Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીગુરુના ઉપકારનું રટણ કરતાં ભાવવિભોર થઈ સુશિષ્ય કહે છે કે હે સહજાનંદી નાથ! આપના ઉપકારનું કઈ રીતે વર્ણન કરું? આપે આપની ચમત્કારિક શૈલીથી મારું હૈયું ઝંકૃત કર્યું. કોઈ અજબગજબની જાદુઈ લીલાથી મારો સંસારનો પાયો હચમચાવી નાંખ્યો. આપની નિઃસ્વાર્થ સ્નેહવર્ષોથી આ સંસારરૂપી રણપ્રદેશની બળબળતી લાયમાં શીતળતાનો અનુભવ કરાવ્યો. મારો હૃદયપલટો કરાવી ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું. મારા અંધકારરૂપ જીવનમાં સતુસૂર્યરૂપ એવા આપના કારણે ધર્મનું સુપ્રભાત થયું. આપની એ અસીમ કૃપા માટે હું સદૈવ આપનો ઋણી રહીશ.'
સુશિષ્ય ભાવે છે કે “આત્માને અનંત જમણામાંથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં લાવવો તે એવું કેવું નિરુપમ સુખ છે કે તેનો અનુભવ કરાવનાર હે પ્રભુ! આપના ચરણે હું શું ધરું? આપે મારા માટે જે જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે કેવી રીતે વિસારી શકાય? એ બધું તો મારા હૃદયપટ ઉપર શાશ્વત કોતરાઈ ગયું છે. આપનું આ અનંત ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ? શેનાથી ચૂકવી શકીશ? અહો નાથ! આ અતિ અમૂલ્ય ઉપકારનો બદલો હું કઈ રીતે વાળી શકીશ? આપના માટે હું શું કરું?'
સુશિષ્યને શ્રીગુરુના અનહદ ઉપકારનું વદન થતાં તેમના ચરણોમાં કંઈક સમર્પણ કરવાની શુભ ભાવના જાગે છે. ‘ચરણે શું ધરું?' એવું મનોમંથન શરૂ થાય છે. ભારતમાં ગુરુદક્ષિણાની આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. રાજા-મહારાજાનાં, શેઠ-શ્રીમંતોનાં અને સામાન્ય પ્રજાજનોનાં સંતાનો વર્ષો સુધી ઋષિમુનિઓના આશ્રમમાં રહી વિદ્યાસંપાદન કરતાં અને જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ થાય ત્યારે ગુરુઆજ્ઞા લઈ ઘરે પાછા ફરતાં પહેલાં શ્રીગુરુના ચરણે ગુરુદક્ષિણા આપ ગુરુઋણ ચૂકવવાનો પ્રયત્ન કરતા. તે રીતે અહીં પણ શ્રીગુરુના અમાપ ઉપકારનો વિચાર થતાં સુશિષ્યને પણ ગુરુદક્ષિણા અર્પવાનો ભક્તિભાવ ઊભરાઈ આવે છે અને તેથી પૂછે છે કે “હે પ્રભુ! ઉપકારનો પ્રત્યુપકાર વાળવા આપના ચરણ આગળ હું શું ધરું?
શિષ્ય વિચારે છે કે સદ્ગુરુને કંઈ પણ ધરવું હોય તો તે સૌથી શ્રેષ્ઠ વસ્તુ જ હોવી જોઈએ. આ જગતમાં સર્વ વસ્તુઓમાં જે શ્રેષ્ઠ હોય તે જ શ્રીગુરુને અર્પણ કરવા યોગ્ય છે અને જગતના સમસ્ત પદાર્થો જોતાં આત્માથી ચડિયાતું કંઈ જ નથી. શિષ્યની દષ્ટિ પૂર્ણાનંદ ત્રિકાળી તત્ત્વ ઉપર હોવાથી તેને હવે આત્મા જ સર્વશ્રેષ્ઠ લાગે છે અને આત્મા આગળ બધું જ હીન જણાય છે. આત્માની ઓળખાણ થઈ હોવાથી તેને જગતની બધી વસ્તુઓ તુચ્છ લાગે છે, હીન લાગે છે. આત્માનું અનંત સુખસ્વરૂપ તેને અમૂલ્ય ભાસે છે. આત્મા પાસે સંસારના સમસ્ત પદાર્થો નિર્માલ્ય ભાસે છે.
શિષ્ય અજ્ઞાનદશામાં તો વિષયોને સુખરૂપ માનતો હતો, એને તલ્લીન થઈને ભોગવતો હતો, પણ આત્માનુભવ થતાં વિષયોમાં રહેલ તેની સુખબુદ્ધિનો નાશ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org