Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૯૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે પોતાની સમસ્ત વિચારધારા પ્રત્યે જાગૃતિ કેળવે છે, વિચારોનો સાક્ષીમાત્ર બની જાય છે, તે એક અદ્ભુત અનુભવમાંથી પસાર થાય છે. તે અનુભવે છે કે જે જે વિચારનો તે સાક્ષી બને છે, તે તે વિચાર તિરોહિત થવા માંડે છે, આવતાં બંધ થાય છે. વિચારોના સહજ અને સરળ નિરીક્ષણમાં વિચાર તિરોહિત થવા માંડે છે. પસંદગી વિનાનું નિરીક્ષણ કરવાથી વિચાર ક્ષીણ થવા માંડે છે. જ્યાં વિચારોનું માત્ર દર્શન થાય છે, ત્યાં તેને પોષણ મળતું નથી અને તેથી તે ટકી શકતા નથી. વિચારોનું તટસ્થ દર્શન કરવાથી વિચારોની ગતિ ક્ષીણ થાય છે અને અંતે નિર્વિચાર સ્થિતિ ઉદ્ભવે છે. તટસ્થ, પસંદગીરહિત નિરીક્ષણથી નિર્વિચાર દશા આવે છે. વિચારોને સાક્ષીભાવે જોવાનો અભ્યાસ કરતા રહેવાથી વિચાર શૂન્ય થવાય છે. એક અવર્ણનીય મૌન, એક અપૂર્વ શાંતિ રહી જાય છે અને માત્ર જ્ઞાયક જ બાકી બચે છે.
વિચારોનું તટસ્થપણે પસંદગીરહિત નિરીક્ષણ કરવાથી ઉપયોગ વિકલ્પથી છૂટો પડી જાય છે અને ત્યારે તે ઉપયોગ નિજ ચિદાનંદતત્ત્વને જ તન્મયપણે જાણે છે. ઉપયોગ સૂક્ષ્માતિસૂક્ષ્મ થતો જઈ, જે સમયે ઇન્દ્રિયોના અને મનના વ્યાપારનો સંગ છોડી દે છે; તે જ સમયે સ્વાધીન, સ્વાશ્રયી, અતીન્દ્રિય, પ્રત્યક્ષ જ્ઞાન નિજ શુદ્ધાત્મસ્વરૂપને સ્પષ્ટપણે જાણે છે. ઉપયોગમાં એ કાળે કોઈ વિકલ્પનું ગ્રહણ થતું નથી. સાધક અત્યાર સુધી તો આત્માને ગુણ અને લક્ષણથી જાણતો હતો, પણ જ્યારે નય સંબંધી સમસ્ત વિકલ્પોના પક્ષને ઓળંગી જઈ તે વિકલ્પાતીત બને છે ત્યારે તે ચૈતન્યને સ્વસંવેદનથી જાણે છે - અનુભવે છે.
સ્વસંવેદનજ્ઞાન દ્વારા ઇન્દ્રિયો તથા વિકલ્પોથી અગોચર એવા આત્માને તે અનુભવે છે. અનંત ગુણોથી શોભિત, અનંતશક્તિધારક, ચેતનાયુક્ત એવા આત્મપદનો તે અનુભવ કરે છે. તેને સર્વ ઉપાધિથી ભિન્ન, શુદ્ધ, બુદ્ધ, અનંત જ્ઞાનાદિ ગુણોનો પિંડ આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. દેહાદિથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવાય છે. આત્માનુભૂતિની ક્ષણોમાં તે સ્વભાવમાં ઠરી ગયો હોવાથી એ ક્ષણોમાં તે સ્વભાવરૂપ બની જાય છે. ત્યારે તે, તેનો સ્વભાવ જેવો છે તેવો - અસંગ, અબદ્ધ, અસ્પષ્ટ હોય છે. તે પરદ્રવ્યથી કે પરભાવથી લપાતો નથી. આત્મામાં કશે પરદ્રવ્ય પણ નથી અને તેના ઊંડાણમાં કશે પરભાવ પણ નથી. દ્રવ્યસ્વભાવે જીવમાત્ર શુદ્ધ છે. અનુભવ વખતે જીવની પર્યાય પણ સ્વભાવ સમાન શુદ્ધ થઈ જાય છે.
નિર્વિકલ્પ અનુભૂતિમાં પરમાનંદનો અનુભવ થાય છે. આત્માની શક્તિમાં જે આનંદ છે, તેમાં એકાગ્રતા થતાં સ્વાનુભવદશામાં આનંદનો પ્રગટ અનુભવ થાય છે. સ્વમાં સ્થિરતા થતાં નિજાનંદનો સ્વાદ આવે છે. અનુભવ એ શાશ્વત ચિતામણિ છે. જીવ એમાં જેટલો લીન થાય છે, તેટલો તેને આનંદનો સ્વાદ આવે છે. ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org