Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧ ૨૧
૬૮૩
ખરો, પણ અપ્રભાવિત જ રહે છે. આ જ કારણથી જ્ઞાનીઓનો ઉપયોગ સદૈવ શુદ્ધ કહેવામાં આવે છે. જેઓ આ પ્રમાણે પરથી અપ્રભાવિત રહે છે, તેઓ સંસારમાંથી પસાર થાય છે; પરંતુ સંસાર તેમનામાંથી પસાર થતો નથી.
- જ્ઞાનીઓ પરશેયને જાણે છે, પણ તેમાં ઈષ્ટ-અનિષ્ટની, કર્તા-ભોક્તાની કલ્પના કરતા નથી. તેઓ કર્મધારાનો ત્યાગ કરી જ્ઞાનધારામાં સ્થિત રહે છે. જાણવાના બે પ્રકાર છે - એક જ્ઞાનધારા અને બીજી કર્મધારા. એકમાં વસ્તુને જેમ છે તેમ જાણવાનું થાય છે. આ જ્ઞાનધારા છે. બીજામાં વસ્તુને ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિપૂર્વક જાણવાનું થાય છે. આ કર્મધારા છે. જ્ઞાનધારા જ્ઞાનના પારિણામિક ભાવ-સ્વભાવ સાથે તન્મય છે, તેને અનુરૂપ છે; અને કર્મધારા પરપદાર્થોનાં રહણ-ત્યાગના વિકલ્પો સહિત હોવાના કારણે જ્ઞાનના પારિણામિક ભાવ-સ્વભાવ સાથે તન્મય નથી, તેને અનુરૂપ નથી. જ્ઞાનધારાયુક્ત ચેતન ‘જ્ઞાતા' કહેવાય છે, જ્યારે કર્મધારાયુક્ત ચેતન ‘કર્તા-ભોક્તા' કહેવાય છે. જ્ઞાતા રહેવું એ ધર્મ છે, જ્યારે કર્તા-ભોક્તા થવું એ અધર્મ છે. જ્ઞાનધારા અને કર્મધારાને થોડા દૃષ્ટાંત વડે સમજીએ – (૧) જ્ઞાનસ્વભાવી, શુદ્ધ ચૈતન્ય છું અને વર્તમાનમાં સ્ત્રીશરીરનો સંયોગ હોવાથી પર્યાયધર્મ હું સ્ત્રી છું', એવું જાણવું તે જ્ઞાનધારારૂપ છે. અનેક અવસ્થાઓમાં ગૂંથાયેલી એક અખંડ સત્તાનું દર્શન થાય છે તે જ્ઞાનધારા; અને સ્ત્રીશરીર સાથે પોતાનો સંબંધ જોડીને તેમાં ઇષ્ટ-અનિષ્ટ કલ્પના કરવી કે “સ્ત્રી થવાથી હું દુઃખી છું. તે મને અંતરાયભૂત નીવડે છે. આ ન હો તો ઠીક.' આ સર્વ કર્મધારા છે. (૨) આ વિષ્ટા નામનો એક પીળા રંગનો, કોઈ વિશેષ પ્રકારની ગંધવાળો પદાર્થ છે. તે પહેલાં અનરૂપે હતો, હવે વિષ્ટા થવાથી ખેતરોમાં ખાતરરૂપે નાખવામાં આવશે.” આ પ્રકારનું જ્ઞાન તે જ્ઞાનધારા છે. પરંતુ આ વસ્તુ ધૃણાજનક છે. તેને મારાથી દૂર કરો.' આ પ્રકારનું જ્ઞાન તે કર્મધારા છે. (૩) આજનો દિવસ બહુ જ ગરમ છે' તે જ્ઞાનધારા છે. પરંતુ ગરમીથી મને બહુ પીડા થાય છે. ગરમી ઓછી થાય તો સારું.' આ કર્મધારા છે.
કોઈ પદાર્થ કે વિષયનું જાણવું તે અનિષ્ટ નથી, પરંતુ તેની સાથે થતા તંદ્રાત્મક વિકલ્પો કે જે અંતસ્તલને ક્ષુબ્ધ કરે છે, અશાંતિના અગાધ સાગરમાં ધકેલી દે છે તે અનિષ્ટ છે. જ્ઞાન તો દર્પણ છે. તેની સમક્ષ જે આવે તેને તે જાણે છે, તેમાં કંઈ અનિષ્ટ નથી. તેમાં ભલે ધન, સ્ત્રી, કુટુંબ જણાતું હોય; તે જાણવું કાંઈ અનિષ્ટ નથી, પરંતુ તે સંબંધી લંકાત્મક વિકલ્પો, કર્તા-ભોક્તાની ધારણા તે અનિષ્ટ છે.
કર્મધારારૂપ પ્રવર્તન તો પ્રાણીમાત્ર સદાકાળથી કરતો આવ્યો છે. જ્ઞાનીને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org