Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન 2 શ્રીગુરુ સાક્ષાત્ કરુણાના સમુદ્ર છે. જેમ સમુદ્રની ગહનતા અને વિશાળતા ભાવાર્થ
R] માપી શકાય નહીં, તેમ શ્રીગુરુની કરુણા પણ માપી ન શકાય એવી છે. નિષ્કારણ કરુણાની મૂર્તિ એવા શ્રીગુરુ પામર જીવનો હાથ ઝાલી, ધર્મોપદેશ આપી, સપુરુષાર્થ માટે ઉત્સાહ વધારી, આત્મજ્ઞાન પમાડી તેને ઉચ્ચ દશાએ પહોંચાડે છે. આ તેમનો અમાપ-અસીમ ઉપકાર છે. શ્રીગુરુનો ઉપકાર પરમાર્થરૂપ હોવાથી અનંત કાળનું સંસારપરિભ્રમણ અને તેના કારણે ઉત્પન્ન થનાર અનંત પ્રકારનાં દુઃખો ટળી જાય છે અને જીવ સ્વાધીન એવા અવ્યાબાધ સુખનો સ્વામી બને છે. સુશિષ્ય આ અલૌકિક ઉપકારની મહત્તા સમજતો હોવાથી ગુરુ કર્યો ઉપકાર' એમ કહેવાને બદલે અહીં “પ્રભુ કર્યો ઉપકાર' એમ કહે છે, કારણ કે ગુરુ અને પ્રભુમાં હવે શિષ્યને ભેદ લાગતો નથી. ગુરુનું કૃપામૃત એક વાર પણ જેણે ચાખ્યું છે તે શિષ્ય તો એમ જ કહેશે કે ગુરુ અને પરમાત્મા એમ બે ભિન્ન પદ છે જ નહીં, ગુરુ એ જ પરમાત્મા છે. શ્રીગુરુમાં આવી પરમેશ્વરબુદ્ધિ થઈ હોવાથી સુશિષ્ય તેમની ભક્તિમાં લીન થઈ જાય છે.
- પોતાને સાચા નિર્ગથમાર્ગ ઉપર લાવનાર કરુણાસિંધુ સદ્દગુરુના અપાર ઉપકાર પ્રત્યે શિષ્યને અંતરમાં અહોભાવ વર્તે છે. શ્રીગુરુના ઉપકારને સ્તવમાં તે કહે છે કે ‘પૂર્વે કદી નહીં પ્રતીત કરેલો, નહીં જાણેલો, નહીં આદરેલો એવો સ્વરૂપપ્રાપ્તિનો માર્ગ, આપ કરુણાસિંધુ પ્રભુની અપરંપાર કૃપાથી આ અબુધ જીવને અત્યંત સરળતાથી પ્રાપ્ત થયો. અનાદિ કાળથી હું સંસાર-અટવીમાં મારા પોતાના સ્વચ્છંદથી રખડ્યો હતો. વિપરીત ભાવો કરી મેં કર્મનો અસહ્ય ભાર મારા નિર્મળ જ્યોતિ સ્વરૂપ શુદ્ધાત્માના પ્રદેશ પ્રદેશ લાદ્યો હતો અને પરિણામે હું ખૂબ દીન મૂઢ પામર બન્યો હતો. મારા સદ્ભાગ્યે આપ મળ્યા. આપની કૃપાથી મને સમજાયું કે આપે વિષમ ઉદયકાળની સામે પડી, પરમ આશ્ચર્યકારક સ્વવીર્ય વડે કર્મોને બાળી-પ્રજાળી, રાગ-દ્વેષની શૃંખલાને તોડીફોડી, પરપરિણતિને ભસ્મ કરી છે; તેમજ સ્વરૂપની અનંત શાંતિ, અવ્યાબાધ સુખ અને અપૂર્વ શીતળતા પ્રગટ કર્યા છે. આપના જ્ઞાન સામર્થ્ય અને વીતરાગતાએ મને આપનું શરણ લેવા પ્રેર્યો છે. આપે મારા ચિંતનને નૂતન દિશા આપી મારી ચાલમાં વેગ પૂર્યો છે. આપના ધૈર્ય અને વીરતાના ગુણોનું દાન મેળવી, મારો પુરુષાર્થ અકથ્ય રીતે વૃદ્ધિમાન થતો ગયો છે. આપની અસીમ કૃપાએ મારા અજ્ઞાનના અંધ પડદાને સળગાવી દીધો છે. મારા સ્વચ્છંદ અને પ્રમાદના કોચલાને તોડી મને મુક્ત કર્યો છે. આ પામરમાં આપની દિવ્ય કરુણાના સામર્થ્યથી પ્રભુતા પ્રગટી છે. મારી પ્રત્યેક પર્યાયમાં આપશ્રીનો અસીમ ઉપકાર વેચાઈ રહ્યો છે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને જાત્યાંતર કરી આપે ભવનિવૃત્તિરૂપ કર્યું છે. તેથી હે મંગલમૂર્તિ! હે કલ્યાણમૂર્તિ! હે સદ્ગુરુદેવ! આપે કરેલો ઉપકાર અમાપ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org