Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૩)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવું મારું સ્વદ્રવ્ય સમજાવીને આપે મને ઉગાર્યો છે. પરમ મહિમાવંત એવું મારું અસ્તિત્વ સમજાવીને, મારો ઉત્સાહ નિજસ્વરૂપ તરફ વાળીને આપે મારા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. પરમાં અને વિકારમાં ચૂંટાયેલી મારી એકત્વબુદ્ધિ ટળતાં હવે હું ચૈિતન્યસ્વરૂપમાં સ્થિર થયો છું. હું મને નિત્ય ઉપયોગસ્વરૂપે જ અનુભવું છું. હવે પદ્રવ્ય કે રાગાદિ ભાવો મારા સ્વરૂપમાં એકપણે ભાસતા નથી. આપે ભેદવિજ્ઞાનના દિવ્ય મંત્રો વડે મને સજીવન કર્યો છે. તે કલ્યાણકારી પ્રભુ! હું આપનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે.”
સુશિષ્યને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી તેને સુપ્રતીતિ થઈ છે કે તેના સંસારનો અંત હવે સમીપ જ છે અને અનંત સુખનો કિનારો હાથવેંતમાં જ છે. આ દશા પ્રાપ્ત કરવામાં શ્રીગુરુનો જ પરમ ઉપકાર હોવાથી તેમના પ્રત્યે અંતઃકરણપૂર્વકની ભક્તિ અને પૂજ્યભાવથી “અહો! અહો! ઉપકાર' એવા ઉદ્ગાર સ્વતઃ નીકળી આવે છે. શ્રીમદ્ ભાવપૂર્ણ શબ્દોમાં સદ્ગુરુના માહાભ્યની સ્તુતિ કરતાં કહે છે –
અહો! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ :અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સગુરુદેવ - આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તા.૧
સદ્ગુરુનો અનંતો ઉપકાર અને તે પણ કેવો નિઃસ્પૃહતાસભર! સદ્ગુરુ જ જીવનને સાર્થકતા બક્ષે છે. જન્મથી મૃત્યુ પર્યતની જીવનયાત્રા એ માત્ર કર્મની ઘટના છે. જીવનયાત્રામાં કોઈ અર્થ હોતો નથી, પણ તેમાં અર્થ નિર્મિત કરવો પડે છે. આ અર્થહીન જીવનને સદ્ગુરુ પરમ અર્થ બક્ષે છે. જીવન અણઘડ રહે તો તેનું મૂલ્ય બે કોડીનું પણ નથી, પરંતુ સદ્ગુરુનો દિવ્ય સ્પર્શ મૂલ્યહીન અસ્તિત્વને અમૂલ્ય બનાવે છે. તેઓ ટાંકણા વડે જીવનને ઘડે છે અને અમૂલ્ય મૂર્તિનું સર્જન કરે છે. સદ્ગુરુરૂપી સમર્થ શિલ્પીને જીવન સોંપતાં બેડો પાર થઈ જાય છે. સદ્ગુરુ શિષ્યના અંતરના અનાદિ દારિત્ર્યને મિટાવી શાશ્વત નિધાનનાં દ્વાર ખોલી આપે છે. અનાદિ પરિભ્રમણમાં અનંત દુઃખોને પામેલા શિષ્યને સદ્દગુરુ પોતાનાં અલૌકિક વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનો સમર્થ આધાર આપી સંસારસમુદ્રની પાર ઊતારે છે. આવા અનંત ઉપકારી સદ્ગુરુને અત્યંત ભક્તિથી નમસ્કાર કરતાં શિષ્ય પ્રાર્થના કરે છે – હે પરમકૃપાળુ સગુરુદેવ!
માયાના દુરંત પ્રસંગમાં પણ કેવળ જેમની ઉદાસ અવસ્થા છે, સંસારના સર્વ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૩૦ (હાથનોંધ-૩, ૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org