Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મોટી પણ હોય અથવા અંગુલિની મુદ્રિકામાં સમાય એટલી (locket size) નાની પણ હોય; છતાં તે નાની છબી પણ મોટી છબીની જેમ તે પુરુષની સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે. તેમ વિસ્તૃત નિગ્રંથ પ્રવચનને ટૂંકામાં છતાં સંપૂર્ણપણે અહીં રજૂ કરવામાં આવ્યું છે, જેની સહાયથી સ્વસમ્મુખ થતાં નિર્ગથમાર્ગ પ્રાપ્ત થાય છે.
અત્યંત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથન કરવું એ કાંઈ સહેલું કાર્ય નથી. સંક્ષેપનો વિસ્તાર કરવો સહેલો છે, પણ વિસ્તારનો સંક્ષેપ કરવો સહેલો નથી; કારણ કે વિસ્તારનો ટૂંકામાં છતાં સંપૂર્ણપણે સંક્ષેપ કરવામાં ઘણી વિશેષ કુશળતાની જરૂર પડે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમમાં રહેલી આ કુશળતા પ્રગટ દેખાય છે, જે અત્યંત પ્રશંસનીય છે. તેમણે અહીં સમગ્ર શાસ્ત્રોનો સાર સંક્ષેપમાં દર્શાવ્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, વર્જિત સર્વ વિભાવ; પરમ જ્યોતિ નિજ આત્મની, પ્રગટ સહજ સ્વભાવ. એવો જે શિવસ્વરૂપ છે, તે પામે તે પંથ; સમ્યક રત્નત્રય વડો, બાહ્યાંતર નિર્મથ. સરલપણે સદ્ગુરુ પ્રભુ, યથાર્થ ન્યાય પ્રમાણ; સમજાવ્યો સંક્ષેપમાં, ખરો માર્ગ નિર્વાણ. નિશ્ચય ને વ્યવહાર બે, મળી થયો છે પંથ; સરળ માર્ગ નિર્વાણનો, સકળ માર્ગ નિગ્રંથ.૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૮૯-૪૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org