત ઉપર તેની રેખા દોરાય છે; પરંતુ જો ન પકડવામાં આવે કે ન છોડવામાં આવે તો કોઈ પણ રેખા નથી દોરાતી. સદગુરુનું ચિત્ત રેખાંકિત નથી હોતું, કારણ કે તેઓ અનાસક્ત હોય છે. અચિંત્ય સુખસ્વરૂપ આત્મા તેમને સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ્યો છે, તેથી તેઓ અસંગ થયા છે, અપ્રતિબદ્ધ થયા છે, મુક્ત થયા છે, નિર્વિકલ્પ થયા છે, પરમોત્કૃષ્ટ સ્વાનુભવગોચર પદમાં લીન થયા છે. તેઓ અંતરમાં ઠરી, નિજાનંદમાં તરબોળ થયા છે. તેઓ ચૈતન્યના આનંદમાં ઝૂલે છે.
સદ્ગુરુની આ ઉત્કૃષ્ટ દશા પ્રત્યે સુશિષ્યનું શિર સહેજ ઝૂકી જાય છે. ગુણગણના ભંડાર એવા સગુરુને જોઈને તેનું મસ્તક આપોઆપ તેમના ચરણોમાં ઝૂકી જાય છે. અશરણ એવા આ સંસારમાં ઉત્તમ શરણરૂપ સદ્ગુરુનાં દર્શન થતાં તેને અપાર આનંદ થાય છે. સદ્ગુરુના આત્મપ્રદેશોમાં વિશિષ્ટ ઘટના બનેલી હોવાથી જ્યારે તેમનાં દર્શન થાય છે ત્યારે સુશિષ્યના અસંખ્ય પ્રદેશો પરમ હર્ષથી અને પરમ ભક્તિથી ઉલ્લસી જાય છે. સદ્ગુરુનાં દર્શન કરતાં રોમાંચ ઉલ્લસે છે, હર્ષાશ્રુ સરવા માંડે છે, કંઠ ગદ્દગદ થઈ જાય છે, સમસ્ત શરીર પુલકિત થઈ જાય છે અને દેહભાન કથંચિત્ વિસ્મૃત થઈ જાય છે. તેને અત્યંત ઉલ્લાસ આવે છે. તે સાત્ત્વિક આનંદને અનુભવે છે અને સંસારનાં સર્વ દુઃખો ભૂલી જાય છે.
સદ્દગુરુ ભગવંતમાં પ્રગટ થયેલા શાંતિ, આનંદ, નિઃસ્પૃહતા, અંતર્મુખતા, નિર્લેપતા આદિ દિવ્ય ગુણો દૃષ્ટિગોચર થાય છે ત્યારે સુશિષ્યને પોતાની ક્ષતિઓ જણાયા વિના રહેતી નથી. તેમની મહાનતા સમજાય ત્યારે પોતાની પામરતા પ્રતીત થાય છે. અસંગ, ઉદાસીન, અંતરમગ્ન, બોધિસમાધિમય, અલૌકિક, અચિંત્ય એવી સદ્ગુરુની આત્મદશાની ઝાંખી થતાં સુશિષ્યને સદ્ગુરુ પ્રત્યે બહુમાન જાગે છે અને પોતાની મોહાધીન, પામર દશા અત્યંત ખેંચે છે. તેનું સમસ્ત માન ગળી જાય છે. “અહો! સદ્ગુરુ પ્રભુ ક્યાં અને હું ક્યાં?' એવો ભાવ જાગતાં સ્વચ્છંદ, મિથ્યા આગ્રહ, અહંકારાદિ તમામ ભાવ ખરી પડે છે, ઓગળી જાય છે. ચિત્તમાં એમ જ રહે છે કે પ્રભુ કેવા મહાન છે! હું તો તેમની ચરણરજ થઈને રહું તોપણ બસ છે!' તે પોતાનાં દોષો અને નબળાઈઓ દૂર કરવા માટે અને તે મંગળકારી મૂર્તિમાં દર્શિત થતા ગુણોની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારે પ્રાર્થના, વિનયાદિ કરે છે. તે સદ્ગુરુના સ્વરૂપનો યથાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org