________________
૭૦૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને અનુભવનારી ચેતના છે. શુદ્ધ ચેતન વસ્તુ રાગ વગરની છે, તેથી તેનો અનુભવ પણ રાગ વગરનો જ હોય છે. વસ્ત રાગરૂપ નથી. તેથી તેની
નુભવરૂપ પર્યાય પણ રાગરૂપ નથી. જ્ઞાનચેતનામાં એકલી વીતરાગતા ભરી હોય છે, આનંદ ભરેલો છે. નિર્વિકલ્પ સ્વસંવેદન પછી પણ જ્ઞાનપરિણતિ અને શ્રદ્ધાપરિણતિ વીતરાગસ્વભાવે જ રહે છે. જ્ઞાનીનું જ્ઞાન-દર્શન શુદ્ધ જ હોય છે. તેમનાં જ્ઞાન-શ્રદ્ધા યથાર્થ હોય છે. ચારિત્રપરિણતિમાં કેટલીક શુદ્ધિ થઈ હોય છે અને કેટલાક વિકાર પણ હોય છે. તેથી સાધકદશાના કાળ દરમ્યાન વીતરાગી દશા તેમજ રાગી દશા સાથે સાથે વર્તે છે. તેમને મિશ્રભાવની ધારા હોય છે. તેમને રાગ થાય છે, પણ તે વખતે તેમનાં શ્રદ્ધા-જ્ઞાનમાં નિર્મળતા હોય છે. રાગ તેમની જ્ઞાનચેતનાને મલિન નથી કરી શકતો.
જ્ઞાનચેતનાનું અચિંત્ય સામર્થ્ય છે. અનંતાનુબંધી સિવાય બાકીના ત્રણ પ્રકારના કષાયના ઉદય પણ શુદ્ધ જ્ઞાનચેતનાને મલિન કરી શકતા નથી. ક્રોધ આવતાં ભરત ચક્રવર્તીએ પોતાના ભાઈ બાહુબલિને મારવા માટે ચક્ર છોડ્યું હતું. તે વખતનો ક્રોધ પણ તેમના સમ્યક્ત્વને કે જ્ઞાનચેતનાને ડગાવી શક્યો નહીં - નષ્ટ કરી શક્યો નહીં. ક્રોધ સામે અડગપણે ટકી રહેવાનું અપાર સામર્થ્ય જ્ઞાનચેતનામાં છે. ક્રોધાદિના સામર્થ્ય કરતાં જ્ઞાનચેતના ઘણી જ બળવાન છે. તેનામાં અપાર તાકાત છે. જેમ સાંકડા રસ્તા ઉપરથી જાન જતી હોય, વરરાજા ગાડામાં બેઠા હોય અને સામેથી બીજું ગાડું આવે તો બેમાંથી સામેના ગાડાવાળાએ ગાડું ખસેડવું પડે, વરરાજાનું ગાડું ખસે નહીં. એવી જ રીતે જ્ઞાનચેતના અને રાગાદિ સામસામા ભેટે છે, તેમાંથી રાગાદિને જ ખસી જવું પડે છે, જ્ઞાનચેતના ટળતી નથી. રાગાદિને શુદ્ધ જ્ઞાનચેતના નમતી જ નથી. રાગને જાણીને તેનાથી જુદી રહેનાર, સ્વસ્વરૂપમાં ઢળનાર એવી જ્ઞાનચેતનાના બળ વડે જીવ જરૂર મોક્ષ પામે છે. જ્ઞાનચેતનાના બળ વડે તમામ રાગ-દ્વેષ ટળી જાય છે અને જીવની મુક્તિ થાય છે. તે સિદ્ધપદને પામે છે.
જ્ઞાનચેતનાનો મહિમા અપાર છે. શુદ્ધાત્મસ્વરૂપને અનુભવનારી આ સમ્ય ચેતના તે જ મુક્તિનો ઉપાય છે. તે જ આનંદનો ઉપાય છે. તે જ શાંતિનો ઉપાય છે. જેને જ્ઞાનચેતના પ્રગટે છે તે જીવ સર્વ પરભાવોથી છૂટો પડી જાય છે અને નિજાનંદને અનુભવવામાં લીન થઈ જાય છે. અત્યાર સુધી તે રાગ, દ્વેષ અને દુઃખને વેદતો હતો, પણ હવે તે આનંદને વેદે છે. શુદ્ધાત્મસ્વરૂપ ભાસ્યું હોવાથી પરનું કર્તાભોક્તાપણું છૂટીને નિજપરિણામોનું જ કરવા-ભોગવવાપણું રહે છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
જ્યારે “ભાસ્યું નિજસ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ” એટલે કે આત્માની યથાર્થ પ્રતીતિ (સમ્યગ્દર્શન) અને સમ્યજ્ઞાન થતાં પૂર્ણ કૃતકૃત્ય, નિરપાધિક પોતાનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org