Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૦૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગાથાની બીજી પંક્તિમાં સુશિષ્ય અત્યંત કૃતજ્ઞભાવે કહે છે કે નિર્ચથોએ પ્રરૂપેલ એવો મોક્ષનો પંથ શ્રી સદ્ગુરુએ જેમ છે તેમ યથાતથ્ય સમજાવ્યો છે, જે તેને અનુભવથી સમજાયો છે. શુભાશુભ ભાવોની પરંપરાથી ટકી રહેતી અશુદ્ધ અવસ્થાનો છેદ ઉડાડવા, શુદ્ધાત્મસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતા કરવારૂપ સત્ય પંથ સંક્ષેપમાં છતાં પરિપૂર્ણપણે સમજાવી શ્રીગુરુએ તેના ઉપર પરમ ઉપકાર કર્યો છે; એમ તે વિનમભાવે કહે છે.
ખાણમાંથી નીકળતું સોનું અશુદ્ધ હોય છે. પહેલાં શુદ્ધ હતું અને પછી વિશેષાર્થ
1 અશુદ્ધ બન્યું એમ નથી, પણ સદાથી તે અશુદ્ધ જ હતું. સાથે સાથે તેમાં શુદ્ધ થવાની લાયકાત પણ સમાયેલી હતી. ધાતુવિજ્ઞાનની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા તેની શુદ્ધિ કરી શકાય છે. આ જ વાત સંસારી જીવને લાગુ પડે છે. તેનામાં રાગદ્વેષરૂપી અશુદ્ધતા હોવાથી તે અશુદ્ધ છે. અનાદિ કાળથી અશુદ્ધ હોવા છતાં શુદ્ધ થવાની યોગ્યતા પણ તેમાં સદાથી છે. તે અશુદ્ધ આત્માને શુદ્ધ કરવાનો વિશિષ્ટ ઉપાય પણ છે.
આ ઉદાહરણમાં સમાનતાની સાથે તેમાં રહેલો તફાવત પણ સમજી લેવો ઘટે છે. સોનું ખનિજ ધાતુ છે, એટલે કે જડ પદાર્થ છે. તેને શુદ્ધ કરવા બીજી કોઈ વસ્તુની જરૂર રહે છે. જ્યારે જીવ તો ચેતન છે, પોતાની શુદ્ધિ કરવા સ્વયં સમર્થ છે. પોતાની અશુદ્ધતાનું સાચું કારણ સમજીને, તેના અભાવ માટે યોગ્ય ઉપાય યોજીને જીવે પોતાની શુદ્ધિ કરવાની છે. પોતાના આત્માને અન્ય કોઈ શુદ્ધ કરી શકે એમ નથી, તેમજ તેને શુદ્ધ કરવાની જવાબદારી પણ કોઈ બીજા ઉપર નથી. જેમણે પોતામાં રહેલી અશુદ્ધતા દૂર કરી છે, તેઓ શુદ્ધતાના માર્ગની જાણકારી અન્ય જીવોને આપી શકે છે; અને એવા શુદ્ધ જીવોને જોઈ, જીવ પોતાનામાં તેમના જેવા થવાનો ઉત્સાહ ઉત્પન્ન કરી શકે છે; તથાપિ શુદ્ધ થવાનો સત્ય પુરુષાર્થ તો જીવે પોતે જ કરવો પડે છે. વિશિષ્ટ ઉપાય વડે જ્યારે આત્મા સંપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે તે અવસ્થાને મોક્ષ કહેવાય છે.
દરેક જીવ એક ચૈતન્યદ્રવ્ય છે. મોક્ષ એ જીવની પૂર્ણપવિત્ર અવસ્થા છે. મોક્ષ એટલે વિકારી અવસ્થાથી મુક્ત થવું. વિકારનું કારણ જીવ પોતે જ છે, તેથી તે પોતે જ એ વિકારને દૂર કરી શકે છે. તેનાં બંધનનો અને મુક્તિનો આધાર તે પોતે જ છે, તેમજ મોક્ષ પ્રાપ્ત કરવાની જવાબદારી પણ તેની પોતાની જ છે. જીવનો મોક્ષ તેના પોતાના જ હાથમાં છે. તે પુરુષાર્થ કરે ત્યારે જ મોક્ષ થાય છે. કોઈ બીજાના પુરુષાર્થથી તેની મોક્ષ અવસ્થા પ્રગટતી નથી.
સર્વ દ્રવ્યો એકબીજાથી સર્વથા ભિન્ન હોવાના કારણે તેનાં ગુણો અને પર્યાયો પણ ત્રિકાળ જુદાં જ છે અને દરેક દ્રવ્યનાં ગુણ-પર્યાય પોતપોતાના દ્રવ્યના જ આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org