Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૪
૭૨૫ અનંતદુઃખરૂપ સંસારમાંથી અનંતસુખરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવનારો બોધ આપીને મહાન ઉપકાર કરનારા સપુરુષોને પરમ ભક્તિભાવે નમસ્કાર છે. પરમ કૃપા કરી, અમૃત વચનો પ્રકાશી, પરમ શાંતિનો માર્ગ સમજાવી, અનંત કાળથી ભિડાયેલાં અંતરનાં દ્વારા ઉઘાડનારા પરમ ઉપકારી, કૃપાસાગર પુરુષોને પરમ પ્રેમે નમસ્કાર છે.
વળી, આ અમાપ ઉપકાર સપુરુષો કોઈ પણ બદલાની સ્પૃહા વિના, નિષ્કારણ કરુણાથી પ્રેરિત થઈને કરે છે કે જે ઉપકારને સંભારતાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. જન્મ-જરા-મરણનો નાશ કરવાવાળા અને સ્વસ્વરૂપમાં સ્થિર કરાવનાર ઉપદેશ આપનારા સપુરુષો સ્વપરકલ્યાણક જીવન વ્યતીત કરતા હોવાથી સર્વ જીવો તરફ કેવળ નિષ્કારણ કરુણાભાવવાળા હોય છે. તેમની નિષ્કારણ કરુણા પ્રત્યે નિરંતર સ્તવન, કીર્તન, પૂજન, આદર, સત્કાર, બહુમાન આદિ વિવિધ ભાવો સહિત વર્તવાથી જીવને વિશુદ્ધ ભાવોની પ્રાપ્તિ થાય છે અને અનુક્રમે શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે. આવા નિષ્કારણ કરુણાના ધારક સર્વ સત્પરુષોના ચરણારવિંદ સદા હૃદયને વિષે સ્થાપન રહો.
સદ્ગુરુ નિષ્કારણ કરુણાથી ઇચ્છે છે કે જીવ વિભાવને છોડી શાશ્વત સુખમય સ્વભાવમાં રમણતા કરે. તેઓ અખૂટ ધીરજપૂર્વક જીવમાં મૂળગત પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરે છે. તેઓ તેને અપૂર્વ સમજણ તથા માર્ગદર્શન આપે છે. સદ્ગુરુ શિષ્યની દશાને કેન્દ્રમાં રાખીને માર્ગદર્શન આપે છે. તેઓ બોધ આપતી વખતે શિષ્યને કેન્દ્રમાં રાખે છે. તેની દશા અને તેના ઉત્સાહને નજરમાં રાખીને તેઓ બોલે છે. જો તેઓ પોતાને કેન્દ્રમાં રાખીને બોલે તો શિષ્યને તે સમજાય નહીં અને તેથી શિષ્ય સાથે તેમનો કોઈ પણ પ્રકારનો સંબંધ બંધાય નહીં. જ્યાં સુધી શિષ્યની સાથે સંબંધ ન જોડાય, ત્યાં સુધી તેનું કલ્યાણ થઈ શકે નહીં. તેથી શિષ્ય જ્યાં છે ત્યાંથી તેઓ તેનો હાથ પકડે છે અને ત્યાંથી જ બધી સમસ્યાઓને ઉકેલવાની શરૂઆત કરે છે. સદ્ગુરુનું માહાભ્ય એવું છે કે તેઓ શિષ્યની ભૂમિકા ઉપર આવતા નથી, પણ પોતે એ ભૂમિકા સુધી ઝૂકીને, શિષ્યની સાથે રહીને, તેની સાથે સંબંધ બાંધીને તેને ધીમે ધીમે ઉપર ચઢાવતા જાય છે. એક બાજુ તેઓ પોતાની ઊંચાઈ તો જાળવી જ રાખે છે અને બીજી બાજુ શિષ્યની ભૂમિકા સુધી પહોંચીને તેને ઉપર ચઢાવે છે.
શિષ્યને ઘડવા માટે સદ્ગુરુ અપાર શ્રમ લે છે. શિષ્યને ઘડવો એ કંઈ મૂર્તિ સર્જવા જેવું સહેલું કાર્ય નથી. શિષ્યને ઘડવા માટે તો અભુત વૈર્ય જોઈએ. મૂર્તિકાર મૂર્તિ બનાવે તો પથ્થર વચ્ચે ઝંઝટ ઊભી કરતો નથી. તે સમર્પિત રહે છે. પણ સદ્ગુરુએ જડ પથ્થરમાંથી નહીં પણ જીવંત વ્યક્તિમાંથી પ્રતિમા સર્જવાની હોવાથી તેમનું કાર્ય અત્યંત વિકટ છે, અખૂટ ધૈર્ય માંગી લે છે. તેઓ જ્યારે શિષ્યને ઘડે છે ત્યારે શિષ્ય અનેક સમસ્યાઓ ઊભી કરે છે. તેના સ્વચ્છંદ, કષાય, પ્રમાદ, ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org