Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શાંતિનો અનુભવ કરે છે. કોઈ પણ પરસંયોગ વિનાના સુખની પ્રથમ ઝલક તે મેળવે છે. તે અત્યંત આનંદથી ભરાઈ જાય છે. સ્વરૂપનો અનુભવાત્મક બોધ થાય છે કે “જે ચાલે છે, તે હું નથી; જે સ્થિર છે, તે હું છું. જે વાસનાથી ભરેલો છે, તે હું નથી; જે સદા વાસનારહિત છે, તે હું છું. જે મરણશીલ છે, તે હું નથી; જે અમૃતનો સોત છે, અજર-અમર છે, શાશ્વત ચૈતન્ય છે, તે હું છું.' પોતાના સ્વરૂપની ભાળ લાગી જવાથી ચૈતન્ય મહેલનાં દ્વાર ખૂલી જાય છે અને અવર્ણનીય શાંતિ, આનંદ, તૃપ્તિનો સ્વાદ ચાખ્યો હોવાથી આગળની યાત્રા ખૂબ જ સરળ બને છે. સ્વરૂપના સ્પષ્ટ, પ્રત્યક્ષ બોધથી તેનું સમગ્ર જીવન ફેરવાઈ જાય છે. તેનું અદ્ભુત રૂપાંતરણ થઈ જાય છે. કર્તા-ભોક્તામાંથી તે અકર્તા-અભોક્તા બને છે. તે હવે ભોજન કરે છે છતાં ઉપવાસી છે, ભીડમાં હોવા છતાં એકલો છે, સૂતો છે છતાં જાગૃત છે. આ સર્વ જ્ઞાયકભાવની સાધનાનો પ્રતાપ છે.
સતત જ્ઞાયકભાવમાં રહેવું જોઈએ. એક પણ ક્ષણને બેહોશીમાં ન જવા દેવી જોઈએ. જેવી કર્તા-ભોક્તાની વૃત્તિ ઊઠે કે તરત જ્ઞાયકને સંભારવો જોઈએ. કર્તાભોક્તાભાવનો નાશ કરવા જ્ઞાતાભાવરૂપ શસ્ત્રને ધારદાર કરવું જોઈએ. એ જ મૂળ ધર્મ છે. દરેક પ્રસંગમાં વૃત્તિને જ્ઞાયકતત્ત્વની સન્મુખ કરતા રહેવું જોઈએ. પરિઘ ઉપરથી દષ્ટિ હટાવી કેન્દ્રમાં દૃષ્ટિ સ્થાપવી જોઈએ. સંજોગો નિરંતર બદલાયા જ કરશે, પરંતુ દષ્ટિ કેન્દ્ર ઉપર જ રાખવી જોઈએ. સ્વભાવ ઉપર દૃષ્ટિ રાખી અપ્રભાવિત રહેવું જોઈએ. અક્ષુબ્ધ અને અસ્પૃશ્ય રહીને મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી જોઈએ. પરશેયમાં કર્તા-ભોક્તાભાવ ન કરતાં ઉપયોગને અપ્રભાવિત રાખવો જોઈએ.
જીવ ઉપયોગસ્વરૂપ છે. તેનો ઉપયોગ પરયોને જાણવામાં પ્રવર્તે છે. પરને જાણતી વખતે તેનો ઉપયોગ કર્તા-ભોક્તાભાવમાં સરી પડે છે. તેણે એવો પુરુષાર્થ કરવો જોઈએ કે પરને જાણતી વખતે કર્તા-ભોક્તાભાવ ન ઊઠે. જો તે પરને માત્ર જ્ઞાતાભાવથી જ જાણે, તો તેનો ભાવ પરથી પ્રભાવિત થયા વિના, પરમાં જોડાય નહીં, એટલે કે કુંવારો જ રહે. જ્યારે તે કર્તા-ભોક્તાભાવે પરને જાણે છે ત્યારે તે પર સાથે સગાઈ કરે છે. તેણે એવી જાગૃતિ રાખવાની છે કે પરને જાણતી વખતે તેમાં જોડાણ ન થઈ જાય, અર્થાત્ તેનો ઉપયોગ કુંવારો રહે, અપ્રભાવિત રહે, અસ્પૃશ્ય રહે. ઉપયોગ જ્યારે અપ્રભાવિત રહે છે ત્યારે તે ઉપયોગમાં એટલી સ્વચ્છતા, એટલો પ્રકાશ ઝળકી ઊઠે છે કે તે પ્રકાશમાં સ્વયંનો બોધ થાય છે, સ્વની અનુભૂતિ - સ્વસંવેદન થઈ જાય છે.
જ્ઞાનીઓ જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં હોય છે ત્યારે તેમનો ઉપયોગ સ્વર્શયમાં રમે છે અને જ્યારે સવિકલ્પ અવસ્થામાં હોય છે ત્યારે તેમનો ઉપયોગ બહાર જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org