Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૨૩
ગાથા)
- ગાથા ૧૨૨માં સુશિષ્ય કહ્યું કે આત્માનું શુદ્ધ ત્રિકાળી ચેતના સ્વરૂપ જેવું ભૂમિકા
*] છે, તેવી જ શુદ્ધ અવસ્થા તે પામ્યો છે અને તેનો નિર્વિકલ્પસ્વરૂપે તે કર્તા-ભોક્તા બન્યો છે.
ગાથા ૧૨૦માં ‘આત્મા છે અને તે નિત્ય છે' એ બે પદ પોતાને યથાર્થ સમજાયાં છે એમ સુશિષ્ય કહ્યું હતું. તેમાં તેને થયેલા આત્માના અનુભવનો રણકો સ્પષ્ટ જણાય છે. ગાથા ૧૨૧-૧૨૨માં આત્માનું કર્તુત્વ તથા ભોસ્તૃત્વ જે પ્રકારે તેને અનુભવથી સમજાયું છે તે તેણે દર્શાવ્યું. ત્રીજું અને ચોથું પદ સમજાવવા શ્રીમદે આગળ ઉપર ૧૬ ગાથા રચી હતી, જેમાં શ્રીગુરુએ ૧૦ ગાથામાં આત્માનું કર્તુત્વ અને ભોક્નત્વ સમજાવ્યું હતું. તે જ વાતને સારરૂપે બે ગાથામાં સુશિષ્યની અનુભવકથનીરૂપે શ્રીમદે અત્રે પુનઃ સમજાવી છે. હવે આત્માનાં અંતિમ બે પદ - “મોક્ષ છે' અને ‘તેનો ઉપાય છે', સુશિષ્યને જે પ્રકારે શ્રીગુરુએ સમજાવ્યાં હતાં અને તે જે પ્રકારે તેને સમજાયાં છે એ દર્શાવતાં તે કહે છે –
“મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.' (૧૯૨૩) તે આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી
સદ્દગુરુએ કૃપા કરીને નિર્ચથનો સર્વ માર્ગ સમજાવ્યો. (૧૨૩) a મોક્ષ એટલે આત્માનું અત્યંત શુદ્ધપણું. રાગ-દ્વેષ-અજ્ઞાનથી છૂટી જવું અથવા
સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ છે. મોક્ષ એ તો આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાનું નામ છે. જો મોક્ષનો સંબંધ ચૌદ રક્તાત્મક લોકના અગ્ર ભાગમાં આવેલ કોઈ ક્ષેત્ર સાથે એકાંતે જોડવામાં આવે તો એ ક્ષેત્રમાં રહેલા સર્વ જીવ શુદ્ધ હોવા ઘટે, સુખી હોવા ઘટે, પરંતુ એમ તો છે નહીં. જ્યાં અનંતા સિદ્ધ ભગવંતો બિરાજે છે, ત્યાં અનંતા નિગોદના જીવો પણ છે, જે અશુદ્ધ છે, દુઃખી છે. તેથી જ અહીં મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહ્યું કે મોક્ષ એ આત્માની શુદ્ધ દશાની પ્રાપ્તિનું નામ છે. સર્વકર્મરહિત, સર્વવિકારરહિત એવું પરમ પવિત્ર, અવિનાશી, અનંત સુખમય મોક્ષપદ જે ઉપાય વડે પ્રાપ્ત થાય તે જ મોક્ષનો પંથ, અર્થાત્ મોક્ષમાર્ગ છે. મોક્ષનો એકમાત્ર ઉપાય રત્નત્રયની આરાધના છે, માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયનું સેવન એ જ સાચો મોક્ષમાર્ગ છે.
ભાવાર્થ સર્વ કર્મથી માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org