Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન - જ્યારે મનુષ્ય કોઈ અસાધારણ રૂપ, જ્ઞાન, શક્તિ જોઈ એનાથી પ્રભાવિત થઈ જાય છે અને તેના માટે એનું વર્ણન કરવું અશક્ય બની જાય છે, ત્યારે તેના મુખમાંથી આશ્ચર્યકારક ઉગારો સરી પડે છે. પ્રસ્તુત ગાથામાં “અહો' શબ્દ બે બેના જોડકામાં ચાર વાર પ્રયોજવામાં આવ્યો છે. પહેલું જોડકું શ્રીગુરુની દશા માટે પ્રયોજવામાં આવ્યું છે અને બીજું જોડકું શ્રીગુરુના ઉપકાર માટે પ્રયોજવામાં આવ્યું છે.
સંસારથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેમણે ઉપદેશ કર્યો છે તે સદ્દગુરુનો ઉપકાર અમાપ છે. જીવને સંસારમાં અટકી રહેલો જોઈને સદ્ગુરુને કરુણા આવે છે અને તેઓ તેને અનંત અને અપાર સંસારથી પાર પામવા પુરુષાર્થ કરવા પ્રોત્સાહિત કરે છે. તેઓ એકાંત અને અનંત શોકરૂપ - દુઃખપ્રદ સંસારમાં મોહિની ન આણતાં અજ્ઞાનથી નિવૃત્ત થવાની પ્રેરણા કરે છે. તેઓ જીવને વાત્સલ્યથી આત્મહિતનો માર્ગ દર્શાવે છે, સ્વાનુભૂતિની શીખ આપે છે. કરુણાસાગર સદ્ગુરુ બોધદાન કરી શિષ્યને કૃતાર્થ કરે છે.
વરસાદ તો વર્ષા ઋતુમાં જ અને તે પણ ન્યૂનાધિક માત્રામાં આવે છે, પરંતુ સદ્ગુરુની કરુણાની અમૃતવર્ષા તો પ્રત્યેક ઋતુમાં - બારે માસ અને વિપુલ માત્રામાં વરસે છે. સૌથી વિરલ વાત તો એ છે કે કરુણાની અમ્મલિત ધારા વરસાવતા હોવા છતાં તેઓ તો અત્યંત નિષ્કામ - નિઃસ્વાર્થ જ હોય છે. કરુણાના બદલામાં તેમને જગતસુખની કે માનપાનની કોઈ ઇચ્છા હોતી નથી. તેમને ક્યારે પણ કોઈ અપેક્ષા નથી હોતી. તેમની કરુણા અસીમ, બિનશરતી અને અપેક્ષાવિહીન હોય છે. તેમની વીતરાગતામંડિત કરુણા એક તરફ તેમને સર્વથી અસ્પષ્ટ રાખે છે, તો બીજી તરફ તે જીવને તેના દોષોનું ભાન કરાવી, એ દોષોથી મુક્ત થવાની દિવ્ય પ્રેરણા તથા માર્ગદર્શન આપી તેનું કલ્યાણ કરે છે. કોઈ જીવ આત્મસ્વરૂપ પામે, માત્ર એ જ હેતુથી તેમની ઉપદેશરૂપ વાણી વહે છે. નિઃસ્વાર્થ પરોપકારના વટવૃક્ષ, નિષ્કામ સ્નેહના દાતાર, નિર્લેપતાની જીવંત મૂર્તિ એવા સદગુરુના ગુણોનો મહિમા અપાર છે. શ્રીમદ્ લખે છે –
જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સપુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!
જેમની દિવ્ય વાણી જન્મ, જરા અને મૃત્યુની પેલે પાર લઈ જઈ પોતાના સહજાનંદસ્વરૂપમાં સ્થિર કરાવનારી છે, તે સત્પરુષોને ત્રિકરણ યોગે નમસ્કાર છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org