Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૨
૬૯૭ ફળચેતના છે. જ્ઞાન સિવાય અન્ય સર્વ પરદ્રવ્યો તથા પરભાવોના કર્તા-ભોક્તાપણાનો ભાવ થવો તે અજ્ઞાનચેતના અથવા અશુદ્ધ ચેતનાનું લક્ષણ છે. કર્મ અને કર્મફળ તરફ જ એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો તે અજ્ઞાનચેતના છે. શુદ્ધાત્માનુભૂતિરૂપ જે પરિણામ છે તે જ્ઞાનચેતના છે. આ રીતે ચેતનાના ત્રણ ભેદ કહેવામાં આવ્યા છે - જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફળચેતના.૧ જ્ઞાનચેતના માત્ર સમ્યગ્દષ્ટિને જ હોય છે, કારણ કે તેમને શુદ્ધ આત્મિક ભાવોની પ્રધાનતા છે; જ્યારે કર્મચેતના અને કર્મફળચેતના મિથ્યાષ્ટિને હોય છે, કારણ કે તે પરના તથા વિકાસના કરવા-ભોગવવાના ભાવોમાં રોકાયેલો હોય છે.
મોક્ષાર્થી જીવે આવી અનાદિ સ્થિત અશુદ્ધ ચેતનાનો ત્યાગ કરી જ્ઞાનચેતનાને પ્રગટાવવી જોઈએ. તેણે અજ્ઞાનચેતનાનો પ્રલય કરી જ્ઞાનચેતનાને જ અંગીકાર કરવી જોઈએ. પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તરફ વળવું જોઈએ. દૃષ્ટિને સ્ત્રી, પુત્ર, મકાન, પરિગ્રહ તેમજ રાગ-દ્વેષ ઉપરથી ખસેડી જ્ઞાનસ્વભાવમાં સ્થાપવી જોઈએ. દષ્ટિનું જોર ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ વાળવું જોઈએ. તેણે પોતાના જાણવા-જોવાના સ્વભાવનું જ અવલંબન લેવું જોઈએ. પરભાવો હું નથી, પણ તેમાં સર્વત્ર જે ચેતનભાવ વસી રહ્યો છે તે મારું સ્વરૂપ છે, ચેતનભાવ અનાદિ-અનંત એકરસમય છે, બીજા કલુષિત રસને એમાં ન ભેળવું તો ચેતનરસ એકલો અત્યંત મધુર વીતરાગસ્વાદવાળો છે' - આવી જાગૃતિ કેળવવી જોઈએ.
કર્મચેતના અને કર્મફળચેતના તે બન્ને અશુદ્ધ હોવા છતાં તેમાં પણ ચેતના તો રહેલી જ છે. તે ચેતનાનું ચેતનપણું ઓળખતાં રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે અને જીવને જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવ અનુભવમાં આવે છે. ભેદજ્ઞાનના બળ વડે નિજાત્મપ્રભુમાં એકત્ર થતાં સ્વાત્માનુભૂતિરૂપ નિર્વિકલ્પ દશા પ્રગટે છે. પરિણતિ શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિર થવાથી સ્વરૂપની અનુભૂતિ થાય છે અને શુદ્ધ ચેતના પ્રગટે છે. તે હવે પરભાવનો કર્તા-ભોક્તા રહેતો નથી, પરંતુ નિજપરિણામોનો કર્તા-ભોક્તા બને છે. ‘દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન હું તો એક કેવળ જ્ઞાયકસ્વભાવી પદાર્થ છું' એવો બોધ તે જીવને સતત વર્તે છે અને જ્ઞાનચેતના વડે નિરંતર પોતાને શુદ્ધ સ્વરૂપે અનુભવે છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૧૨૩
'परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा ।
सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भणिदा ।।' ૨- જુઓ : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી સુરપ્રભ ભગવાનનું સ્તવન,
. કડી ૩ “વારિ પરભાવની કર્તતા મૂલથી, આત્મપરિણામ કર્તુત્વ ધારી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org